AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News : વ્હોટ્સએપમાં પોલથી લઈને મેસેજ રિએક્શન સુધી આ ટોપ ફિચર્સ આવી રહ્યા છે, જાણો તમામ માહિતી

WhatsApp : વ્હોટ્સએપ દ્વારા તાજેતરમાં બ્રાન્ડ ન્યુ વ્હોટ્સએપ લાવવાની તૈયારી થઇ રહી છે. પેરેન્ટ કંપની Meta દ્વારા તેમની સુવિધાઓ વધુ ને વધુ યુઝર્સ સુધી સરળતાથી પહોંચે એ માટે ઘણા નવા -નવા અપડેટ્સ રોલ આઉટ કરવામાં આવશે.

Tech News : વ્હોટ્સએપમાં પોલથી લઈને મેસેજ રિએક્શન સુધી આ ટોપ ફિચર્સ આવી રહ્યા છે, જાણો તમામ માહિતી
WhatsApp (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 7:07 AM
Share

વ્હોટ્સએપ (WhatsApp) તેના પ્લેટફોર્મને તેના યુઝર્સ (Users) માટે વધુ આકર્ષક બનાવવા માટે સતત નવા ફીચર્સ પર કામ કરતું રહે છે. મેટા કંપની (Meta) તેની એન્ડ્રોઇડ અને iOS આધારિત એપ્સ માટે ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહી છે. જેમાં મેસેજ રિએક્શનથી લઈને વોટ્સએપ પોલનો સમાવેશ થાય છે. જે યુઝર્સના ઇન-એપ અનુભવને વધુ સુધારી શકે છે. વ્હોટ્સએપ આ ફીચર્સ પર લાંબા સમયથી કામ કરી રહ્યું છે. જો કે, આ ન્યુ અપડે હાલમાં પરીક્ષણમાં છે. આવનારા સમયમાં કંપની તેને તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરી શકે છે.

તો ચાલો, આપણે જાણીએ કે WhatsAppના આ આવનારા ફીચર્સ કેવી રીતે કામ કરશે અને તે તમારા માટે કેવી રીતે ઉપયોગી થશે.

  1. WhatsApp ડ્રોઈંગ ટૂલ્સ : WhatsApp ડ્રોઈંગ એડિટર માટે નવા ઈન્ટરફેસ પર કામ કરી રહ્યું છે. આ નવા ઈન્ટરફેસમાં નવા પેન્સિલ અને બ્લર ટૂલ જેવા નવા ડ્રોઈંગ ટૂલ્સનો સમાવેશ થાય છે. આ નવા ટૂલ્સ WhatsAppની લેટેસ્ટ એન્ડ્રોઇડ અને iOS બીટા એપ્સમાં ઉપલબ્ધ છે.
  2. WhatsApp મેસેજ રિએક્શન : WhatsApp મેસેજ રિએક્શન ફીચરમાં ફેરફાર કરી રહ્યું છે. અત્યાર સુધી, યુઝર્સ માત્ર 6 ઇમોજીઝનો ઉપયોગ કરી શકતા હતા – જેમ કે, પ્રેમ, હસવું, આશ્ચર્ય, ઉદાસી અને આભાર જેવી સંદેશ પ્રતિક્રિયાઓ તરીકે. હવે, કંપની 7મો વિકલ્પ રજૂ કરવાની યોજના બનાવી રહી છે જે યુઝર્સને તેમની પસંદગીનો પ્રતિસાદ પસંદ કરવા અને શેર કરવા સક્ષમ બનાવશે.
  3. WABetaInfo દ્વારા શેર કરવામાં આવેલ ફીચરની એક ઈમેજ દર્શાવે છે કે કંપની ઉપલબ્ધ ઈમોજી પછી પ્લસ આઈકોન ઉમેરશે જેથી યુઝર્સ તેમની પસંદગીના ઈમોજીઝને પસંદ કરી શકશે.
  4. WhatsApp આર્કાઇવ ચેટ્સ : WhatsAppએ પણ તેના UWP અથવા યુનિવર્સલ વિન્ડો પ્લેટફોર્મને અપડેટ કરવાનું શરૂ કર્યું છે. વિન્ડોઝ 2.2213.3.0 માટે WhatsApp બીટાના પ્રકાશન સાથે, WhatsApp UWP યુઝર્સને ચેટ્સ આર્કાઇવ અથવા અનઆર્કાઇવ કરવાની ક્ષમતા આપી રહ્યું છે.
  5. WhatsApp ચેટમાં વિકલ્પો ખોલતી વખતે નવા આઇકન પણ રજૂ કરી રહ્યું છે, જેમાં આ અપડેટ સાથે મીડિયા, ફાઇલ્સ, લિંક્સ, એન્ક્રિપ્શન અને ગ્રુપ્સનો સમાવેશ પણ થાય છે.
  6. વોટ્સએપ પોલ્સ : વ્હોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને ગ્રુપ ચેટમાં પોલ બનાવવાની મંજૂરી આપશે. આવું મતદાન બનાવતી વખતે યુઝર્સ 12 જેટલા સંભવિત વિકલ્પો ઉમેરી શકશે. તેઓ વિકલ્પને અન્ય સ્થાને ખસેડવામાં પણ સક્ષમ હશે.

આ પણ વાંચો – Tech Tips: Google એ Meet માં આપ્યું એક નવું ફીચર, જો તમે મીટિંગ છોડવાનું ભૂલી જશો તો તમને મળશે રિમાઇન્ડર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">