MONEY9: ઇન્કમ ટેક્સ રિએસેસમેન્ટની વ્યવસ્થામાં ફેરફારથી વધશે ટેક્સ પેયર્સની મુશ્કેલીઓ

આ ફેરફારથી આવકવેરા વિભાગને જુના એસેસમેન્ટને ફરીથી ખોલવાની વધારે આઝાદી મળી છે. ટેક્સ એક્સપર્ટ્સને ડર છે કે આ સંશોધનોના કારણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વધુ રિએસેસમેન્ટ નોટિસ મોકલી શકે છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 10, 2022 | 3:24 PM

MONEY9: પહેલી એપ્રિલથી ઇન્કમ ટેક્સ (INCOME TAX) રિએસેસમેન્ટ (REASSESSMENT) ની વ્યવસ્થામાં ઘણાં ફેરફાર સરકારે કર્યા છે. પરંતુ છેલ્લા બજેટમાં થયેલા એક મોટા ફેરફારથી અનેક ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર્સ જ ગોથે નથી ચડ્યાં પરંતુ આ ફેરફારે કોર્પોરેટ્સની પણ મુશ્કેલીઓ વધારી દીધી છે. આ જ કારણ છે કે ટેક્સ કન્સ્લટન્ટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પાસે આ ફેરફાર સાથે જોડાયેલા સવાલોનું ઘોડાપુર આવી ગયું છે.

આ ફેરફારથી આવકવેરા વિભાગને જુના એસેસમેન્ટને ફરીથી ખોલવાની વધારે આઝાદી મળી છે. ટેક્સ એક્સપર્ટ્સને ડર છે કે આ સંશોધનોના કારણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વધુ રિએસેસમેન્ટ નોટિસ મોકલી શકે છે. જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને એવું લાગે કે કોઇ ટેક્સપયરે કોઇ મોટો ખર્ચ કર્યો છે અને તેનું કારણ તેમને નથી જણાવ્યું તો તેને ટેક્સ નોટિસ મોકલી શકે છે. જુની વ્યવસ્થામાં એ હતું કે જો કોઇ 50 લાખ રૂપિયાથી ઉપરની કોઇ એસેટ અંગે આવકવેરા વિભાગને ન જણાવે તો તેનું ટેક્સ રિએસેસમેન્ટ કરી શકાતું હતું. આવું છેલ્લા 10 વર્ષ સુધીના કેસમાં થઇ શકતું હતું. પરંતુ હવે આ રૂલ બદલાઇ ગયો છે અને તેને સમજવું જરૂરી છે.

આવકવેરા વિભાગ માટે રિએસેસમેન્ટના કાર્યક્ષેત્રને વધારે વિસ્તૃત કરી દેવામાં આવ્યું છે. હવે જો કોઇ કંપની કે ઇન્ડિવિજ્યુઅલની 50 લાખ રૂપિયા કે તેથી વધુની આવક કે ખાતામાં રહેલી એન્ટ્રીઝ અંગે કોઇ સ્પષ્ટીકરણ ન મળે તો આવકવેરા વિભાગ 10 વર્ષ જુના સુધીના આવા કેસોને ફરીથી ખોલી શકે છે. જો આવી છુપાવેલી કમાણી કે ખર્ચ 50 લાખ રૂપિયાથી ઓછો હોય તો રિએસેસમેન્ટની મર્યાદાને અગાઉના 6 વર્ષના બદલે ઘટાડીને હવેથી 3 વર્ષનો કરી દેવામાં આવ્યો છે.

