Android smartphone : સ્માર્ટફોનનો સૌથી વધુ લાભ મેળવવા માટે બદલો આ 10 સેટિંગ્સ
તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં અપડેટ્સ ઇન્સટોલ કરવાથી તમારો ફોન મેકસીમમ પર્ફોમન્સ આપશે અને બેટરીની લાઈફ પણ વધારશે.

Android smartphone : મોર્ડન એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં(Smart Phone) વખતો-વખત ફીચર્સ અને અપડેટ્સ આવતા રહે છે. જોકે તમામ અપડેટ્સ ઇન્સટોલ(Updates) કરવા તમારા સ્માર્ટફોન માટે જરુરી નથી. નીચે જણાવેલા અપડેટ્સ ઇન્સટોલ કરવાથી તમારો ફોન મેકસીમમ પર્ફોમન્સ, બેટરી લાઇફ અને યુઝરફેસ સરળ રીતે કરી શકશો.
1) ડાર્ક મોડ એનેબલ
તમારા સ્માર્ટફોનમાં AMOLED પેનલમાં જઇને ડાર્ક મોડ એનેબલ કરવાથી બેટરી લાઇફ અને યુઝર ઇન્ટરફેસ સરળ રીતે મેળવી શકાય છે.
2) ઓટો સ્ક્રીન બ્રાઇટનેસ ઓછી કરવી
એકદમ બ્રાઇટ સ્ક્રીન રાખવાથી આંખો ખરાબ થયા છે અને બેટરી લાઇફ પણ ઘટી જાય છે. આ માટે 50 ટકા ઓછી સ્ક્રીન બ્રાઇટનેસ રાખવી જોઇએ.
3) એનેબલ બેટરી ઓપ્ટીમાઇઝેશન
આ ફીચર એનેબલ કરવાથી બેટરી લાઇફ વઘી જાય છે અને બેટરી પણ સારી રહે છે.
4) નકામા એપ્સ ડિલીટ કરવા
એ જરુરી નથી કે તમે જેટલા એપ્સ ડાઉનલોડ કરો એ બઘા જ એપ્સ તમે વાપરો. તમારા સ્માર્ટફોનમાં રેમ, સ્ટોરેજ અને બેટરી બરાબર રાખવા માટે અને બેકગ્રાઉન્ડ રનિંગ અટકાવવા માટે જંક ફાઇલ્સ અને નકામા એપ્સ પણ ડિલીટ કરવા જોઇએ.
5) હોમ સ્ક્રીન કલીન કરવી
તમારા સ્માર્ટફોનમાં હોમ સ્ક્રીન કલટર ફ્રી રાખવાથી બેટરી લાઇફ સારી રહે છે.
6) એનેબલ ઓટોમેટિક બેકઅપ
ઓટોમેટિક બેકઅપ એનેબલ કરવાથી તમારી પાસે તમારો તમામ મહત્વપૂર્ણ ડેટા જેમ કે, ફોટા, વિડિયો, નંબરો, સંદેશાઓ વગેરે સુરક્ષિત છે અને તમે ઇચ્છો ત્યારે તેને પુનઃપ્રાપ્ત કરી શકો છે.ઉલ્લેખનીય છે કે, એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ડિફોલ્ટ બેકઅપ સુવિધા દરેક વસ્તુનો બેકઅપ લેતી નથી. ઉદાહરણ તરીકે, તમારે વ્હોટસેપ માટે મેન્યુઅલી બેકઅપ વિકલ્પ એનેબલ કરવાની જરૂર પડશે. ઉપરાંત જો તમારી પાસે ગુગલ ફોટોઝ નથી તો તમારે મેન્યુઅલી ફોટા અને વીડિયોનું બેકઅપ પણ લેવું પડશે.
7) એનેબલ ફાઇન્ડ માય ડિવાઇસ
જો તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય તો…?. આ કિસ્સામાં તમે ગુગલની ફાઇન્ડ માય ડિવાઇસ સુવિધાને એનેબલ કરવાથી તમે તમારા સ્માર્ટફોનને ટ્રૅક કરી શકશો તેને શોધી શકશો અને તેનો ડેટા ડિલીટ કરી શકશો અને સંપૂર્ણ બેકઅપ પણ લઈ શકશો.
8) કવીક સેટીંગ પેનલ
ચોક્કસ ફીચરને ઝડપથી એનેબલ અથવા ડિસેબલ કરવા માટે ક્વિક સેટિંગ પેનલ ખરેખર કામમાં આવે છે. જો તમે બ્લૂટૂથ એનેબલ કરવા માંગો છો, તો તમારે ફક્ત સેટીંગ પેનલમાંથી બે વાર નીચે સ્વાઇપ કરીને અને બ્લૂટૂથ આઇકન પર ટેપ કરવાની જરૂર રહેશે. આ સાથે તે એન્ડ્રોઇડ યુઝર્સને જરૂરિયાતો અનુસાર કવીક સેટિંગ્સ વિકલ્પો ઉમેરવા અને ફરીથી ગોઠવવાની પણ મંજૂરી આપે છે.
9) એનેબલ ડિજિટલ વેલબીઇંગ
ડિજિટલ વેલબીઇંગ યુઝર્સને દરેક એપ્લિકેશનના ઉપયોગ પર નજર રાખવાની મંજૂરી આપે છે.તેને એનેબલ કરવાથી તમે દરેક એપના વપરાશ અને તમે દરરોજ દરેક એપ પર કેટલો સમય પસાર કરો છો તેનો ટ્રેક રાખી શકશો. ડિજિટલ વેલબીઇંગ ફીચરમાં બેડટાઇમ મોડ જેવા ફીચર્સનો પણ સમાવેશ થાય છે, જે તમને ઊંઘની યાદ અપાવવા માટે નિર્ધારિત સમયે સ્ક્રીનને આપમેળે બ્લેક એન્ડ વ્હાઇટ કરે છે.
10) એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને વિન્ડોઝ કનેકટ કરવા
લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વિન્ડોઝ 10 અને વિન્ડોઝ 11 કનેકટ કરવાની સુવિઘા આપે છે. જેનાથી યુઝર્સને નોટિફિકેશન્સ, કોલ્સ, ફોટો, વીડિયો એકસેસ કરવાની સુવિઘા આપે છે.
આ પણ વાંચો : Tech News: હાઈકોર્ટનો મોટો નિર્ણય, WhatsApp ગ્રુપમાં વાંધાજનક મેસેજ માટે એડમિન જવાબદાર રહેશે નહીં