Happy Mother’s Day : ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ કહ્યુ હેપ્પી મધર્સ ડે
Happy Mother's Day : આજે દુનિયાભરમાં મધર્સ ડેની ઉજવણી થઇ રહી છે. માં ને સમર્પિત આ વિશેષ દિવસ પર ગૂગલે શાનદાર અને મનમોહક અંદાજમાં ડૂડલ બનાવીને દુનિયાભરની માંને સલામ કર્યુ છે. મધર્સ ડેના મોકા પર ગૂગલે દુનિયાભરની માતાઓને તેમના બલિદાન અને ત્યાગ માટે યાદ કર્યા છે

Happy Mother’s Day : આજે દુનિયાભરમાં મધર્સ ડેની ઉજવણી થઇ રહી છે. માં ને સમર્પિત આ વિશેષ દિવસ પર ગૂગલે શાનદાર અને મનમોહક અંદાજમાં ડૂડલ બનાવીને દુનિયાભરની માંને સલામ કર્યુ છે. મધર્સ ડેના મોકા પર ગૂગલે દુનિયાભરની માતાઓને તેમના બલિદાન અને ત્યાગ માટે યાદ કર્યા છે. ગૂગલે રંગબેરંગી ખૂબસૂરત પૉપ અપ કાર્ડ દ્વારા તમામ માંને શુભકામના આપી છે.
દુનિયાભરમાં દરવર્ષે તમામ માં ને સમ્માન આપવા માટે દરવર્ષે મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસે માંને સમર્પિત થાય છે ભારતમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. આજે એટલે ક મધર્સ ડે પર ગૂગલે એક ખાસ અંદાજમાં ડૂડલ બનાવ્યુ છે. ગૂગલનુ ડૂડલ આજે દુનિયાભરની તમામ માંને સમર્પિત છે. એટલે ડૂડલ દ્વારા ગૂગલે માંના દિવસને સેલિબ્રેટ કર્યો છે. આ ડૂડલ એક સ્ટિલ ઇમેજના હોકર પોપ-કાર્ડ છે. જેમાં અનેક રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડૂડલ એક ખાસ રીતનું ડિજિટલ કાર્ડ છે. આ વર્ષે ગૂગલ-ડૂડલ કાર્ડ ક્રાફ્ટ શાનદાર ઉદાહરણ છે.
રંગ-બેરંગી સુંદર ગૂગલના આ ડૂડલને ઓલવિયાએ ડિઝાઇન કર્યુ છે. આ ગૂગલ માંને સમર્પિત છે જેમણે કોઇ શર્ત વગર પોતાના બાળકોને અથાગ પ્રેમ આપ્યો છે. ગૂગલ દ્વારા બનાવવામાં આવેલા આ ડૂડલ પર ક્લિક કરવાથી એક કાર્ડ પૉપ-પપ ખુલે છે જેના પર કેટલાય દિલ બનેલા છે. આ ડૂડલ ખરેખર સુંદર છે.
અલગ-અલગ દેશમાં મધર્સ ડેને અલગ અલગ તારીખ પર મનાવવામાં આવે છે. બ્રિટેનમાં માર્ચના ચોથા રવિવારે મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. જ્યારે ગ્રીસમાં 2 ફેબ્રુઆરીએ આ ખાસ દિવસ મનાવવામાં આવે છે. બોલીવિયામાં મધર્સ-ડે 27મેના દિવસે મનાવાય છે. 27 મે 1812ની ક્રાંતિ છે. જેમાં સ્પેનની સેનાએ બોલિવિનમાં એ મહિલાઓની હત્યા કરી હતી જ આઝાદી માટ લડી રહી હતી. એ સાહસી મહિલાઓને સમ્માન દેવા માટે 27મેએ મધર્સ ડે મનાવવામાં આવે છે.
Latest News Updates