સ્પષ્ટીકરણ વગરના ખર્ચામાં મોટી ઇવેન્ટ પર કરવામાં આવેલો ખર્ચ, મોંઘી એસેટ્સ જેવી વસ્તુઓ આવે છે. ત્યાં સુધી કે ખાતામાં એવી કોઇ એન્ટ્રી છે જેનું સ્પષ્ટીકરણ નથી તો તેની પર પણ તમને ટેક્સ રિએસેસમેન્ટની નોટિસ આવી શકે છે. માની લો કે તમે કોઇ લોન લીધી હતી. તેને ઓછા સમયમાં જ ચૂકવી દેવામાં આવી તો તેની પર પણ તમને નોટિસ આવી શકે છે. આ નવા પ્રોવિઝન્સ ફાઇનાન્સ બિલ 2022નો હિસ્સો છે.   

હવે સવાલ એ ઉભો થાય છે કે છેવટે આની રીત શું છે. નવી જોગવાઇઓ હેઠળ આવકવેરા વિભાગ ઘણાં સોર્સિઝ દ્વારા કેસને રિઓપન કરી શકે છે. અત્યાર સુધી ટેક્સ ડિપાર્ટમેન્ટ સીબીડિટીના રિસ્ક મેનેજમેન્ટના બતાવેલા આંકડા અને કેગની આપત્તિઓના આધારે જ કાર્યવાહી કરતું હતું. પરંતુ હવે તેના હાથમાં વધારે હથિયાર આવી ગયા છે. તેમાં કોઇ ઓડિટમાં આવેલી આપત્તિઓ, વિદેશી ટેક્સ ઓથોરિટીઝની જાણકારીઓ, ટ્રીબ્યુનલ કે કોઇ અદાલતના ચુકાદા સામેલ છે. આઇટી ડિપાર્ટમેન્ટનું ઇનસાઇટ પ્લેટફૉર્મ પણ ટેક્સ અધિકારીઓને ટેક્સ ચોરોને પકડવામાં મદદ કરે છે. ઇનસાઇટ પ્લેટફોર્મ રિપોર્ટિંગ એકમોથી ડેટાને પ્રોસેસ કરે છે.

એસેસમેન્ટ યર 2018-19ના અનુસાર, ભારતમાં ફક્ત 3 લાખ લોકો જ એવા હતા જેમની કમાણી 50 લાખ રૂપિયા કે તેથી વધુ છે. હવે ડર એ છે કે વ્યાપ વધવાથી ટેક્સ નોટિસોનું ક્યાંક ઘોડાપુર ન આવી જાય.

ટેક્સ એક્સપર્ટ અને સીએ સુનીલ ગર્ગ કહે છે કે આ વર્ષે બજેટમાં સંશોધન છતાં સરકારે કેટલાક સેફગાર્ડ ટેક્સપેયરને આપ્યા છે. સેકશન 148-એ હેઠળ આ સુરક્ષા આપવામાં આવી છે. પરંતુ આવકવેરા વિભાગના કામકાજની પદ્ધતિને જોતાં નવા નિયમથી કેસોનું ભારણ વધવાનો રસ્તો ખુલી શકે છે. ગત વર્ષના બજેટમાં નાણામંત્રીએ ખાતરી આપી હતી કે હવે કાયદાકીય કેસો ઓછા થશે પરંતુ આવું છે નહીં. સૌથી વધુ કેસો ઇન્કમ ટેક્સ વિભાગના નામે જ બોલે છે. 8 લાખ કરોડ રૂપિયા સાથે સંકળાયેલા લગભગ 5 લાખ કેસો આવકવેરા વિભાગ અને ટેક્સ પેયર્સ વચ્ચે ચાલી રહ્યા છે.

મની9ની સલાહ

  • ટેક્સ પેયર્સે હંમેશા મોટી લેવડદેવડ સાથે જોડાયેલા દસ્તાવેજ સાચવીને રાખવા જોઇએ. જેથી બાદમાં કોઇપણ પરેશાનીથી બચી શકાય છે.
  • ટેક્સ સંબંધિત તમે આપેલી જાણકારીઓમાં પણ સંતુલન હોવું જોઇએ. જો તેમાં અનિયમિતતા દેખાશે તો તમને પણ નોટિસ મળી શકે છે.
Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">