AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone Charging Tips: શું તમે પણ આ રીતે ચાર્જ કરો છો સ્માર્ટફોન? થઈ શકે છે મોટું નુકસાન

ફક્ત તમારા ફોનમાં ફિટ થાય તેવા ચાર્જરનો ઉપયોગ કરવો તમને મોંઘું પડી શકે છે. કોઈપણ ચાર્જરનો ઉપયોગ તમારા ફોનની બેટરીને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ કે આનાથી તમારા ફોન પર શું અસર થઈ શકે છે.

Smartphone Charging Tips: શું તમે પણ આ રીતે ચાર્જ કરો છો સ્માર્ટફોન? થઈ શકે છે મોટું નુકસાન
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 4:27 PM
Share

શું તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ પોતાનો સ્માર્ટફોન (Smartphone) કોઈપણ ચાર્જરથી ચાર્જ કરે છે? જો આવું થાય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો ભારે નુકસાન થઈ શકે છે. કારણ કે બધા ચાર્જર એકસરખા હોતા નથી અને દરેક સ્માર્ટફોનની ચાર્જિંગ (Charging) ક્ષમતા એકસરખી હોતી નથી. આવી સ્થિતિમાં, ફક્ત તમારા ફોનમાં ફિટ થાય તેવા ચાર્જરનો ઉપયોગ કરવો તમને મોંઘું પડી શકે છે. કોઈપણ ચાર્જરનો ઉપયોગ તમારા ફોનની બેટરીને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ કે આનાથી તમારા ફોન પર શું અસર થઈ શકે છે.

શું હોય છે ચાર્જરનું કામ?

જો સાદી ભાષામાં સમજીએ તો મોબાઈલ ફોનના ચાર્જરમાં માત્ર એક જ કાર્ય હોય છે, ડિવાઈસને ચાર્જ કરવાનું, પરંતુ આ પ્રક્રિયા કહેવા જેટલી સરળ નથી. ખરેખર, ચાર્જરનું કામ તમારા ફોન અથવા ટેબલેટમાં AC પાવરને DCમાં કન્વર્ટ કરવાનું છે. તેથી જ તેમને ચાર્જર નહીં એડેપ્ટર કહેવામાં આવે છે. વપરાશકર્તાઓએ તેમના સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે હંમેશા ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ. જોકે દરેક સ્માર્ટફોનની ચાર્જિંગ ક્ષમતા અલગ-અલગ હોય છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ફાસ્ટ ચાર્જિંગના ચલણમાં વધારો થયો છે.

આવી સ્થિતિમાં ફોનને બીજા સ્માર્ટફોનના ચાર્જર અથવા નકલી ચાર્જરથી ચાર્જ કરવાથી તેની બેટરી લાઈફ ઘટી શકે છે. જો ક્યારેય ફોનનું ચાર્જર ખરાબ થઈ જાય તો તમારે આઉટપુટ વોલ્ટેજ અને કરંટને ધ્યાનમાં રાખીને નવું ચાર્જર લેવું જોઈએ.

સસ્તું ચાર્જર પડી શકે છે મોંઘું

આ સાથે તમારે અજાણ્યા ઉત્પાદકોના સસ્તા ચાર્જરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેઓ તમને ઓછા પૈસામાં ગુણવત્તા અને સુરક્ષા આપતા નથી, જે બ્રાન્ડેડ ચાર્જરમાં મળે છે. બીજી બાજુ, જો તમારો ફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતું નથી તો તમારે બીજા ચાર્જરનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. કારણ કે આમ કરવાથી તમારા ફોનને નુકસાન થઈ શકે છે.

એપલે આપ્યું સૂચન

એપલે આ અંગે સત્તાવાર માહિતી શેર કરી છે. જો તમે iPhone સાથે થર્ડ પાર્ટી કેબલ અથવા નકલી કેબલનો ઉપયોગ કરો છો તો તે તમારા iPhoneને યોગ્ય રીતે ચાર્જ નહીં થવાનું કારણ બનશે. તે તમારા iPhone સાથે સંપૂર્ણપણે Sync થઈ શકશે નહીં અને આ તમારા iPhoneને પણ નુકસાન પહોંચાડી શકે છે. Apple iPhone વપરાશકર્તાઓને Apple USB પાવર એડેપ્ટર (અથવા જે iPhone સાથે સારી રીતે કામ કરે છે) નો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

આ પણ વાંચો: Viral: સ્ટ્રીટ વેન્ડર્સે વડાપાવની બનાવી આઈસ્ક્રીમ, વીડિયો જોઈ લોકો ભડક્યા, કહ્યું ‘હાય લાગશે’

આ પણ વાંચો: Video: વૈજ્ઞાનિકોએ માનવ હૃદયની કોશિકાઓથી તૈયાર કરી કૃત્રિમ માછલી, ત્રણ મહિના રહી જીવિત

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">