Tech Tips : WhatsApp પર કોઈએ બ્લોક કર્યા છે તો ચિંતા ન કરો, આ ટ્રિકથી જાતે જ કરો અનબ્લોક
આજે અમે તમને એવી રીત જણાવી રહ્યા છીએ જેના દ્વારા જો કોઈ વ્યક્તિએ તમને આ એપ પર બ્લોક કરી દીધા છે, તો તમે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમારી જાતને ફરીથી અનબ્લોક (Unblock) કરી શકો છો.

આજકાલ, જો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે, તો તે વોટ્સએપ (WhatsApp)છે. વિશ્વભરમાં લાખો લોકો WhatsApp દ્વારા ચેટ કરે છે. આ સાથે ઓફિસના કામમાં પણ વોટ્સએપનું ખૂબ મહત્વ છે. આજે અમે તમને એવી રીત જણાવી રહ્યા છીએ જેના દ્વારા જો કોઈ વ્યક્તિએ તમને આ એપ પર બ્લોક કરી દીધા છે, તો તમે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમારી જાતને ફરીથી અનબ્લોક કરી શકો છો.
આપની જાણકારી માટે જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિએ તમને WhatsApp પર બ્લોક કર્યા છે, તો તમે તે વ્યક્તિનું સ્ટેટસ અને ડિસ્પ્લે ફોટો જોઈ શકશો નહીં. જો તમને પણ કોઈ વ્યક્તિ દ્વારા બ્લોક કરવામાં આવ્યા હોય અને તમે તેની સાથે વાત કરવા માંગો છો, તો તમે તમારી જાતને અનબ્લોક કરી શકો છો અને તે વ્યક્તિને મેસેજ મોકલી શકો છો. આ માટે તમારે માત્ર કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. તો ચાલો શરુ કરીએ.
તમે તમારું એકાઉન્ટ કાઢી નાખો અને ફરીથી સાઇન અપ કરો. આમ કરવાથી તમને બ્લોક કરનાર કોઈપણ વ્યક્તિ દૂર થઈ જશે અને તમે અનબ્લોક થઈ જશો. જો કે, તે પહેલા તમારે ધ્યાન રાખવું પડશે કે એકાઉન્ટ ડિલીટ કરવાથી સમગ્ર બેકઅપ નાશ પામે છે.
આ કરવા માટે, સૌથી પહેલા તમારા મોબાઈલમાં વોટ્સએપ ઓપન કરો, સેટિંગ્સ ઓપ્શનમાં જાઓ અને એકાઉન્ટ પર ક્લિક કરો. અહીં તમને Delete my account લખેલું દેખાશે, તમારે ત્યાં ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે દેશના કોડની સાથે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
તે કોડ ફાઇલ કર્યા પછી તમે ફરીથી whatsapp ઍક્સેસ મેળવી શકો છો. તમે અહીં ફરીથી એકાઉન્ટ બનાવી શકો છો. હવે તમે જોશો કે જે વ્યક્તિએ તમને બ્લોક કર્યા છે, તેમના માટે તમને અનબ્લોક કરવામાં આવશે. અહીં નોંધ લેવી જરૂરી છે કે એકાઉન્ટ ડીલીટ કરવું કે નહીં યુઝર્સની ઈચ્છા પર આધારીત છે અહીં માત્ર ઉપાય જણાવામાં આવ્યો છે જેને ક્યા સંજોગોમાં અપનાવવો તે યુઝર પર નિર્ભર કરે છે.
આ પણ વાંચો: Tech Tips: શું છે વાઈ-ફાઈ કૉલિંગ? જાણો તેના ફાયદા શું છે અને પોતાના સ્માર્ટફોનમાં કેવી રીતે કરવું સેટિંગ
આ પણ વાંચો: જો આધાર કાર્ડને લગતી કોઈ સમસ્યા હોય તો આ નંબરને ડાયલ કરો, તરત જ મળી જશે ઉકેલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો