Tokyo Paralympics 2020: પ્રવિણ કુમારે એશિયન રેકોર્ડ સાથે ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, ભારતે જીત્યો 11 મો મેડલ

ભારતે ટોક્યો પેરાલિમ્પિકસ (Tokyo Paralympics) માં 11 મો મેડલ જીત્યો છે. ગઇકાલનો દિવસ મેડલ વિનાનો રહ્યા બાદ શુક્રવારની સવાલ સિલ્વર સાથે શરુ થઇ હતી.

Tokyo Paralympics 2020: પ્રવિણ કુમારે એશિયન રેકોર્ડ સાથે ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, ભારતે જીત્યો 11 મો મેડલ
Praveen Kumar

એવું કહેવાય છે કે ઉડાન પાંખોથી નહીં, હિંમતથી કરવામાં આવે છે. ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics) માં આવાજ ઉત્સાહ સાથે ભારતના પેરા એથ્લીટ પ્રવીણ કુમારે (Praveen Kumar)દેશને બીજો સિલ્વર મેડલ અપાવ્યો છે. તેણે આ સફળતા પુરુષોની હાઇ જમ્પ ઇવેન્ટમાં મેળવી હતી. હાઇ જમ્પમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. આ પહેલા નિષાદ કુમાર અને મરિયપ્પને પણ પુરુષ વર્ગમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. તે જ સમયે, ભારતનો અત્યાર સુધી જીત્યો 11 મો મેડલ છે, જેમાં સિલ્વર મેડલની સંખ્યા 6 થઈ ગઈ છે.

18 વર્ષીય ભારતીય હાઇ જમ્પર પ્રવીણ કુમારે 2.07 મીટરના ઉંચા કૂદકા સાથે ભારત માટે સિલ્વર જીત્યો હતો. આ ભારતીય પેરા એથલીટનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ 2.05 મીટર જમ્પ હતો. આ નવા વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન સાથે પ્રવીણ કુમારે નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો છે. બ્રિટનનો બ્રૂમ એડવર્ડ્સ 2.10 મીટરની ઉંચી છલાંગ સાથે ગોલ્ડ મેડલનો દાવેદાર બન્યો હતો. બીજી તરફ, પ્રવીણને પડકાર આપનાર લેપિયાટો 2.04 મીટરનો ઉંચો કૂદકો લગાવીને બ્રોન્ઝ મેડલ જીતવા માટે હકદાર બન્યો હતો.

પ્રવિણ કુમારે મેળવેલી સિલ્વર મેડળની સફળતાને લઇને શુભેચ્છાઓ શરુથઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી.

 

પ્રવીણની સિલ્વર જીતવાની લડાઈ રસપ્રદ હતી

પ્રવીણ કુમાર અને લેપિયાટો વચ્ચે આકરી સ્પર્ધા હતી. બંનેએ આરામથી 1.97 મીટર, 2.01 મીટર અને 2.04 મીટરના ગુણ પ્રાપ્ત કર્યા. આ બંને વચ્ચે ટાઈ ચાલી રહી હતી. આ પછી બંને માટે 2.07 મીટરનું માર્ક નક્કી કરવામાં આવ્યું હતું. પ્રથમ પ્રયાસમાં બંને રમતવીરો તેને પાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પરંતુ ભારતના પ્રવીણે તેને બીજા પ્રયાસમાં આસાનીથી મેળવી લીધો. અને, આ રીતે સિલ્વર મેડલ કબજે કર્યો.

 

આ પણ વાંચોઃ IND vs ENG: અશ્વિનને બહાર રાખવાને લઈને વિવાદ વકર્યો, કોહલીએ કરેલી સ્પષ્ટતા દિગ્ગજોના ગળે ના ઉતરી, ઉલ્ટાનું ‘પાગલપન’ કહી સંભળાવ્યુ!

આ પણ વાંચોઃ IND vs ENG: એક વર્ષ બાદ ટેસ્ટ રમવા મેદાને પરત આવેલા ખેલાડીએ રોહિત શર્માને પ્રથમ ઓવરમાં જ બનાવ્યો પોતાનો શિકાર

Click on your DTH Provider to Add TV9 Gujarati