AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST collection October 2021 : ફરી એકવાર GST Collection 1.30 લાખ કરોડને પાર પહોંચ્યું, અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત

ઓક્ટોબરના ગ્રોસ GST કલેક્શનમાં, CGST રૂ 23,861 કરોડ, SGST રૂ 30,421 કરોડ, IGST રૂ. 67,361 કરોડ અને સેસ રૂ 8,484 કરોડ છે. સેસમાં રૂ. 699 કરોડનું યોગદાન આયાતી માલ પર લાગુ પડતા સરચાર્જ દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે.

GST collection October 2021 : ફરી  એકવાર GST Collection 1.30 લાખ કરોડને પાર પહોંચ્યું, અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત
GST Collection in October 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 8:07 AM
Share

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન(GST Collection) ના મામલે કેન્દ્ર સરકારે બીજી વખત મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઓક્ટોબર 2021માં GST કલેક્શન 1,30,127 કરોડ રૂપિયા થયું છે. આ અગાઉ એપ્રિલ 2021માં જીએસટી કલેક્શન રૂ 1.3 લાખ કરોડને પાર કરી ગયું હતું.આ બીજીવાર આ આંકડો હાંસલ કરાયો છે. ઓક્ટોબરના ગ્રોસ GST કલેક્શનમાં, CGST રૂ 23,861 કરોડ, SGST રૂ 30,421 કરોડ, IGST રૂ. 67,361 કરોડ અને સેસ રૂ 8,484 કરોડ છે. સેસમાં રૂ. 699 કરોડનું યોગદાન આયાતી માલ પર લાગુ પડતા સરચાર્જ દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે.

અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેત કેન્દ્રએ કહ્યું કે ઓક્ટોબરમાં GST કલેક્શન આર્થિક રિકવરીને અનુરૂપ છે. દેશની અર્થવ્યવસ્થામાં રિકવરી રેટની દર મહિને જનરેટ થતા ઈ-વે બિલ દ્વારા પણ પુષ્ટિ મળે છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે જો સેમી-કંડક્ટરના સપ્લાયમાં સમસ્યાને કારણે કાર અને અન્ય ઉત્પાદનોના વેચાણમાં ઘટાડો ન થયો હોત તો જીએસટી કલેક્શનનો આંકડો વધુ સારો હાંસલ કરવામાં સફળતા મળે તેમ હતી.

આયાતથી થતી આવકમાં 39% વધારો સરકારે IGSTમાં નિયમિત સેટલમેન્ટ તરીકે CGSTના રૂ 27,310 કરોડ અને SGSTના રૂ. 22,394 કરોડનું સેટલમેન્ટ કર્યું છે. ઑક્ટોબર દરમિયાન માલની આયાતથી થતી આવક વાર્ષિક ધોરણે 39 ટકા વધુ હતી. તેવી જ રીતે ઘરેલું વ્યવહારોમાંથી આવક વાર્ષિક ધોરણે 19 ટકા વધી છે.

PMI સતત ચોથા મહિને વધ્યો પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં ઉત્પાદન પ્રવૃત્તિઓમાં સતત સુધારો થઈ રહ્યો છે જે રિકવરીના માર્ગ પર છે. માંગમાં વધારો અને કોવિડ રોગચાળાની સ્થિતિમાં સુધારાને કારણે અર્થવ્યવસ્થા સુધરી રહી છે. ઓક્ટોબરમાં દેશનો મેન્યુફેક્ચરિંગ PMI 55.9 હતો. તે સપ્ટેમ્બરમાં 53.7 અને ઓગસ્ટમાં 52.3 હતો. PMI 50 થી ઉપરનો અર્થ છે કે અર્થતંત્ર વિસ્તરી રહ્યું છે. ફેબ્રુઆરી પછી આ સતત ચોથો મહિનો છે જ્યારે આ આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : હવે Pensioners વીડિયો કોલ દ્વારા લાઈફ સર્ટિફિકેટ જમા કરી શકશે, જાણો સમગ્ર પ્રક્રિયા

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ધનતેરસે ધનલાભ નહિ મોંઘવારીનો માર! જાણો અમદાવાદ સહીત રાજ્યમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">