AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: YouTube પર એડથી કંટાળ્યા છો? ફ્રિ માં થશે દૂર, બસ કરવું પડશે આ સેટિંગ

How to block YouTube Ads: થોડા વર્ષો પહેલા YouTube પર ફક્ત એક જ જાહેરાત આવતી હતી, જે વીડિઓની શરૂઆતમાં ચાલતી હતી. ધીમે-ધીમે જાહેરાતોની સંખ્યા એકથી વધીને બે થઈ અને હવે તેની હાલત બધા જાણે છે.

Tech Tips: YouTube પર એડથી કંટાળ્યા છો? ફ્રિ માં થશે દૂર, બસ કરવું પડશે આ સેટિંગ
YouTube Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 11:05 AM
Share

આજના સમયમાં ફ્રી કંઈ મળતું નથી, દરેક વસ્તુની કિંમત હોય છે. આનું સૌથી પરફેક્ટ ઉદાહરણ YouTube છે, જેના પર યુઝર્સ ‘ફ્રી'(Ad Free)માં વીડિયો જુએ છે. યુટ્યુબ (YouTube)પર જોવા મળતા વીડિયો ભલે ફ્રિમાં લાગતા હોય પરંતુ તેના માટે તમે સારી એવી કિંમત ચૂકવી રહ્યા છો. તમે તમારા ડેટા અને સમયના સંદર્ભમાં આ કિંમત ચૂકવો છો. જો તમને યાદ હોય તો, થોડા વર્ષો પહેલા YouTube પર ફક્ત એક જ જાહેરાત આવતી હતી, જે વીડિઓની શરૂઆતમાં ચાલતી હતી. ધીમે-ધીમે જાહેરાતોની સંખ્યા એકથી વધીને બે થઈ અને હવે તેની હાલત સૌની સામે છે.

અગાઉ તમને એડ સ્કિપ કરવા માટે એક બટન પણ મળતું હતું. બટન હજી પણ ઉપલબ્ધ છે, પરંતુ તમારે તેને સ્કિપ કરવા માટે રાહ જોવી પડે છે. YouTube પર એડ ફ્રી અનુભવ માટે, તમારે તેની પ્રીમિયમ ઍક્સેસ લેવી પડે છે. YouTube પ્રીમિયમ પ્લાન 129 રૂપિયા માસિકથી શરૂ થાય છે.

જો તમે YouTube નો પ્રીમિયમ પ્લાન ખરીદ્યા વિના એડ ફ્રી અનુભવ ઈચ્છો છો, તો તમારે આ માટે એડ બ્લોકરની જરૂર પડશે. મોબાઈલ અથવા પર્સનલ કમ્પ્યુટર પર જો તમે ક્રોમ અથવા Edge બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો તમે સરળતાથી એડ બ્લોકરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે એડબ્લોક ફોર યુટ્યુબ એક્સટેન્શન (AdBlock For YouTube)નો ઉપયોગ કરવો પડશે. આ એક્સ્ટેંશન ઇન્સ્ટોલ કર્યા પછી, તમે એડ વિના YouTube જોઈ શકો છો.

તમે આ વિકલ્પ પણ અજમાવી શકો છો

બીજી રીત થર્ડ પાર્ટી એડ બ્લોકર એપ્સનો ઉપયોગ કરી શકો છે. આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store)પરથી ફ્રી એડબ્લોકર બ્રાઉઝર એડબ્લોક એન્ડ પ્રાઈવેટ બ્રાઉઝર (Free Adblocker Browser: AdBlock & Private Browser)ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરવાનું રહેશે. આ એક સરળ બ્રાઉઝર છે, જે સાઇટ્સ પર દેખાતી મોટાભાગની એડને બ્લોક કરે છે. તમે આના જેવી અન્ય કોઈપણ એપ પણ અજમાવી શકો છો. પરંતુ ધ્યાન રહે કે તે સિક્યોર હોય તેનું ધ્યાન રહે.

YouTube પર એડ ફ્રી અનુભવ માટે તમારે આ બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. આના પર તમે તમારી પસંદગીનું સર્ચ એન્જિન પણ પસંદ કરી શકો છો. હવે તમારે YouTube પર સર્ચ કરવું પડશે અને તમે જાહેરાતો વિના YouTube વીડિઓઝ જોઈ શકો છો.

આ પણ વાંચો: Viral: Vimal ની એડમાં અક્ષય કુમારે કહ્યું ‘જુબા કેસરી’, વાયરલ થયા Funny Memes 

આ પણ વાંચો: Viral Video : બે યુવકોએ બતાવ્યું અદ્ભુત ટેલેન્ટ, તમે ભાગ્યે જ આવી કળા જોઈ હશે, જુઓ વીડિયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">