વિવિયન રિચાર્ડસ સહિત વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ક્રિકેટરો PM નરેન્દ્ર મોદી પર થયા ફીદા, માન્યો ખૂબ આભાર

વિવિયન રિચાર્ડસ સહિત વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ક્રિકેટરો PM નરેન્દ્ર મોદી પર થયા ફીદા, માન્યો ખૂબ આભાર
PM Narendra Modi

ભારતે કોરોના વાઈરસ (Corona Virus) સામેની લડાઈમાં મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. ભારત (India)એ આ બિમારીને હરાવવા માટે તે માટેની વેકસીન પણ તૈયાર કરી લીધી છે. પરંતુ ભારત વેકસિનને માત્ર ભારતીય નાગરીકોને જ ઉપલબ્ધ કરવામાં આવતી નથી.

Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Mar 14, 2021 | 11:53 PM

ભારતે કોરોના વાઈરસ (Corona Virus) સામેની લડાઈમાં મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. ભારત (India)એ આ બિમારીને હરાવવા માટે તે માટેની વેકસીન પણ તૈયાર કરી લીધી છે. પરંતુ ભારત વેકસિનને માત્ર ભારતીય નાગરીકોને જ ઉપલબ્ધ કરવામાં આવતી નથી. પરંતુ વિશ્વના અન્ય દેશોને પણ તે આપવામાં આવી રહી છે. ભારત આ અભિયાન અંતર્ગત અનેક દેશો જેમ કે ભૂટાન, માલદિવ, મોરેશિયસ, બહેરીન, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને શ્રીલંકાને પણ વેકસિનનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે. હવે વેસ્ટ ઈન્ડીઝ (West Indies)ને પણ વેક્સિન મોકલવામાં આવી છે.

વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ કેપ્ટન વિવિયન રિચાર્ડસ (Vivian Richards) સહિત ત્રણ પૂર્વ ક્રિકેટરોએ આભાર માન્યો છે. ભારત સરકાર દ્વારા કેરેબિયાઈ દેશોમાં કોરોના વેક્સિન મોકલવાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના વખાણ કરીને તેમનો આભાર માન્યો છે. રિચાર્ડસે ટ્વિટર પર એક વીડિયો ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, હું એંટીગા અને બાર્બાડોઝના લોકોના તરફથી ભારત સરકાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની પ્રજાનો આભાર માનવા માંગુ છુ. તેઓએ અમારા માટે કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડ્યો છે. જેનાથી અમારા સંબંધો વધારે મજબૂત થશે.

રિચી રિચર્ડસને પણ કહ્યુ હતુ કે, હું એંટીગા અને બાર્બાડોઝ વતીથી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનુ છુ. તેઓ ભારતમાં નિર્માણ થયેલી કોરોના વેક્સિનના 40 હજાર ડોઝ અમને મોકલ્યા છે. અમે આપના ખૂબ આભારી છીએ. ખૂબ આભાર. વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ બોર્ડના નિર્દેશક અને પૂર્વ કેપ્ટન જીમી એડમ્સે પણ ભારત સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, જે રીતે ભારત સરકાર કેરિકોમ (20 કેરેબિયાઇ દેશોનો સમુહ) દેશોમાં કોરોના વેક્સિન મોકલાવી રહી છે, તે ખૂબ જ વખાણનુ કાર્ય છે.

તેમને કહ્યું તેનાથી જેમૈકાના લોકોને ખૂબ જ ફાયદો થશે. હું આ શાનદાર અભિયાન માટે કેરેબિયાઈ લોકો તરફથી આપનો આભાર વ્યક્ત કરવા ઈચ્છીશ. વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ક્રિકેટર રામનરેશ સરવને પણ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, હું કોરાના વેક્સિન પહોંચાડવાને લઈને હંમેશા આપનો આભારી રહીશ.

આ પણ વાંચો: Vadodara: ઝઘડાની અદાવત રાખીને 5 વ્યક્તિઓ દ્વારા એરગનથી ફાયરિંગ અને તલવારથી હુમલો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati