Tokyo Olympics 2020 : Neeraj Chopra એ રચ્યો ઇતિહાસ, કરોડો ભારતીયો માટે ગર્વની એ ક્ષણ જેમાં ભારતના નામે થયો ગોલ્ડ
નીરજ આ ઇવેન્ટમાં પહેલા જ મેડલ માટેના દાવેદાર બની ચૂક્યા હતા. પરંતુ તેના અને ગોલ્ડ મેડલની વચ્ચે તેમનો પ્રતિસ્પર્ધી જર્મનીનો યોહાન્સ વેટર હતા. જો કે વેટરના પ્રયાસ અહીં થોડા ઓછા પડ્યા.
Tokyo Olympics 2020 માં ભારતને તેનો પહેલો ગોલ્ડ મેડલ મળી ગયો છે. કરોડો દેશવાસીઓની નજર આજે જૈવલિન થ્રોઅર (Javelin thrower) નીરજ ચોપરા (Neeraj Chopra) પર ટકેલી હતી. નીરજ ચોપરાએ 87.58 મીટર દૂર થ્રો ફેકીને એથલેટિક્સમાં ભારતને 100 વર્ષમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મેચ શરૂઆતથી જ એટલી રોમાંચક હતી કે લાખો, કરોડો ભારતીય પોતાની નજર એક મિનીટ માટે પણ પોતાની સ્ક્રિન પરથી હટાવી ન શક્યા. ટોક્યો ઓલમ્પિક્સમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. પોતાની જીત બાદ નીરજે જ્યારે ભારતના ઝંડાને પોતાના હાથમાં ઉઠાવ્યો ત્યારે સમગ્ર દેશવાસીઓ ભાવુક થઇ ગયા હતા.
નીરજનું મેડલ જીતવુ તો એજ દિવસે ફાઇનલ થઇ ગયુ હતુ જે દિવસે તેમણે ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ હતુ. ટોક્યો ઓલમ્પિક્સના ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેણે 83.50 મીટર દૂર થ્રો કર્યો હતો. ફાઇનલ ગેમમાં તો શરૂઆતમાં જ નીરજે 86.65 મીટર દૂર જૈવલિન થ્રો કરી દીધો હતો જે સમગ્ર ગેમમાં સૌથી લાંબો થ્રો સાબિત થયો.
નીરજ ચોપરા જૈવલિન થ્રોમાં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. આ નીરજ ચોપરાની પહેલી ઓલમ્પિક ગેમ હતી અને તેમાં જ તેણે ગોલ્ડ મેડલ મેળવી લીધો છે. તેણે 2018 માં ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 88.06 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
નીરજ આ ઇવેન્ટમાં પહેલા જ મેડલ માટેના દાવેદાર બની ચૂક્યા હતા. પરંતુ તેના અને ગોલ્ડ મેડલની વચ્ચે તેમનો પ્રતિસ્પર્ધી જર્મનીનો યોહાન્સ વેટર હતા. જો કે વેટરના પ્રયાસ અહીં થોડા ઓછા પડ્યા. પહેલા જ રાઉન્ડમાં તેણે 82.52 મીટરનો થ્રો કર્યો હતો પરંતુ આગામી 2 રાઉન્ડમાં તે ફાઉલ ગયા. નીરજે આ ગોલ્ડ મેડલ મેળવીને ભારતીય એથલેટિક્સમાં એક નવો જીવ ફૂક્યો છે. હમણાં સુધી ઓલમ્પિક ગેમ્સમાં એથલેટિક્સમાં ભારતને મેડલ માટે દાવેદાર ગણવામાં ન હતો આવતો, પરંતુ નીરજે જ્યારથી ઇન્ટરનેશનલ સ્તર પર રમવાનું શરૂ કર્યુ છે ત્યારથી તે જીતી જ રહ્યો છે. નીરજે આ સફળતા પોતાની મહેનતથી મેળવી છે. ભાલા ફેંકનો આ ખેલાડી આજે દુનિયાના મહાન ખેલાડીઓમાં સામેલ છે.
આ પણ વાંચો – Neeraj Chopra Gold: આ કારણોથી નિરજ ચોપરા માટે ગોલ્ડ મેડલ જીતવું હતું નક્કી, વાંચો રેકોર્ડ
આ પણ વાંચો – Tokyo Olympics 2020 Live : જેવલિન થ્રોમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો