Hockey Semifinal : ચક દે ઈન્ડિયા આ 16 છોકરીઓ પર આજે દેશની નજર રહેશે

મહિલા હોકી ટીમ આજે બપોરે સેમીફાઈનલ મેચમાં આર્જેટીનાની સાથે ટક્કર થશે. ભારતની મહિલા ખેલાડીઓ આજે ઈતિહાસ રચી પ્રથમ વખત ઓલિમ્પિકની ફાઈનલમાં પહોંચશે.

Hockey Semifinal : ચક દે ઈન્ડિયા આ 16 છોકરીઓ પર આજે દેશની નજર રહેશે
આ 16 છોકરીઓ પર આજે દેશની નજર રહેશે

Hockey Semifinal : ઓલિમ્પિક (Olympic) માં આજે ભારતીય ટીમ પાસે ઈતિહાસ રચવાની તક છે. મહિલા હોકી ટીમ આજે સેમીફાઈનલ (Semifinals) માં આર્જેટીના સામે મેદાનમાં રમવા માટે ઉતરશે.

ભારતની મહિલાઓને આજે ઈતિહાસ રચી પ્રથમ વખત ઓલિમ્પિક (Olympic) ની ફાઈનલમાં પહોંચવાની તક છે. ત્યારે સમગ્ર દેશવાસીઓની નજર આજે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમ પર રહેશે.

ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને હાર આપી હતી અને સેમીફાઈનલ (Semifinals) માં જગ્યા બનાવી છે. સેમીફાઈનલમાં પહોંચતા જ મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે, પરંતુ હવે સેમીફાઈનલમાં આર્જેટીના સામે મેચ જીતે છે તો ભારતના ખાતામાં ગોલ્ડ મેડલ અથવા સિલ્વર મેડલ પાક્કો છે.

ભારતની 16 છોકરીઓ રચશે ઈતિહાસ

1. રાની રામપાલ : ભારતીય ટીમની કેપ્ટન રાની રામપાલ હરિયાણાના શાહબાદમાંથી આવે છે. 26 વર્ષીય રાની ફૉરવર્ડ પોઝિશન પર રમે છે અને દેશને આશા તેમના પર છે.

2. નેહા ગોયલ : હરિયાણાના સોનીપતની રહેવાસી નેહા મિડ ફીલ્ડર પોઝિશન પર રમે છે. 24 વર્ષની નેહા સાયકલની ફેક્ટરીમાં કામ કરતી હતી. હવે તેમની પાસે ગોલ્ડ મેડલ મેળવવાની આશા છે.

3. નિક્કી પ્રધાન : 27 વર્ષની નિક્કી ઝારખંડના હેસલમાંથી આવે છે અને ટીમનો મહત્વપૂર્ણ ડિફેનરમાંથી એક છે. નિક્કી આ પહેલા રિયો ઓલિમ્પિકમાં પણ ભાગ લઈ ચૂકી છે.

4. નિશા વારસી : હરિયાણાના સોનીપતની નિશા ભારતીય ટીમની મિડ ફિલ્ડર છે. જેમણે 2 વર્ષ પહેલા જ ડેબ્યું કર્યું હતુ. 2018માં ટીમમાં સામેલ થયા બાદ જ નિશા ટીમની મહત્વપૂર્ણ ખેલાડી છે.

5. લાલરેમસિયામી : મિઝોરમની રહેવાસી લાલરેમસિયામી માત્ર 21 વર્ષની વયે દેશની નામ રોશન કરશે. ફૉરવર્ડ પોઝિશન પર રમનારી લાલરેમસિયામી શરુઆતમાં માત્ર સાયન ભાષામાં વાત કરતી હતી કારણ કે, જ્યારે ટીમમાં આવી તો તેમને હિન્દી અને અંગ્રેજી ભાષા આવડતી ન હતી. લાલરેમસિયામી તેમના રાજ્યમાંથી ઓલિમ્પિક રમનારી પ્રથમ ખેલાડી છે.

