Tech Tips: Facebook પોસ્ટ પર કમેન્ટ્સથી છો પરેશાન ! આ સરળ રીતથી કરો બંધ

ફેસબુક દ્વારા તમે તમારા મિત્રો અને અન્ય વ્યક્તિ સાથે જોડાઈ શકો છો. તમે તેમના દ્વારા કરવામાં આવેલી પોસ્ટ જોઈ શકો છો અને તેમને લાઈક કરી શકો છો અથવા તેમના પર કોમેન્ટ કરી શકો છો.

Tech Tips: Facebook પોસ્ટ પર કમેન્ટ્સથી છો પરેશાન ! આ સરળ રીતથી કરો બંધ
Facebook Image Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 6:00 PM

ફેસબુક (Facebook)ભારત સહિત વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય સોશિયલ મીડિયા (Social Media)પ્લેટફોર્મ છે. ભારતમાં લાખો લોકો અને સેલિબ્રિટી તેનો ઉપયોગ કરે છે. ફેસબુક દ્વારા તમે તમારા મિત્રો અને અન્ય વ્યક્તિ સાથે જોડાઈ શકો છો. તમે તેમના દ્વારા કરવામાં આવેલી પોસ્ટ જોઈ શકો છો અને તેમને લાઈક કરી શકો છો અથવા તેમના પર કોમેન્ટ કરી શકો છો. યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને તેમાં ઘણા પ્રાઈવસી ફીચર્સ આપવામાં આવ્યા છે. ફેસબુક યુઝર્સ હવે તેમની પોસ્ટ ખાનગી રાખી શકશે, તેઓ પબ્લિક અને ફ્રેન્ડ ઓપ્શન સિલેક્ટ કરી શકશે.

આ સાથે, તમારા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ દરેક વ્યક્તિ જોઈ શકશે અથવા ફક્ત તે જ લોકો જોઈ શકશે જે તમારી ફ્રેન્ડ લિસ્ટમાં છે. આ સાથે, યુઝર પાસે પોસ્ટની કમેન્ટ્સ છુપાવવાનો વિકલ્પ પણ છે. ફેસબુક ટાઈમલાઈન પર વ્યક્તિગત પોસ્ટ માટે, વપરાશકર્તાઓને કમેન્ટ્સનું સંચાલન કરવાની સુવિધા છે. તે માટે તેઓ સાર્વજનિક અથવા ફ્રેન્ડ ઓપ્શન સેટ કરી શકે છે.

જો કે, તમે ગ્રુપ પોસ્ટ્સ માટે કમેન્ટ્સને સંપૂર્ણપણે બંધ કરી શકો છો. જો તમે ફેસબુક ગ્રૂપના એડમિન છો, તો પછી તમે તેની કમેન્ટ્સ બંધ કરી શકો છો. અમે તમને કેટલાક સરળ પગલાં જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે કમેન્ટ્સ બંધ કરી શકો છો.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

આ રીતે કરો કમેન્ટ્સ બંધ

Facebook ગ્રૂપની પોસ્ટ્સ પર કમેન્ટ્સ કરવાનું ડિસેબલ કરવા માટે તમારે તે ગ્રુપના એડમિન અથવા મોડેરેટર હોવું આવશ્યક છે. કમેન્ટ્સને ડિસેબલ કરવા માટે, તમારે તે પોસ્ટ પર જવું પડશે જેની કમેન્ટ્સ તમે ડિસેબલ કરવા માંગો છો. તે પછી પોસ્ટની જમણી બાજુએ બનાવેલા ત્રણ ડોટ આઇકોન પર ક્લિક કરો. આ પછી ટર્ન ઑફ કમેન્ટિંગ (Turn Off Commenting)પર ક્લિક કરો. આમ કરવાથી, ફેસબુક તરત જ તે પોસ્ટની કમેન્ટ્સને ડિસેબલ કરી દેશે.

આ પણ વાંચો: Tech Tips: Gmailમાં મળશે WhatsApp જેવી સુવિધા, Googleએ રોલઆઉટ કર્યું આ જબરદસ્ત ફિચર્સ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

આ પણ વાંચો: Social Media પ્લેટફોર્મની રશિયા પર ડિજીટલ સ્ટ્રાઈક, જાણો રશિયા-યુક્રેન યુદ્ધમાં ટેક કંપનીઓનો રોલ

g clip-path="url(#clip0_868_265)">