તમારા ઈન્સ્ટા એકાઉન્ટને પણ મળશે બ્લૂ ટિક , જાણો આખી ઈન્સ્ટાગ્રામ વેરિફિકેશન પ્રોસેસ

તમારા ઈન્સ્ટા એકાઉન્ટને પણ મળશે બ્લૂ ટિક , જાણો આખી ઈન્સ્ટાગ્રામ વેરિફિકેશન પ્રોસેસ
Instagram

Instagram account blue tick : ઇન્સ્ટાગ્રામ એપમાં યુઝર્સને એકાઉન્ટ વેરિફિકેશનની પણ સુવિધા મળે છે. આ ચકાસણી પૂર્ણ કરીને તમે પણ Instagram પર બ્લૂ ટિક મેળવી શકો છો. બ્લૂ ટિક મેળવવા માટે, યુઝરે એક નોંધણીની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jun 10, 2022 | 11:07 PM

Instagram account blue tick : આજે ઈન્સ્ટાગ્રામ (Instagram) વિશે આજે કોણ નથી જાણતુ.દુનિયામાં મોટાભાગના લોકોનું   ઈન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ હશે. ઈન્સ્ટાગ્રામની લોકપ્રિયતા એટલી બધી છે કે તેના યુઝર્સની સંખ્યા કરોડોમાં છે. એક રીતે તે વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ છે.આ એપનો ઉપયોગ યૂઝર્સ તેમના ફોટા શેર કરવા,રિલ્સ અને સ્ટોરી શેર કરવા માટે કરે છે. Instagram દ્વારા તમે મેસેજ દ્વારા પણ એકબીજા સાથે જોડાયેલા રહી શકો છો.ઈન્ટાગ્રામમાં તમે મોટી મોટી હસ્તીઓના એકાઉન્ટમાં બ્લૂ ટિક (Blue tick) જોઈ હશે. તમને પણ તે બ્લૂ ટિક મેળવવાની ઈચ્છા હશે જ.

ઇન્સ્ટાગ્રામ એપમાં પોતાના યુઝર્સને એકાઉન્ટ વેરિફિકેશનની સુવિધા મળે છે. આ ચકાસણી પૂર્ણ કરીને તમે Instagram પર બ્લૂ ટિક મેળવી શકો છો. બ્લૂ ટિક મેળવવા માટે યુઝર્સએ નોંધણીની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે ઘણા પગલાઓમાંથી પસાર થવું પડશે. અહીં તમને વેરિફિકેશન પ્રક્રિયા સંબંધિત સ્ટેપ્સ વિશે માહિતી આપવામાં આવી છે.

ઇન્સ્ટાગ્રામ પર વેરિફિકેશન  કેવી રીતે કરવું

આ રહ્યા સ્ટેપસ, આ સ્ટેપસ ફોલો  કરો

સ્ટેપ 1- તમારા એકાઉન્ટમાં લોગિન કરો અને પ્રોફાઇલ પર જાઓ. તે પછી ઉપર જમણી બાજુ આપેલ ડ્રોપ-ડાઉન મેનૂ ખોલો.

સ્ટેપ 2- મેનૂ ખોલ્યા બાદ એકાઉન્ટ પર ટેપ કરો અને પછી રિક્વેસ્ટ વેરિફિકેશન પર ક્લિક કરો.

સ્ટેપ 3- તેની ડાબી બાજુએ પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો. બધા વિકલ્પો ભરો. ભર્યા પછી send પર ક્લિક કરો.

સ્ટેપ 4 – જો તમે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તમારું પૂરું નામ વાપરવા માગો છો, તો તમારે પૂરું નામ ભરવું પડશે. જો તમારું એકાઉન્ટ બિઝનેસ એકાઉન્ટ છે, તો તમારે સત્તાવાર ઓળખ સાથે ઓનરનું પૂરું નામ ટાઈપ કરવું પડશે. જો તમે વ્યક્તિગત એકાઉન્ટ જાળવી રહ્યા છો તો તમે ઉપનામનો ઉપયોગ કરી શકો છો. પરંતુ બિઝનેસ એકાઉન્ટ માટે તમારે કંપનીનું નામ ટાઈપ કરવું પડશે.

સ્ટેપ 5 – આ પછી તમારે આઈડીનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ફાઇલ અપલોડ કરવા માટે અપલોડ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અપલોડ કર્યા પછી send પર ક્લિક કરો.

આ રીતે તમે વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો, તો પછી તમારે Instagram ના જવાબની રાહ જોવી પડશે. જો તમારી ચકાસણી નકારવામાં આવે છે, તો તમે 30 દિવસ પછી ફરીથી ચકાસણી માટે અરજી કરી શકો છો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati