AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘સિક્સર કિંગ’ ફરી મેદાનમાં આવશે ! જનતાની માગ પર યુવરાજ સિંહનું મોટું પગલું, જુઓ VIEDO

યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધી છે. પરંતુ હવે તેણે પીચ પર પાછા ફરવાના સંકેતો આપ્યા છે.

'સિક્સર કિંગ' ફરી મેદાનમાં આવશે ! જનતાની માગ પર યુવરાજ સિંહનું મોટું પગલું, જુઓ VIEDO
yuvraj singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 12:52 PM
Share

yuvraj singh : જ્યારે ‘સિક્સર કિંગ’ યુવરાજ સિંહ (Yuvraj Singh). ટીમ ઈન્ડિયાના મોટા મેચ વિનર માનાનો એક છે. જેવી રીતે યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધી છે. પરંતુ હવે તેણે પીચ પર પાછા ફરવાના સંકેતો આપ્યા છે. યુવરાજ સિંહ, જે 2011 વર્લ્ડ કપનો હીરો હતો, તેણે ફેબ્રુઆરી 2022 માં ફરી પિચ પર આવવાનો સંકેત આપતા સોશિયલ મીડિયા (Social media) પર પોતાનો એક વીડિયો જાહેર કર્યો.

ફરી મેદાનમાં ઉતરવાના યુવરાજ(Yuvraj Singh)ના ઈશારામાં કેટલી શક્તિ છે તે તો સમય આવશે જ ખબર પડશે. પણ અત્યારે જે દેખાય છે તે સમય છે. યુવરાજે જે વીડિયો અપલોડ કર્યો છે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેની 150 રનની ઈનિંગનો છે. તેણે ‘તેરી મિટ્ટી’ ગીત પર બેટિંગ કરતા તેનો આ વીડિયો એડિટ કરીને પોસ્ટ કર્યો છે. સોશિયલ મીડિયા પર પોતાનો આ વીડિયો પોસ્ટ કરતા યુવરાજે લખ્યું, “ભગવાન તમારું ભાગ્ય નક્કી કરે છે. જનતાની માગ પર હું ફરી એકવાર ફેબ્રુઆરીમાં મેદાનમાં ઉતરીશ. મારા માટે આ લાગણી કરતાં વધુ મહત્ત્વનું બીજું કંઈ નહીં હોય. આ માટે હું દરેકનો આભારી રહીશ. ”

યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

યુવરાજ સિંહે ભારત માટે 40 ટેસ્ટ, 304 ODI અને 58 T20I મેચ રમી છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માં 11000 થી વધુ રન બનાવ્યા છે, જેમાં 17 સદી અને 71 અડધી સદી સામેલ છે. યુવરાજ જ્યારે તેના ફુલ ફોર્મમાં હતો ત્યારે વિરોધી ટીમો માટે તેને રોકવો મુશ્કેલ હતો. 11000થી વધુ રન બનાવવા ઉપરાંત તેણે 148 વિકેટ પણ લીધી છે જેમાં બે વખત 4 વિકેટ અને એક વખત 5 વિકેટનો સમાવેશ થાય છે.

2000 માં આંતરરાષ્ટ્રીય ડેબ્યું કર્યું

યુવરાજ સિંહે વર્ષ 2000માં નૈરોબીમાં રમાયેલી ICC નોકઆઉટ ટુર્નામેન્ટમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને તે આગામી 17 વર્ષ સુધી ભારત માટે રમ્યો હતો. યુવરાજે 30 જૂન 2017ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ODI તરીકે બારાત માટે તેની છેલ્લી મેચ રમી હતી. તેણે વર્ષ 2019માં નિવૃત્તિની જાહેરાત કરી હતી.

તેણે 2 નવેમ્બરે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલો વીડિયો 2017માં કટકમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેની 150 રનની ઈનિંગ્સ દર્શાવે છે. યુવરાજે આ રન 127 બોલમાં 21 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે એમએસ ધોની સાથે 256 રનની ભાગીદારી પણ કરી હતી, આ મેચમાં ધોનીએ 134 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : ભાઇને જામીન મળવાની ખુશીમાં સુહાના ખાને કરી પાર્ટી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી તસવીરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">