6. સુશીલ ચાનુ : મણિપુરના ઈમ્ફાલમાંથી આવનારી મિડ ફિલ્ડર સુશીલ ટીમની સૌથી સીનિયર પ્લેયરમાંથી એક છે. સુશીલ ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે અને રિયો ઓલિમ્પિકમાં તેમણે ટીમની આગેવાની પણ કરી હતી.

7. દીપ એક્કા : ઓરિસ્સાથી આવનારી દીપ 27 વર્ષની છે અને ટીમ ઈન્ડિયામાં ડિફેન્ડરની ભૂમિકામાં છે, એક્કા પહેલા ગોલકીપર બનવા માંગતી હતી, પરંતુ તેમણે ડિફેન્ડરની ભૂમિકા પસંદ કરી હતી. દીપની આ બીજી ઓલિમ્પિક છે.

8. સલીમ તેતે : ઝારખંડની સલીમ ભારતીય ટીમમાં મીડ ફિલ્ડર છે. નક્સલી વિસ્તારમાંથી આવનારી સલીમાની શરુઆત મુશ્કિલભરી રહી હતી. ખેતરમાં કામ કરી પૈસા કમાયા બાદ તે હોકીની સ્ટિક લીધી હતી.

9. ઉદિતા દુહાન : હરિયાણાના હિસારની ઉદિતા જે ટીમમાં ડિફેન્ડરની ભૂમિકામાં છે. તેમના પર દરેકની નજર છે. તે પહેલા તેમના પિતાની જેમ હેન્ડબોલ રમવાની શરુઆત કરી અને ત્યારબાદ હોકીમાં આવી હતી.

10. વંદના કટારિયા : ઉત્તર પ્રદેશની વંદના આ ઓલિમ્પિકમાં શાનદાર રમત રમી છે. વંદનાની હૈટ્રિકના દમ પર ટીમ અહિ સુધી પહોંચી છે ફોરવર્ડ પોઝિશન પર રમનારી વંદના પર દેશની નજર છે.

11. નવનીત કૌર : હોકીના ગઢ શાહબાદથી આવનારી નવનીત તે ખેલાડીઓમાં સામેલ છે. જેમણે રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના મેચમાં નવનીતે શાનદાર ગોલ ફટકાર્યો હતો.

12. મોનિકા મલિક : હરિયાણામાંથી આવનારી મોનિકા ટીમ ઈન્ડિયાની મિડફીલ્ડર છે. મોનિકાના પિતા ચંદીગઢ પોલીસમાં છે. મોનિકા ટીમ ઈન્ડિયા તરફથી એશિયન ગેમ પણ રમી ચૂકી છે.

13. ગુરજીત કૌર : પંજાબના અમૃતસરથી આવનારી ગુરજીત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ માત્ર એક ગોલ કર્યો હતો. જેમણે સેમીફાઈનલની ટિકિટ પાકી કરાવી છે. તે કબડ્ડી પણ રમતી હતી.

14. શર્મિલા દેવી : ફોરવર્ડ પોઝિશન પર રમનારી 19 વર્ષીય શર્મિલાએ 2019માં ડેબ્યુ કર્યું હતુ. અમેરિકાને હરાવ્યા બાદ શર્મિલાની મહત્વની ભુમિકા રહી હતી.

15. નવજોત કૌર : કુરુક્ષેત્રની નવજૌત કૌરના પિતા મેકેનિક હતા પરંતુ તેમની પુત્રી હવે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાના દેશનું નામ રોશન કરી રહી છે. મિડ ફિલ્ડર રમનારી નવજોત રિયો ઓલિમ્પિકમાં પણ રમી ચૂકી છે.

16. સવિતા પૂનિયા : સવિતાને દરેક લોકો જાણે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 પેનલ્ટી કોનરને સવિતાએ બચાવ્યા છે. તેનાથી તે દેશમાં હિરો બની ગઈ છે. હરિયાણામાં રહેનારી સવિતા ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટન છે.

 

આ પણ વાંચો : Lovlina Borgohain : ત્રીજો મેડલ પણ ભારતની દિકરી જ લાવી, ભારતીય બોક્સર લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

Click on your DTH Provider to Add TV9 Gujarati