AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વૈશ્વિક અર્થવ્યવસ્થાને ડિજિટલ કરવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે, 13 દેશ UPI અપનાવવા છે તૈયાર

ટેલિકોમ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, વિશ્વના 13 દેશો ભારતની યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) પેમેન્ટ સિસ્ટમ અપનાવવા માટે સંમત થયા છે અને ટૂંક સમયમાં સિંગાપોરમાં યુપીઆઈ પેમેન્ટ્સ શરૂ થશે.

વૈશ્વિક અર્થવ્યવસ્થાને ડિજિટલ કરવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે, 13 દેશ UPI અપનાવવા છે તૈયાર
UPI PaymentImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 6:58 PM
Share

વૈશ્વિક અર્થવ્યવસ્થાને ડિજિટલ કરવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે. આ કાર્ય માટે વિશ્વના લોકોને ડિજિટલી તાલીમ આપવાની સાથે, ભારત વૈશ્વિક સ્તરે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે તેનું નેતૃત્વ આપશે. ટેલિકોમ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર વિશ્વના 13 દેશ ભારતની યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) પેમેન્ટ સિસ્ટમ અપનાવવા માટે સંમત થયા છે અને ટૂંક સમયમાં સિંગાપોરમાં યુપીઆઈ પેમેન્ટ્સ શરૂ થશે.

આ પણ વાંચો: Made In India : રક્ષા ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી શક્તિ બનવા તરફ ભારત, હવે ખાનગી ક્ષેત્ર પર નજર

વૈશ્વિક સ્તરે 11 લાખ કરોડ ડૉલરની ડિજિટલ ઈકોનોમી

G-20 સમૂહ સંબંધિત ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રૂપ (DEWG)ની બેઠકમાં મુખ્યત્વે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબર સિક્યુરિટી, ડિજિટલ ઈકોનોમી અને વૈશ્વિક સ્તરે ડિજિટલ ટ્રેનિંગ વધારવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ હાલમાં વૈશ્વિક ડિજિટલ અર્થતંત્ર 11 લાખ કરોડ ડોલર છે અને વર્ષ 2025 સુધીમાં વૈશ્વિક ડિજિટલ અર્થતંત્ર 23 લાખ કરોડ ડોલર થઈ જશે.

ભારત વૈશ્વિક સ્તરે મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે

ભારતની ડિજિટલ પેમેન્ટથી માંડીને ડિજિટલ રીતે પૂરી પાડવામાં આવતી સરકારી મદદ સુધી સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ અને પ્રશંસા થઈ રહી છે. એટલા માટે ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાને ડિજિટલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે. ટેલિકોમ, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, વિશ્વના 13 દેશો ભારતની યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) પેમેન્ટ સિસ્ટમ અપનાવવા માટે સંમત થયા છે અને ટૂંક સમયમાં સિંગાપોરમાં યુપીઆઈ પેમેન્ટ શરૂ થશે.

માત્ર ભારતમાં જ ડિજિટલ ઈકોસિસ્ટમ બધા માટે ખુલ્લુ

સિંગાપોરે UPI સાથે તેનું એકીકરણ પૂર્ણ કર્યું છે. અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે ભારત સિવાય અન્ય તમામ દેશોના ડિજિટલ ઈકોસિસ્ટમમાં કેટલીક કંપનીઓનો ઈજારો છે. માત્ર ભારતમાં જ ડિજિટલ ઈકોસિસ્ટમ બધા માટે ખુલ્લી છે. એટલા માટે ગૂગલે તેની પેમેન્ટ સિસ્ટમ છોડીને UPI અપનાવ્યું છે અને ગૂગલે યુએસ ફેડરલને પત્ર લખ્યો છે કે ભારતીય પેમેન્ટ સિસ્ટમ લોકશાહી રીતે ચાલે છે અને બે રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીના વ્યવહારો માત્ર બે સેકન્ડમાં થઈ શકે છે.

બેઠકમાં સાયબર સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી

લખનૌમાં આયોજિત DEWG બેઠકમાં MSMEsને સાયબર સુરક્ષા અને સાયબર સુરક્ષા તાલીમ અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. કારણ કે વિકાસશીલ દેશો માટે MSME ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને સાયબર ક્રાઈમથી બચાવવા જરૂરી છે. તમામ દેશોના સહયોગથી જ સાયબર સુરક્ષા શક્ય છે, તેથી આ દિશામાં તમામ દેશોએ સાથે મળીને કામ કરવું પડશે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">