Olympics 2020 : Tokyo માં વધ્યા કોરોનાના કેસ, ઓલિમ્પિક રમતની શરુઆત બાદ કેસમાં ઉછાળો

Olympics 2020 : સાત જાન્યુઆરીએ 2520 કેસ હતા. જો કે રમતો અંદર વધારે કેસ હજી નથી આવ્યા, ટોક્યો 2020 માટે જાપનમાં લગભગ 200 દેશોના 10 હજાર એથ્લીટ પહોંચ્યા છે.

Olympics 2020 : Tokyo માં વધ્યા કોરોનાના કેસ, ઓલિમ્પિક રમતની શરુઆત બાદ કેસમાં ઉછાળો
Tokyo Olympics 2020
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 11:46 AM

તમામ વિરોધ અને આશંકાઓ હોવા છતાં ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) રમતની શરુઆત થઇ ચૂકી છે અને ઝડપથી મુકાબલા આગળ વધી રહ્યા છે. આ સાથે વધી રહ્યા છે કોરોના (Corona) સંક્રમણના કેસ. જાપાનની (Japan) રાજધાનીમાં વિશ્વના સૌથી મોટા રમત કાર્યક્રમની શરુઆત બાદ મહામારીના કેસમાં તેજી દેખાઇ રહી છે.

ટોક્યોમાં છેલ્લા સાત મહિનાના સૌથી વધુ કોરોના કેસ મંગળવારે નોંધાયા

મંગળવારે ટોક્યોમાં છેલ્લા 7 મહીનામાં એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે. આરોગ્ય વિભાના આંકડા પ્રમાણે રાજધાનીમાં મંગળવારે સંક્રમણના 2848 કેસ નોંધાયા છે. જે આ વર્ષે સાત જાન્યુઆરી બાદ સૌથી વધારે છે. સાત જાન્યુઆરીએ 2520 કેસ હતા. જો કે રમતો અંદર વધારે કેસ હજી નથી આવ્યા. જો કે જાપાનના પ્રધાનમંત્રીએ વિશ્વાસ અપાવ્યો કે આ કેસ હોવા છતા ચિંતાની કોઇ વાત નથી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

10 હજાર એથ્લીટ પહોંચ્યા છે જાપાન

જાપાનમાં 21 જુલાઇથી ઓલિમ્પિક રમતોની શરુઆત થઇ ગઇ છે. જ્યારે 23 જુલાઇએ ઉદ્ધાટન સમારંભ બાદ વિધિવત રીતે 24 જુલાઇથી રમતોની  શરુઆત થઇ હતી. કોરોના વાયરસ સંક્રમણના કારણે પહેલા જ એક વર્ષ મોડા ઓલિમ્પિક રમતોનુ આયોજન કરવામાં આવ્યુ છે. દેશમાં જ વિરોધ થઇ રહ્યો છે. ટોક્યો 2020 માટે જાપનમાં લગભગ 200 દેશોના 10 હજાર એથ્લીટ પહોંચ્યા છે.

જો કે ટોક્યો સિવાય અન્ય શહેરોમાં થઇ રહેલી રમતમાં ભાગ લઇ રહ્યા છે. મહામારીથી બચવા માટે જાપાન સરકાર અને આયોજન સમિતિએ ફેન્સ વગર જ ઓલિમ્પિક રમતોના આયોજનનો નિર્ણય લીધો હતો સાથે જ રાજધાનીમાં ઇમરજન્સીની સ્થિતિ લાગુ કરવામાં આવી છે.

રમતો સ્થગિત કરવાનો વિકલ્પ કરાયો બરતરફ

રાજધાનીમાં કેસ વધી રહ્યા હોવા છતાં પ્રધાનમંત્રી યોશીહિદે સુગા રમતોને લઇ વધારે ચિંતિત નથી. તેમણે  રમતોને સ્થગિત કરવાના વિકલ્પને બરતરફ કરી દીધો. આ બાબતે જ્યારે તેમને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ આમાં કોઇ ચિંતાની વાત નથી. રમતો શરુ થઇ તે બાદ લોકો ઓછી યાત્રા કરી રહ્યા છે. સરકારના અનુરોધના કારણે તેઓ ઘરેથી કામ કરી રહ્યા છે.

જાપાનના આરોગ્ય મંત્રી નોરિહિસા તમુરાએ કોરોના વાયરસના કેસમાં ઉછાળ વિશે પૂછતા જણાવ્યુ કે આ કોઇ આશ્ચર્યની વાત નથી. તેમણે કહ્યુ ડેલ્ટા પ્રકારના કારણે સંક્રમણના વૈશ્વિક ફેલાવાને ધ્યાને રાખતા પહેલા અનુમાન હતુ. તમુરાએ કેસમાં ઉછાળ માટે આપાતકાળની સ્થિતિમાં પ્રતિબંધ હોવા છતા દારુ પીરસનારા બાર અને રેસ્ટોરન્ટને દોષી ઠેરવ્યા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">