Tech Tips: Facebook નું સીક્રેટ ફિચર! સરળતાથી દૂર થઈ જશે તમારી સૌથી ખરાબ ટેવ
ક્વાયટ મોડ(Quiet Mode) વધારાની નોટિફિકેશનને મ્યૂટ કરવા અને એપ્લિકેશનમાં તમારા સમયને મર્યાદિત કરવા સહિત ઘણી બધી વસ્તુઓ કરે છે. આ ફેસબુક એપનું એક એવું ફીચર છે, જેના દ્વારા તમે તમારા ફેસબુકના સમયને સરળતાથી મેનેજ કરી શકશો.
ફેસબુકનો ક્વાયટ મોડ(Quiet Mode)લગભગ બે વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ ઘણા લોકો તેના વિશે જાણતા નથી. આ ફીચર સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે બનાવવામાં આવ્યું છે. Quiet Mode વધારાની નોટિફિકેશનને મ્યૂટ કરવા અને એપ્લિકેશનમાં તમારા સમયને મર્યાદિત કરવા સહિત ઘણી બધી વસ્તુઓ કરે છે. આ ફેસબુક એપનું એક એવું ફીચર (New Feature) છે, જેના દ્વારા તમે તમારા ફેસબુક(Facebook)ના સમયને સરળતાથી મેનેજ કરી શકશો. જો તમે નથી જાણતા કે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો અને તે તમારો સમય બગાડવા જેવી ખરાબ આદતથી કેવી રીતે છુટકારો મેળવી શકે છે, તો આપેલા સ્ટેપ્સને ફોલો કરો.
- તમારી ફેસબુક એપ ખોલો અને જમણી બાજુએ બનેલા હેમ્બર્ગ આઇકોન પર ક્લિક કરો.
- હવે નીચે સ્ક્રોલ કરો અને નીચે આપેલા Settings and Privacy વિકલ્પ પર જાઓ અને પછી Settings પર ક્લિક કરો.
- અહીં તમને Preferences નો સેક્શન દેખાશે જ્યાં તમને Facebook પર તમારો સમય લખાયેલો દેખાશે, જ્યારે તમે તેના પર ક્લિક કરશો તો તમને ઘણા વિકલ્પો દેખાશે.
- અહીં આપેલા See Time વિકલ્પ પર ક્લિક કરીને તમે જાણી શકો છો કે તમે ફેસબુકમાં કેટલો સમય સ્પેન્ડ થયો છે.
- હવે તમે મેનેજ યોર ટાઈમ પર ક્લિક કરો, જ્યાં તમને Quiet Mode દેખાશે, તેને ચાલુ કરો, જો તમે ઈચ્છો તો, તમે Schedule Quiet Mode પર જઈને તમારો ટાઈમ શેડ્યુલ પણ કરી શકો છો.
- આપને જણાવી દઈએ કે જ્યારે આ ફીચર સક્ષમ હોય છે અને ફેસબુક પર આવતા પુશ નોટિફિકેશન મ્યૂટ થઈ જાય છે. જો યુઝર્સ ઇચ્છે છે, તો તેઓ ફેસબુક ક્વાયટ મોડના ફીચરને કેટલા સમય સુધી ચાલુ રાખવાનો છે તેનો સમય પણ શેડ્યૂલ કરી શકે છે.
આ પણ વાંચો: Tech News: iPhone યુઝર્સ માટે મોટા સમાચાર, એપલે ડેવલપર્સને આપી નોટિસ, આ એપ્લિકેશનો એપ સ્ટોરમાંથી કરાશે દૂર
આ પણ વાંચો: Tech Tips: WhatsAppના નવા Group Call ફિચરનો કેવી રીતે કરવો ઉપયોગ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો