IRCTC Stock Split: IRCTC નું એક સામે પાંચ શેરોમાં વિભાજન થયું, સ્પ્લિટ બાદ શેર 11 ટકાથી વધુ ઉછળ્યો
IRCTCની આ પહેલ રિટેલ રોકાણકારો માટે તેના શેર ખરીદવાનું સરળ બનાવશે જેમનો બજાર હિસ્સો લગભગ 45 ટકા છે. શેર વિભાજન પછી IRCTC શેરની સંખ્યા 25 કરોડ થી વધીને 125 કરોડ થઈ જશે અને તેનો બજાર હિસ્સો વધશે.
IRCTC Stock Split: IRCTCનું બહુપ્રતીક્ષિત સ્ટોક સ્પ્લિટ ગુરુવારે પૂર્ણ થયું છે. કંપનીનો એક શેર પાંચ શેરમાં વિભાજીત થયો ચેહ. મતલબ કે જો તમારી પાસે IRCTCના 10 શેર હોય તો તે 50 શેર બનશે. શેરના વિભાજન પછી, IRCTCના શેર આજે 10 ટકાથી વધુ ઊંચા વેપાર કર્યો હતોછે. કંપનીનો શેર આજે 11.74 ટકાના વધારા સાથે રૂ. 923 પર બંધ થયો હતો. બુધવારે કંપનીના શેર 4100ની ઉપર બંધ થયા હતા.
સ્ટોક સ્પ્લિટ નાના રોકાણકારોને આકર્ષિત કરશે સ્ટોક સ્પ્લિટ નાના રોકાણકારોને તેને ખરીદવા આકર્ષિત કરશે. કારણ કે શેર મોંઘો હોવાના કારણે નાના રોકાણકારો મોટા શેરો ખરીદવા અચકાતા હોય છે. બજારના નિષ્ણાતના મતે કંપની સ્ટોક સ્પ્લિટ દ્વારા તેના બાકી શેરોની સંખ્યામાં વધારો કરે છે અને વર્તમાન શેરધારકોને વધુ શેર મળે છે. તેનો મુખ્ય ધ્યેય નાના રોકાણકારો માટે શેરોને પોસાય તેવા બનાવવાનો છે.
IRCTCની આ પહેલ રિટેલ રોકાણકારો માટે તેના શેર ખરીદવાનું સરળ બનાવશે જેમનો બજાર હિસ્સો લગભગ 45 ટકા છે. શેર વિભાજન પછી IRCTC શેરની સંખ્યા 25 કરોડ થી વધીને 125 કરોડ થઈ જશે અને તેનો બજાર હિસ્સો વધશે.
મજબૂત રિટર્ન IRCTCના શેર ઓક્ટોબર 2019માં લિસ્ટ થયો હતા. IRCTCના શેરોએ લિસ્ટિંગ પછી મજબૂત રિટર્ન આપ્યું છે. કંપનીના શેરની ઇશ્યૂ પ્રાઇસ 320 હતી. લિસ્ટિંગમાં સ્ટોક બમણાથી વધુ વધીને 800થી વધુ થઈ ગયો છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થઈ ત્યારથી તેની કિંમત રૂ 320ની IPO કિંમત સામે 1300 ટકાથી વધુ વધી ગઈ હતી.
કંપનીના શેરનો ભાવ બે સપ્તાહ પહેલા રૂ 6,000ને પાર કરી ગયો હતો. જે બાદ શેરમાં કરેક્શન જોવા મળ્યું હતું. બાદમાં શેર રૂ 4000 ની આસપાસ પહોંચ્યો હતો. છેલ્લા 2 વર્ષમાં સ્ટોક પાંચ ગણા કરતા વધુ વખત રીતરણ આપી ચુક્યો છે. હવે સ્પ્લિટબાદ ફરી રોકાણની તકો ખુલી રહી છે. બજારના નિષ્ણાતો સ્પ્લિટ બાદ પણ આ શેરમાં ખરીદીનો અભિપ્રાય આપી રહ્યા છે. જોકે તેમનું કહેવું છે કે સ્ટોકની ગતિ જોવા માટે થોડા દિવસો રાહ જોવી જરૂરી છે.
આ પણ વાંચો : Fino Payments Bank IPO : ફાયનાન્સ કંપનીનો આજે IPO ખુલ્યો, રોકાણ પહેલા જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર
આ પણ વાંચો : Gold Price Today : દિવાળી નજીક આવતા સોનાની માંગમાં વધારો, 50000 રૂપિયાના સ્તરને સ્પર્શે તેવા અનુમાન