સાવધાન! Alexa તમારી બધી વાતો કરે છે રેકોર્ડ? ઓનલાઈન લીક થતા પહેલા પ્રાઇવસી બચાવવાની આ સેટિંગ્સ જાણો
જો તમારા ઘરે Alexa અથવા Smartphone હોય તો શક્યતા છે કે તે તમારી વાતો સાંભળતો હોય છે. Siri અને Google Assistant જેવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તમારા પ્રશ્નનો જવાબ આપે છે. એટલે કે તેઓ બેકગ્રાઉન્ડમાં સક્રિય રહે છે.

લોકો Alexa અને Google Assistantનો ઉપયોગ કરે છે. Alexa અથવા Smartphone તમારી વાતો સાંભળે છે. Siri અને Google Assistant જેવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ પણ તમારા પ્રશ્નનો જવાબ આપે છે. એટલે કે તેઓ બેકગ્રાઉન્ડમાં સક્રિય રહે છે. Alexa દુનિયાના સૌથી લોકપ્રિય સ્માર્ટ વૉઇસ આસિસ્ટન્ટ્સમાંનું એક છે. તે Amazon Echo, Echo Dot સહિત લાખો સ્માર્ટ ડિવાઇસમાં ઉપયોગમાં લેવામાં આવે છે. Alexaની મદદથી તમે અનેક માહિતી મેળવી શકો છો.
શું Alexa હંમેશા સાંભળે છે વાતો?
Alexa સતત તમારી વાતો સાંભળે છે. પરંતુ આ સાંભળવામાં અને રેકોર્ડ કરવામાં મોટો તફાવત છે. હકીકતમાં Alexa તમારી જાસૂસી કરવા માટે તમારી વાતો સાંભળતી નથી. તેની કામગીરી માટે તમારો અવાજ જરૂરી છે. જો તે તમારી વાત ન સાંભળે તો તેને ખબર જ નહીં પડે કે તમે તેને ક્યારે સક્રિય કરવા માંગો છો.
શું Alexa દરેક વાત રેકોર્ડ કરે છે?
ના, Alexa તમારી દરેક વાત રેકોર્ડ કરતી નથી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જ્યારે Alexa ડિવાઇસ Wake Word ઓળખે છે અથવા તમે ડિવાઇસ પરનું Action Button દબાવો છો ત્યારે જ Alexa તમારી વાતો રેકોર્ડ કરે છે અને તેને Amazonના ક્લાઉડ સર્વર પર સેવ કરે છે.
Alexa શું રેકોર્ડ કરે છે?
ઘણી કંપનીઓ વેબ ટ્રેકિંગ ટેક્નોલોજી દ્વારા તમે તેમની વેબસાઇટનો કેવી રીતે ઉપયોગ કરો છો તેની માહિતી એકત્રિત કરે છે. એ જ રીતે Alexa પણ તમે તેને સીધા આપેલા વૉઇસ કમાન્ડના કેટલાક ભાગો રેકોર્ડ કરે છે. તેમાં તમે Alexaને પૂછેલા પ્રશ્નો, આપેલા વૉઇસ કમાન્ડ, કરેલી વિનંતીઓ, તમે ઉપયોગમાં લીધેલી Alexa Skillsનો સમાવેશ છે. Alexa Skills એ Third Party એપ છે.
Alexaને સુરક્ષિત કેવી રીતે રાખવી અને તમારી પ્રાઇવસી કેવી રીતે બચાવવી?
- Voice Recordings ડિલીટ કરો Amazon તમને તમારી Voice Recordings પર સંપૂર્ણ નિયંત્રણ આપે છે. તમે Alexa એપમાં જઈને તેને જોઈ, સાંભળી અને ડિલીટ કરી શકો છો.
- ભવિષ્યમાં Voice Recordings સેવ ન થવા દો તમારી Voice Historyમાં Alexa દ્વારા રેકોર્ડ કરેલી તમામ વૉઇસ વિનંતીઓ સંગ્રહિત હોય છે. તમે Settingsમાં જઈને Voice Recordings સેવ ન કરવાની સેટિંગ પણ પસંદ કરી શકો છો.
- માઇક્રોફોન મ્યૂટ કરો જો તમે ઇચ્છતા હો કે Alexa તમારી વાતો સાંભળે જ નહીં, તો Echo ડિવાઇસ પરનો Mute Button દબાવીને માઇક્રોફોન બંધ કરી શકો છો. માઇક્રોફોન બંધ થયા પછી લાલ લાઇટ દેખાશે. જે દર્શાવે છે કે હવે Alexa તમારી કોઈપણ વાત સાંભળી કે રેકોર્ડ કરી શકશે નહીં.
- તમારા Wi-Fi નેટવર્કને સુરક્ષિત રાખો તમારા Wi-Fi નેટવર્કને સુરક્ષિત રાખવું પણ એટલું જ જરૂરી છે. સ્ટ્રોંગ પાસવર્ડ, નિયમિત અપડેટ્સ અને વિશ્વસનીય સુરક્ષા સોફ્ટવેરનો ઉપયોગ કરીને તમે તમારા તમામ કનેક્ટેડ ડિવાઇસને વધુ સુરક્ષિત બનાવી શકો છો.
આ પણ વાંચો, હવે ChatGPT વાંચશે તમારી મેડિકલ રિપોર્ટ! એરિયા અને એપલ હેલ્થથી મળશે પર્સનલ હેલ્થ સપોર્ટ
