Tips And Tricks: Laptop ખોલતા જ સ્ટાર્ટ થઈ જશે, સમયનો બગાડ નહીં થાય, જાણો આ કમાલની ટ્રિક

Tech Tips: ઘણી વખત લેપટોપ સ્ટાર્ટ થવામાં ઘણો ટાઈમ લે છે આ સ્થિતિમાં તમે આ ટિપ્સ અને ટ્રિક (Tips And Tricks)અપનાવી આ સમસ્યાનો હલ મેળવી શકો છો.

Tips And Tricks: Laptop ખોલતા જ સ્ટાર્ટ થઈ જશે, સમયનો બગાડ નહીં થાય, જાણો આ કમાલની ટ્રિક
Laptop Tips and Tricks (PC: iStock)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 1:00 PM

તમારું લેપટોપ (Laptop)ગમે તેટલું ઝડપી હોય, તેને શરૂ કરવામાં અને તેને સ્લીપ મોડ(Sleep Mode)માંથી જગાડવામાં ચોક્કસ સમય વેડફાય છે. જ્યારે પણ તમે લેપટોપનું લિડ (લેપટોપનો સ્ક્રીન ભાગ) બંધ કરો છો, ત્યારે તે સ્લીપ મોડમાં જાય છે અને તેની સ્ક્રીન પણ બંધ થઈ જાય છે. આ પછી, જ્યારે પણ તમે લેપટોપનું લિડ ખોલો છો અને લેપટોપનો ફરીથી ઉપયોગ કરવા માંગો છો, તો તેના માટે તમારે તેને સ્લીપ મોડમાંથી જગાડવું પડે છે. ત્યારે ઘણી વખત લેપટોપ સ્ટાર્ટ થવામાં ઘણો ટાઈમ લે છે આ સ્થિતિમાં તમે આ ટ્રિક અપનાવી આ સમસ્યાનો હલ મેળવી શકો છો.

લેપટોપ સ્ટાર્ટની પ્રક્રિયામાં, તમારી થોડી સેકન્ડો અથવા તો મિનિટો બગડી જાય છે. ત્યારે આજે અમે તમને એવી ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમારો ઘણો સમય બચી જશે. જો તમે લેપટોપના સેટિંગ્સમાં થોડો ફેરફાર કરો છો, તો તેનું લિડ એટલે કે ઢાંકણ બંધ કર્યા પછી પણ તે સ્લીપ મોડ પર નહીં જાય અને સ્ક્રીન પણ ચાલુ રહેશે. ખાસ વાત એ છે કે આ ટ્રિક MacBook અને Windows બંને લેપટોપ પર કામ કરશે. તો ચાલો જાણીએ.

MacBook માટે ટ્રિક

  1. તમારું MacBook ખોલો અને ઉપર ડાબી બાજુએ Apple ચિહ્ન પર ક્લિક કરો અને પછી System Preferences પસંદ કરો.
  2. વિન્ડોની ડાબી બાજુએ Battery અને પછી power Adapter ટેબ પર ક્લિક કરો.
  3. આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
    સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
    PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
    સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
    IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
    ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર
  4. ત્યાર બાદ, “Turn display off after” સેક્શન પર જાઓ અને સ્લાઇડરને જમણી તરફ ખેંચી Never કરી દો.
  5. જ્યારે ડિસ્પ્લે બંધ હોય ત્યારે કમ્પ્યુટરને સ્લીપ મોડમાંથી આપમેળે રોકવા માટે ચેકબોક્સને ક્લિક કરો.

Windows Laptop યુઝર્સ આ રીતે બદલો સેટિંગ્સ

  1. તમારું ડિવાઈસ ખોલો અને Control Panel પર જાઓ.
  2. અહીં સર્ચ બોક્સમાં “Power” ટાઈપ કરો અને પછી Power Options પર ક્લિક કરો.
  3. ડાબી બાજુની નેવિગેશન પેનલમાં, Choose what closing the lid does પર ક્લિક કરો.
  4. તમે પાવર અને સ્લીપ બટનો અને લિડ સેટિંગ્સ જોશો.
  5. અહીં When I close the lid સેટિંગ જોશો. અહીં બે ઓપ્શન બેટરી ચાલુ હોવા પર અને પ્લગ ઇન કરતા સમય મળશે, તમે અહીં
  6. કોઈ એક અથવા બંન્નેને Nothing પર સેટ કરી શકો છો.
  7. ફેરફારો Save કરો.

આ પણ વાંચો: Tech Tips: તમારા પાન કાર્ડ પર અન્ય કોઈએ તો નથી લીધીને લોન?, આ ઓનલાઈન રીતથી કરો ચેક

આ પણ વાંચો: Tech Tips: અનેક GB ડેટા યુઝ કરે છે WhatsApp વીડિયો અને વોઈસ કોલિંગ, બચાવો છે ડેટા તો ફોલો કરો આ ટીપ્સ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">