Solar Panel : 5 કિલોવોટ સોલાર પેનલ માટે કેટલી બેટરી જોઈએ? સાચી બેટરી ક્ષમતા અને કુલ ખર્ચ જાણો
5kW સોલાર પેનલ સિસ્ટમ માટે યોગ્ય બેટરી ક્ષમતા પસંદ કરવી મહત્ત્વપૂર્ણ છે. તે વીજળી કપાત દરમિયાન સતત પાવર સપ્લાય સુનિશ્ચિત કરે છે.

જો તમે તમારા ઘરે 5 કિલોવોટ સોલાર પેનલ સિસ્ટમ લગાવવાનું વિચારી રહ્યા છો તો મનમાં સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે આ સિસ્ટમ માટે કેટલી બેટરી જરૂરી પડશે?
સાચી બેટરી ક્ષમતા પસંદ કરવી ખૂબ જ જરૂરી છે. યોગ્ય બેટરી પસંદ કરવાથી સોલાર સિસ્ટમની કાર્યક્ષમતા વધે છે અને વીજળી કપાત દરમિયાન સતત પાવર સપ્લાય મળે છે.
5 કિલોવોટ સોલાર સિસ્ટમ કેટલી વીજળી બનાવે છે?
5 કિલોવોટ સોલાર પેનલ સામાન્ય રીતે દરરોજ 20 થી 25 યુનિટ વીજળી જનરેટ કરે છે, જે સામાન્ય ઘરેલુ ઉપયોગ માટે પૂરતી હોય છે. બેટરી સોલાર સિસ્ટમ સાથે એટલે જોડવામાં આવે છે કે જેથી લાઈટ ન હોય ત્યારે પણ ઉપયોગ કરી શકાય.
કેટલી બેટરી જોઈએ?
5 કિલોવોટ સોલાર સિસ્ટમમાં સામાન્ય રીતે 48 વોલ્ટ સિસ્ટમ પર 8 થી 10 kWh બેટરી ક્ષમતાથી 10 થી 12 કલાકનું બેકઅપ મળી શકે છે.
| બેકઅપ સમય | બેટરી ક્ષમતા (kWh) | બેટરી સંખ્યા (12V, 150 Ah) |
|---|---|---|
| 4 કલાક | 4 – 5 kWh | 4 બેટરી |
| 8 કલાક | 8 – 10 kWh | 8 બેટરી |
| 12 કલાક | 12 – 15 kWh | 10 – 12 બેટરી |
નોંધ: જો તમારા ઘરે વધુ લોડ છે (ફ્રિજ, વોશિંગ મશીન, મોટર વગેરે), તો બેટરી ક્ષમતા વધારવાની જરૂર પડશે.
કઈ બેટરી વધુ સારી?
| બેટરી પ્રકાર | ફાયદા | ખામીઓ |
|---|---|---|
| લીડ-એસિડ બેટરી | સસ્તી, સરળતાથી ઉપલબ્ધ | જીવનકાળ ઓછો, મેન્ટેનન્સ જરૂરી |
| લિથિયમ-આયન બેટરી | લાંબુ જીવનકાળ, મેન્ટેનન્સ-ફ્રી | કિંમત વધારે |
જો લાંબા ગાળાની યોજના હોય તો લિથિયમ-આયન બેટરી પસંદ કરવી વધુ ફાયદાકારક છે.
કુલ અંદાજીત ખર્ચ – 5 kW સોલાર સિસ્ટમ
| ઘટક | અંદાજિત કિંમત (₹) |
|---|---|
| 5 kW સોલાર પેનલ | ₹2,00,000 – ₹2,50,000 |
| ઇન્વર્ટર | ₹50,000 – ₹70,000 |
| બેટરી (લીડ-એસિડ) | ₹96,000 – ₹1,20,000 |
| કુલ અંદાજીત ખર્ચ | ₹3,50,000 – ₹4,40,000 |
લિથિયમ-આયન બેટરી લેવાથી કિંમત વધુ હશે પરંતુ લાઈફટાઈમ અને પરફોર્મન્સ વધુ સારું મળશે. બેટરીનું કદ અને સંખ્યા એ પર આધારિત છે કે તમને કેટલા કલાકનો બેકઅપ જોઈએ છે અને તમારું લોડ કેટલું છે.
5 કિલોવોટ સોલાર પેનલ સિસ્ટમ ઘર માટે ખૂબ જ અસરકારક સોલ્યુશન છે. યોગ્ય ક્ષમતાની બેટરી પસંદ કરવાથી વીજળી કપાત દરમિયાન પણ ઘરની તમામ જરૂરી ડિવાઈસ સરળતાથી ચાલી શકે છે.
