AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News : Twitter ખરીદ્યા બાદ Elon Musk નું નવું ટ્વીટ, હવે Coca Cola ખરીદશે ?

એલોન મસ્ક ટ્વિટર પર સતત એક્ટિવ રહે છે ત્યારે એલોન મસ્કએ ગુરુવારે કહ્યું છે કે તે આગામી વખતે કોકા-કોલા ખરીદશે. તેણે ટ્વીટ કર્યું, 'હવે હું કોકા કોલા ખરીદવા જઈ રહ્યો છું, જેથી હું તેમાં કોકેઈન (cocaine)નાખી શકુ.

Tech News : Twitter ખરીદ્યા બાદ Elon Musk નું નવું ટ્વીટ, હવે Coca Cola ખરીદશે ?
Elon Musk Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 11:33 AM
Share

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter)બાદ હવે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Elon Musk)નું વધુ એક ટ્વિટ ચર્ચાનો વિષય બની રહ્યું છે. ખરેખર, એલોન મસ્કે કોકા કોલા (Coca Cola) ખરીદવા અંગે ટ્વિટ કર્યું છે. એલોન મસ્ક ટ્વિટર ખરીદ્યા બાદથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તેઓ એક પછી એક ટ્વિટ કરી રહ્યા છે. એલોન મસ્કએ ગુરુવારે કહ્યું છે કે તે આગામી વખતે કોકા-કોલા ખરીદશે. તેણે ટ્વીટ કર્યું, ‘હવે હું કોકા કોલા ખરીદવા જઈ રહ્યો છું, જેથી હું તેમાં કોકેઈન (Cocaine) નાખી શકુ.

એલોન મસ્ક ટ્વિટર પર સતત એક્ટિવ રહે છે

સ્ક્રીન શૉટ શેર કરતાં તેણે લખ્યું, સાંભળો, હું ચમત્કાર કરી શકતો નથી.

એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું

એલોન મસ્કે તાજેતરમાં ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેણે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ખરીદવા માટે 44 બિલિયન ડોલર (આશરે રૂ. 3368 અરબ રૂપિયા) ખર્ચ્યા. ટ્વિટર ખરીદ્યા બાદ એલોન મસ્કે કહ્યું કે, કોઈપણ લોકશાહી માટે કામ કરવા માટે ફ્રી સ્પીચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. Twitter એ એક ડિજિટલ ટાઉન સ્ક્વેર છે જ્યાં માનવતાના ભવિષ્યની ચર્ચા થાય છે.

તેને આગળ કહ્યું કે તે ટ્વિટરને નવા ફીચર્સ સાથે વધુ સારું બનાવવા માંગે છે. તેણે ટ્વીટમાં એમ પણ લખ્યું છે કે તે તેના અલ્ગોરિધમને ઓપન સોર્સ રાખીને વિશ્વાસ વધારવા માંગે છે. આ પહેલા એલોન મસ્કે ટ્વિટ કર્યું હતું કે, ટ્વિટર ડાયરેક્ટ મેસેજમાં સિગ્નલની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હોવું જોઈએ. જેથી કરીને કોઈ તમારા મેસેજની જાસૂસી કે હેક ન કરી શકે.

કોકા કોલાની સ્થાપના 1886માં થઈ હતી

કોકા કોલા કંપનીની સ્થાપના મે 1886 માં અમેરિકાના જ્યોર્જિયામાં કરવામાં આવી હતી. તે જ્હોન પેમ્બર્ટન (John Pemberton)દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેને 1887માં આસા ગ્રિગ્સ કૈંડલર (Asa Griggs Candler)દ્વારા 2300 ડોલરમાં ખરીદવામાં આવી હતી.

આજે કોકા-કોલા કંપની 200 થી વધુ દેશોમાં હાજર છે. વિશ્વભરમાં 900 થી વધુ પ્લાન્ટ છે. એટલું જ નહીં કંપનીમાં 7 લાખ કર્મચારીઓ કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર, કોકા-કોલાની કુલ નેટવર્થ 19.80 લાખ કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો: WhatsApp યુઝર્સ પર થશે પૈસાનો વરસાદ, બસ કરવું પડશે આ કામ, જાણો કેવી રીતે મળશે Reward

આ પણ વાંચો:  Viral: 40 ડીગ્રી તાપમાન પહોંચ્યુ તો મહિલાએ બોનેટ પર શેકી રોટલી, લોકોએ કહ્યું ‘આઈડિયા સારો છે’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">