Fino Payments Bank IPO : ફાયનાન્સ કંપનીનો આજે IPO ખુલ્યો, રોકાણ પહેલા જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર

ફિનો પેમેન્ટ બેંક એક ફાયનાન્સ કંપની છે જે નાણાકીય ઉત્પાદનોની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. કંપનીનો વ્યવસાય મુખ્યત્વે ડિજિટલ અને પેમેન્ટ આધારિત સેવાઓ પર કેન્દ્રિત છે.

Fino Payments Bank IPO : ફાયનાન્સ કંપનીનો આજે IPO ખુલ્યો, રોકાણ પહેલા જાણો કંપની અને  તેની યોજનાઓ વિશે વિગતવાર
Tega Industries IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 6:58 AM

Fino Payments Bank IPO : ફિનો પેમેન્ટ્સ બેંક લિમિટેડ(Fino Payments Bank Ltd)નો IPO 29 ઓક્ટોબરના રોજ ખુલશે અને 2 નવેમ્બરે બંધ થશે. આ આઇપીઓમાં રૂ. 300 કરોડના ફ્રેશ ઈશ્યુ રહેશે. આ સાથે જ ફિનો પેટેક લિમિટેડ ઓફર ફોર સેલમાં 1.56 કરોડ શેર વેચશે. આ સ્ટોક 12 નવેમ્બરે એક્સચેન્જોમાં લિસ્ટ થશે. નોંધપાત્ર છે કે ફિનો પેમેન્ટ બેન્કમાં Blackstone, ICICI Group, Bharat Petroleum અને IFC જેવા મોટા રોકાણકારોનું રોકાણ છે.

Axis Capital, CLSA Capital, ICICI Securities and Nomura Financial advisory and Securities આ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે. આ IPOના ફ્રેશ ઈશ્યુમાંથી મળેલી આવકનો ઉપયોગ કંપનીની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા કંપનીના ટિયર 1 કેપિટલ બેઝને વધારવા માટે કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2021 માં કંપનીનો ટિયર 1 કેપિટલ રેશિયો 56.25 ટકા હતો.

ઝડપથી વિકસતી કંપની ફિનો પેમેન્ટ બેંક એક ફાય નાન્સ કંપની છે જે નાણાકીય ઉત્પાદનોની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. કંપનીનો વ્યવસાય મુખ્યત્વે ડિજિટલ અને પેમેન્ટ આધારિત સેવાઓ પર કેન્દ્રિત છે. માર્ચ 2021 સુધી આ પ્લેટફોર્મ દ્વારા લગભગ 43.49 કરોડ વ્યવહારો થયા હતા. આ તમામ વ્યવહારોનું કુલ મૂલ્ય 1.33 લાખ કરોડ રૂપિયા હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જો તમે કંપનીની નાણાકીય કામગીરી પર નજર કરો તો 2021 ના નાણાકીય વર્ષમાં કુલ આવક 791.03 કરોડ રૂપિયા હતી. જે ગયા વર્ષે રૂ. 691.40 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન કંપનીને રૂ. 20.47 કરોડનો નફો થયો હતો.

Fino Payments Bank IPO Detail IPO Open Date                            Oct 29, 2021 IPO Close Date                            Nov 2, 2021 Basis of Allotment Date            Nov 9, 2021 Initiation of Refunds                Nov 10, 2021 Credit of Shares                         Nov 11, 2021 IPO Listing Date                       Nov 12, 2021

આ IPO માં પણ ઉપલબ્ધ છે રોકાણની તક જો તમે પ્રારંભિક પબ્લિક ઓફર (IPO) થી પૈસા કમાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મોટી તક આવી છે જ્યાં તમને કરોડોની કમાણી કરતી કંપનીમાં રોકાણ કરવાની તક મળશે. અમે બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટ્સની લોકપ્રિય ઓનલાઈન બ્રાન્ડ Nykaa વિશે વાત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે Nykaa IPO 28 ઓક્ટોબરે ખુલ્યો છે. FSN E-Commerce Ventures એ Nykaa ની માલિકી ધરાવે છે. આ ઈસ્યુમાંથી 5,352 કરોડ રૂપિયા એકત્ર કરવાની કંપની તૈયારી કરી રહી છે. તેની બે બ્રાન્ડ Nykaa અને Nykaa Fashion છે.

Nykaa 2012 માં લોન્ચ કરવામાં આવી હતી. તે દેશની સૌથી અલગ સ્ટાર્ટઅપ કંપની હતી. તેમાં પ્રારંભિક ભંડોળ ખાનગી ઇક્વિટી ફર્મ TPG તરફથી છે. કંપનીની શરૂઆત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયરે કરી હતી. રસપ્રદ વાત એ છે કે, Nykaa એ દેશના કેટલાક ઓનલાઈન રિટેલર્સમાંની એક છે જે નફામાં ચાલી રહી છે.

આ પણ વાંચો :   Share Market Crash: શેરબજારમાં કડાકો બોલ્યો, Sensex 1158 અંક તૂટ્યો, રોકાણકારોને 8 દિવસમાં 14 લાખ કરોડનું નુકસાન

આ પણ વાંચો : ચાલબાઝ ચીનને ગુજ્જુ કારોબારી ભારે પડયા, Gautam Adani નો શ્રીલંકા સ્થિત આ પ્રોજેક્ટ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂતી અને સુરક્ષા પ્રદાન કરશે

g clip-path="url(#clip0_868_265)">