AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI ડીપફેક ટેકનોલોજી દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય

સ્કેમર્સ લોકોની માહિતી એકઠી કરે છે, જેમ કે ફોટો, વીડિયો, ઓડિયો વગેરે. તેની સાથે જ ડુપ્લિકેટ આઇડેન્ટિટી જે દેખાય છે તે બનાવવામાં આવે છે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોસેસિંગ કરીને મોડલ્સ બનાવવામાં આવે છે. આ મોડલમાંથી ડીપફેક વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે.

AI ડીપફેક ટેકનોલોજી દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય
Deepfake Fraud
| Updated on: Nov 06, 2023 | 4:45 PM
Share

હાલ દુનિયાના જુદા-જુદા દેશોમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો ઘણા કામ AI ટેલનોલોજી દ્વારા કરવા ઈચ્છે છે. પરંતુ ટેકનોલોજી દ્વારા ફ્રોડ કરનારા ગુનેગારો ડીપફેકનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી રહ્યા છે. કેરળના એક વ્યક્તિ સાથે ડીપ ફેક દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. ચાલો જાણીએ કે આ ડીપફેક ટેક્નોલોજી શું છે અને કેવી રીતે લોકો સાથે થાય છે છેતરપિંડી.

ડીપફેક દ્વારા કેવી રીતે થાય છે ફ્રોડ

સ્કેમર્સ લોકોની માહિતી એકઠી કરે છે, જેમ કે ફોટો, વીડિયો, ઓડિયો વગેરે. તેની સાથે જ ડુપ્લિકેટ આઇડેન્ટિટી જે દેખાય છે તે બનાવવામાં આવે છે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોસેસિંગ કરીને મોડલ્સ બનાવવામાં આવે છે. આ મોડલમાંથી ડીપફેક વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે, જેથી કરીને લોકોને છેતરી શકાય.

ડીપફેકને કેવી રીતે ઓળખી શકાય

  1. જો ફોન કોલ આવે તો કોલરનો અવાજ થોડો બદલાયો હશે.
  2. કોલર તમને વ્યક્તિગત અને મહત્વપૂર્ણ માહિતી અંગે પૂછશે.
  3. કોલર રૂપિયાની મદદ માટે કહેશે.
  4. જો તમે કોલરને ચેક કરવા જુદા-જુદા સવાલ પૂછશો, તો તે સાચો જવાબ આપી શકશે નહીં.

આ પણ વાંચો : ફેક ઈ-ચલણના નામે લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને કઈ બાબતોનું રાખવું ધ્યાન

ડીપફેક કેવી રીતે બનાવવામાં આવે છે?

ડીપફેક વિડીયો બનાવવા માટે સૌ પ્રથમ જે વ્યક્તિનો વિડીયો બનાવવો હોય તેના વાસ્તવિક ફોટા અને વિડીયો ડીપફેક વિડીયો બનાવવા માટે તૈયાર કરેલ ટૂલમાં મુકવામાં આવે છે. એન્કોડર અને ડીકોડરનો ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI આ ફોટા અને વીડિયોનું વિશ્લેષણ કરે છે. આ રીતે ફાઈનલ વીડિયો આઉટપુટ મળે છે.

ડીપફેક ફ્રોડથી બચવા માટે આ રીતે રહો સાવચેત

  • કોઈપણ અજાણી વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર કરતા પહેલા તેની તપાસ કરો.
  • તમારી વ્યક્તિગત માહિતી જેમ કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, OTP, CVV વગેરે કોઈની સાથે શેર કરવા નહીં.
  • સોશિયલ મીડિયા પર તમારું એકાઉન્ટ પ્રાઈવેટ રાખો. જેથી અજાણી વ્યક્તિ તમારા ફોટા કે વિડિયો જોઈ શકે નહીં.
  • જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો www.cybercrime.gov.in પર ફરિયાદ કરો. આ સિવાય તમે 1930 પર કોલ કરીને સંપર્ક કરી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
g clip-path="url(#clip0_868_265)">