IND vs ENG: જસપ્રિત બુમરાહે શૂન્ય પર ‘ડાયમંડ ડક’ આઉટ થઇને અનોખો અણગમતો રેકોર્ડ નોંધાવ્યો, જાણો શુ છે ‘ડાયમંડ ડક’ વિકેટ

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચેની સિરીઝ દરમ્યાને વિરાટ કોહલી (Virat Kohli) સહિત કેટલાક ખેલાડીઓ ગોલ્ડન ડક આઉટ થયા હતા. પરંતુ બુમરાહે તો ઓવલમાં આઉટ થવા સાથે અણગમતા રેકોર્ડને પણ નોંધી લીધો છે.

IND vs ENG: જસપ્રિત બુમરાહે શૂન્ય પર 'ડાયમંડ ડક' આઉટ થઇને અનોખો અણગમતો રેકોર્ડ નોંધાવ્યો, જાણો શુ છે 'ડાયમંડ ડક' વિકેટ
Jasprit Bumrah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 10:09 AM

ભારતીય સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ( Jasprit Bumrah) બોલથી જાદુ કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક તે બેટથી ધમાલ પણ કરી દે છે. ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં તેણે કેટલીક સારી ઇનિંગ્સ રમી હતી, પરંતુ બેટિંગ તેની વાત નથી. જે તેની બેટિંગ અને આંકડા બંનેને જોઈને જાણી શકાય છે. ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટ (Oval Test) માં બેટિંગમાં બુમરાહના નામે એક એવો રેકોર્ડ નોંધાયો છે, જે તે ક્યારેય બનાવવા માંગતો ન હતો. બુમરાહ ડાયમંડ ડક (Diamond Duck) આઉટ થયો હતો.

બુમરાહ વર્તમાન વર્ષમાં શૂન્ય રને પેવેલિયન પરત ફરવામાં પણ તે સૌથી આગળ રહ્યો છે. તેની ગણતરી નીચલા ક્રમના બેટ્સમેનોમાં થાય છે. જોકે કેટલીકવાર થોડા શોટ લઈને, તે પ્રશંસા મેળવતો રહે છે. ઓવલ ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન જસપ્રિત બુમરાહ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. તે એક બોલ પણ રમી શક્યો નહોતો અને તે પહેલા પેવેલિયન પરત ફર્યો હતો.

શાર્દુલ ઠાકુર આઉટ થયો ત્યારે તે ક્રિઝ પર આવ્યો હતો. પરંતુ ઉમેશ યાદવ (Umesh Yadav) શોટ પર રન લેવાનો પ્રયાસ કરતા આઉટ થયો. તે રોરી બર્ન્સ દ્વારા રન આઉટ થયો હતો. આ કારણે જસપ્રિત બુમરાહને નિરાશ થઈને પરત ફરવું પડ્યું. તે ‘ડાયમંડ ડક’ નો શિકાર બન્યો. ડાયમંડ ડક એટલે એક પણ બોલ રમ્યા વગર આઉટ થવું.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

જસપ્રીત બુમરાહ ઓવલ ખાતે ડાયમંડ ડકનો શિકાર બનનાર બીજો મહેમાન બેટ્સમેન છે. તેના પહેલા 1954 માં વજીર મોહમ્મદ પણ આ જ રીતે આઉટ થયા હતા. તે ઓવલમાં એક પણ બોલ રમ્યા વગર આઉટ થનાર પ્રથમ વિદેશી બેટ્સમેન હતો. વજીર મોહમ્મદ પાકિસ્તાની ક્રિકેટર છે.

7મો ભારતીય ડાયમંડ ડક ખેલાડી

અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારતના છ બેટ્સમેનો ‘ડાયમંડ ડક’ આઉટ થયા છે. તે યાદીમાં તાજુ નામ હવે જસપ્રિત બુમરાહ નુ જોડાયુ છે. તેના પહેલા 1972 માં બિશન સિંહ બેદી, 1983 માં અંશુમાન ગાયકવાડ. 1997 માં રાજેશ ચૌહાણ, 2004 માં રાહુલ દ્રવિડ અને 2007 માં હરભજન સિંહ આ રીતે આઉટ થયા હતા.

‘શૂન્ય’ પર સૌથી આગળ

ઓવલ ટેસ્ટમાં ખાતું ખોલાવ્યા વગર જસપ્રીત બુમરાહ આઉટ થયા બાદ ખરાબ રેકોર્ડ પણ નોંધાયો હતો. વર્ષ 2021 માં તે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર બેટ્સમેન બન્યો છે. તે આ વર્ષે સાત વખત ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે. તેના પછી ઇંગ્લેન્ડના રોરી બર્ન્સ પાંચ વાર, જેમ્સ એન્ડરસન, રોય કાયા, ડેન લોરેન્સ અને ડોમ સિબલી ચાર-ચાર વખત આઉટ છે.

આ પણ વાંચોઃ CPL 2021: આ ખેલાડીએ સુપરમેન સ્ટાઇલમાં મુશ્કેલ કેચ ઝડપ્યો, હવામાં ઉડીને એક હાથે કર્યો કેચ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ Tokyo Paralympics 2020: પ્રવિણ કુમારે એશિયન રેકોર્ડ સાથે ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, ભારતે જીત્યો 11 મો મેડલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">