AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Paralympics 2020: અવની લેખરાના નિશાનાએ ભારતને અપાવ્યો બ્રોન્ઝ મેડલ, પેરાલિમ્પિક્સમાં ભારતનો 12 મો મેડલ

50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં શૂટર અવની લેખરાએ (Avani Lekhara) બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે આ પેરાલિમ્પિક્સમાં ભારતના નામે ટોટલ 12 મેડલ્સ થયા છે.

Tokyo Paralympics 2020: અવની લેખરાના નિશાનાએ ભારતને અપાવ્યો બ્રોન્ઝ મેડલ, પેરાલિમ્પિક્સમાં ભારતનો 12 મો મેડલ
Tokyo Paralympics 2020: Avani Lekhara win bronze Women's 50m Rifle 3P SH1 category
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 11:52 AM
Share

ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં (Tokyo Paralympics) 12 મો મેડલ જીત્યો છે. આ મેડલ મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં મળ્યો. ભારત માટે આ મેડલ શૂટર અવની લેખરાએ (Avani Lekhara) બ્રોન્ઝ મેડલના રૂપમાં જીત્યો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં અવનીના નિશાનાથી ભારતને મળેલ આ બીજો મેડલ છે. આ પહેલા તે દેશને ગોલ્ડ મેડલ અપાવી ચૂકી છે. તે પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પણ છે.

19 વર્ષીય અવનીએ 4 દિવસ પહેલા 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તેણે પોતાની રાઇફલથી દેશ માટે બ્રોન્ઝ જીત્યો છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે મેળવેલ આ ચોથો બ્રોન્ઝ મેડલ છે. અવની લેખરા 149.5 ના સ્કોર સાથે નેઇલિંગ પોઝિશન પછી ચોથા સ્થાને રહી હતી. પ્રોન રાઉન્ડ પછી તે સીધી છઠ્ઠા નંબરે સરકી ગઈ હતી. પરંતુ પછી તેણે સ્થાયી સ્થિતિમાં પુનરાગમન કર્યું અને ત્રીજા નંબરે મેચ પૂરી કરી.

ભારત માટે શાનદાર શુક્રવાર

ટોક્યો પેરાલિમ્પિક્સમાં શુક્રવાર ભારત માટે એક સારોદિવસ રહ્યો છે. અવનીએ જીતેલા બ્રોન્ઝ મેડલ પહેલા સિલ્વર મેડલ પણ ભારત પાસે આવી ગયો છે. પ્રવીણ કુમારે મેન્સ હાઈ જમ્પ કેટેગરીમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. તેણે 2.07 મીટરની ઉંચી છલાંગ સાથે આ પરાક્રમ કર્યું હતું. પ્રવીણ કુમારનું આ પર્ફોર્મન્સ તેમના પોતાના બેસ્ટ કરતાં પણ વધુ સારું હતું. આટલા ઊંચા કૂદકા સાથે તેમણે નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો.

પ્રવીણ કુમારે સિલ્વર મેડલ જીત્યાના માત્ર એક કલાક બાદ અવની લેખરાએ ભારતને શૂટિંગમાં મેડલ મેળવવાની બીજી તક આપી. અત્યાર સુધી બે મેડલ સુનિશ્ચિત કરનાર અવની હવે દેશ માટે ત્રીજો મેડલ મેળવવા માટે 5 સપ્ટેમ્બરે શૂટિંગ રેન્જમાં પ્રવેશ કરશે.

ઉંચી કૂદ અને શૂટિંગમાં મેડલની ખાતરી હોવા ઉપરાંત અન્ય રમતોમાં ભારતની મેડલ જીતવાની આશા વધતી જણાય છે. ભારત બેડમિન્ટનની સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. તે જ સમયે, ભારતીય તીરંદાજો પણ આગલા રાઉન્ડમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચો: Tokyo Paralympics 2020: પ્રવિણ કુમારે એશિયન રેકોર્ડ સાથે ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, ભારતે જીત્યો 11 મો મેડલ

આ પણ વાંચો: IND vs ENG: જસપ્રિત બુમરાહે શૂન્ય પર ‘ડાયમંડ ડક’ આઉટ થઇને અનોખો અણગમતો રેકોર્ડ નોંધાવ્યો, જાણો શુ છે ‘ડાયમંડ ડક’ વિકેટ

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">