WhatsApp બતાવશે કેટલા ટાઈમમાં ડાઉનલોડ થશે ફોટો તથા ફાઈલ, જાણો શું છે નવું ફિચર

આ ફીચર એટલા માટે પણ ખાસ છે કારણ કે થોડા દિવસો પહેલા વોટ્સએપ (WhatsApp) પર મોટી ફાઈલોના ટેસ્ટિંગની જાણ થઈ હતી. એટલે કે, વપરાશકર્તાઓ ટૂંક સમયમાં એપ્લિકેશન પર મોટી ફાઇલો મોકલી અને પ્રાપ્ત કરી શકશે.

WhatsApp બતાવશે કેટલા ટાઈમમાં ડાઉનલોડ થશે ફોટો તથા ફાઈલ, જાણો શું છે નવું ફિચર
WhatsAppImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 7:16 AM

વોટ્સએપ (WhatsApp)પર ટૂંક સમયમાં ઘણા નવા ફીચર્સ આવી રહ્યા છે અને તેમાંથી એક ETA છે. ETA એટલે એક્સપેક્ટેડ ટાઈમ ઓફ અરાઈવલ. આ ફીચર મીડિયા ફાઇલોને અપલોડ કરવા અને ડાઉનલોડ કરવા માટે આવશે. એટલે કે, ટૂંક સમયમાં તમે WhatsApp પર જોઈ શકશો કે મીડિયા ફાઇલ(Media File)ને ડાઉનલોડ થવામાં કેટલો સમય લાગશે. આ ફીચર એટલા માટે પણ ખાસ છે કારણ કે થોડા દિવસો પહેલા વોટ્સએપ પર મોટી ફાઈલોના ટેસ્ટિંગની જાણ થઈ હતી. એટલે કે, વપરાશકર્તાઓ ટૂંક સમયમાં એપ્લિકેશન પર મોટી ફાઇલો મોકલી અને પ્રાપ્ત કરી શકશે.

હાલ માત્ર 25MB ફાઈલ ટ્રાન્સફર

હાલમાં, મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર ફક્ત 25MB સુધીની ફાઇલો જ ટ્રાન્સફર કરી શકાય છે અને હવે કંપની 2GB સુધીની ફાઇલો ટ્રાન્સફર કરવાની યોજના બનાવી રહી છે. હાલમાં, આ સુવિધા આર્જેન્ટિનામાં બીટા ટેસ્ટર્સને આપવામાં આવી છે.

અંતિમ રોલઆઉટમાં ફાઇલનું કદ બદલાઈ શકે છે. વોટ્સએપ ટ્રેકર WABetaInfo અનુસાર, એપ હવે ETA ફીચર પર કામ કરી રહી છે, જેના પછી તમને ખબર પડશે કે ફાઇલને ડાઉનલોડ અથવા અપલોડ કરવામાં કેટલો સમય લાગશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ETA ફીચર મળશે

WABetaInfo અનુસાર, ‘ETA સુવિધા એન્ડ્રોઇડ, iOS, વેબ અને ડેસ્કટોપના લેટેસ્ટ બીટા વર્ઝનમાં કોઈપણ ફાઇલને ટ્રાન્સફર કરવા માટે ઉપલબ્ધ છે. તેવી જ રીતે, તમારા ફોન અથવા ડેસ્કટોપ પર દસ્તાવેજ કેટલા સમય સુધી ડાઉનલોડ થશે તેની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ ફીચર ગયા મહિને WhatsApp ડેસ્કટોપ પર રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે તેને એન્ડ્રોઇડ અને iOS બીટા ટેસ્ટર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવ્યું છે.

આવી રહ્યા છે નવા ફિચર

WhatsAppમાં ઘણા નવા ફીચર્સ આવી રહ્યા છે. આમાંની એક આર્કાઇવ ચેટની સુવિધા પણ છે. આ સુવિધા હાલમાં Android અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, પરંતુ ડેસ્કટોપ પર ઉપલબ્ધ નથી. આ ફીચરની મદદથી યુઝર ચેટને આર્કાઇવ કરી શકે છે. આ સિવાય એપ ડિસઅપીયરિંગ થઈ ગયેલા મેસેજને લઈને પણ ફેરફાર કરવા જઈ રહી છે, જેના પછી ડિસઅપીયરિંગ ચેટમાં મોકલવામાં આવેલ મીડિયા ફોનની ગેલેરીમાં ઓટોમેટિક સેવ નહીં થાય.

આ પણ વાંચો: Jharkhand Latest Update: રોપ-વેના 2000 ફૂટ ઉપરથી 32 લોકોને બચાવાયા, 15 લોકો હજુ પણ ટ્રોલીમાં ફસાયા, CM સોરેને કહ્યું બધાને બચાવીશું

આ પણ વાંચો: Mandi: બનાસકાંઠાના થરા APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 5630 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">