જાણો કોણે Tokyo Olympics 2020માં હોકીમાં સારુ પ્રદર્શન કર્યું, કોણે કયો મેડલ જીત્યો ?

Tokyo Olympics 2020 : બેલ્જિયમ અને નેધરલેન્ડે ટોક્યો ઓલિમ્પિક -2020 માં હોકીમાં (Hockey) પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું. ચાર દાયકા પછી, ભારત (India) પણ મેડલ ટેબલમાં પોતાનું નામ સામેલ કરવામાં સફળ રહ્યું

જાણો કોણે  Tokyo Olympics 2020માં હોકીમાં સારુ પ્રદર્શન કર્યું, કોણે કયો મેડલ જીત્યો ?
સાંકેતિક તસ્વીર

Tokyo Olympics 2020 : બેલ્જિયમ અને નેધરલેન્ડે ટોક્યો ઓલિમ્પિક -2020 માં હોકીમાં (Hockey) પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું. ચાર દાયકા પછી, ભારત (India) પણ મેડલ ટેબલમાં પોતાનું નામ સામેલ કરવામાં સફળ રહ્યું. નેધરલેન્ડે મહિલા વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યો અને રિયોમાં કરેલી ભૂલ સુધારી. નેધરલેન્ડની ટીમે રિયોમાં (Rio) સિલ્વર મેડલ જીત્યો હતો અને અગાઉ 2008 અને 2012 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.  આ વખતે ટીમ ફરી ગોલ્ડ મેડલ મેળવવામાં સફળ રહી .

બેલ્જિયમની પુરુષ ટીમ પણ રિયોમાં ગોલ્ડ મેડલ ચૂકી ગઈ હતી. અર્જેન્ટિનાએ તેમને હરાવ્યા હતા.જોકે આ વખતે બેલ્જિયમે કોઇ કસર ન મૂકી. અહીં જુઓ પુરુષ અને મહિલા વર્ગમાં કોણે કયો મેડલ જીત્યો

પુરુષ વર્ગ

ગોલ્ડ મેડલ મેચમાં બેલ્જિયમે ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટ-આઉટમાં 3-2થી હરાવ્યું હતું. નિર્ધારિત સમયમાં મેચ 1-1થી ટાઈ રહી હતી.  ભારતે ચાર દાયકા બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતવા માટે બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને 5-4થી હરાવ્યું.

ગોલ્ડ મેડલ – બેલ્જિયમ

સિલ્વર મેડલ – ઓસ્ટ્રેલિયા

બ્રોન્ઝ મેડલ- ભારત

મહિલા વર્ગ

નેધરલેન્ડે આર્જેન્ટિનાને 3-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો અને અર્જેન્ટિનાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ગ્રેટ બ્રિટને ભારતને 4-3થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

ગોલ્ડ મેડલ – નેધરલેન્ડ

સિલ્વર મેડલ – અર્જેન્ટિના

બ્રોન્ઝ મેડલ – ગ્રેટ બ્રિટન

આ પણ વાંચો :Tokyo Olympics: મહિલા હોકી ટીમના કોચ જોએર્ડ મરીને પદ છોડવાનો કર્યો નિર્ણય

આ પણ વાંચો :ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકીની ઐતિહાસિક જીત બાદ MS Dhoni છવાયો, કારણ છે 7 વર્ષ જૂનું

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati