IPL 2021 :સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar)ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે નેટમાં પરસેવો પાડી રહ્યો છે. તે આઈપીએલ 2021 માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ટીમ સાથે સંકળાયેલ છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તે આ વખતે મેદાન પર રમતા જોવા મળશે.
મેદાન પર અર્જુન તેંડુલકરનું પ્રદર્શન
અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) મુંબઈ ઇન્ડિયન્સ માટે પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. તે 6 ફૂટ 8 ઇંચ ઉંચાઈ ધરાવતો 21 વર્ષીય દક્ષિણ આફ્રિકાના માર્કો જેનસેન સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. એટલું જ નહીં, તે આ સત્રમાં સ્ટમ્પ મારવાની સાથે યોર્કર બોલ ફેંકવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે.
View this post on Instagram
અર્જુન તેંડુલકર જે રીતે બોલિંગ કરતો જોવા મળે છે તે અદભૂત છે. તે દક્ષિણ આફ્રિકા (South Africa)ના બોલર કરતાં સારી બોલિંગ કરી રહ્યો હતો. તેના બધા દડા સમાન લંબાઈ પર જતા હતા. તેણે એક પછી એક યોર્કર્સ મૂકીને બધાને આશ્ચર્યચકિત કર્યા.અર્જુનના તમામ યોર્કર્સ નિશાના પર હતા, તે જોઈને એવું લાગતું હતું કે જસપ્રીત બુમરાહ અથવા લસિથ મલિંગા બોલિંગ કરી રહ્યા છે.
અર્જુન IPLમાં ડેબ્યૂ કરશે
આ વખતે આઈપીએલ (IPL)ની હરાજીમાં અર્જુન તેંડુલકરને (Arjun Tendulkar) મુંબઈ ઈન્ડિયન્સે બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. પહેલી સીઝનમાં તેને તક મળી નહોતી, પરંતુ જે શાનદાર ફોર્મમાં તે જોવા મળી રહ્યો છે, તેથી લાગે છે કે, આ વખતે તે આઈપીએલમાં પદાર્પણ કરતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે IPL 2021માં તેમના મજબૂત બોલિંગ આક્રમણને કારણે મુંબઈ ઈન્ડિયન્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે.
IPL 2021 માં મુંબઈ
મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians)આઈપીએલની પોતાની પ્રથમ સિઝનમાં 7 મેચ રમી છે, જેમાંથી 4 મેચ જીતી છે જ્યારે 3 હારી છે અને 8 પોઈન્ટ સાથે મુંબઈ પોઈન્ટ ટેબલ પર 4 માં નંબરે છે.
આઇપીએલ 2021 ની સિઝન 29 મેચ રમાયા બાદ કોરોના વાયરસને લઇને અટકી પડી હતી. ટૂર્નામેન્ટના બાયોબબલમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના સંક્રમણ ફેલાવાને લઇને ટૂર્નામેન્ટને સ્થગીત કરી દેવામાં આવી હતી. હવે યુએઇમાં ટી20 વિશ્વકપ પહેલા આઇપીએલ ની આગળની 31 મેચોને રમાડવામાં આવનાર છે.
19 સપ્ટેમ્બરથી IPLની 14મી (IPL-14) સીઝન ફરી શરૂ થશે. આ પહેલા ટૂર્નામેન્ટ અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. કલકત્તા નાઈટ રાઈડર્સના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં પણ કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા હતા.