વિરાટની જગ્યા લઇ શકે એ માટે એકદમ ફીટ છે આ ખેલાડી, પુર્વ દિગ્ગજ ભારતીય ખેલાડીએ કર્યું અનુમાન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર આકાશ ચોપરાને લાગે છે કે એક યુવા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની જગ્યા લેવા તૈયાર થઈ રહ્યો છે. તેણે આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબની કપ્તાન સંભાળી રહેલા ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલને વિરાટના અનુગામી તરીકે ઓળખાવ્યો હતો. આ વર્ષે કેએલ રાહુલને ટૂર્નામેન્ટમાં પંજાબની કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી […]

વિરાટની જગ્યા લઇ શકે એ માટે એકદમ ફીટ છે આ ખેલાડી, પુર્વ દિગ્ગજ ભારતીય ખેલાડીએ કર્યું અનુમાન
Avnish Goswami

| Edited By: TV9 Webdesk11

Sep 15, 2020 | 7:38 AM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર આકાશ ચોપરાને લાગે છે કે એક યુવા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની જગ્યા લેવા તૈયાર થઈ રહ્યો છે. તેણે આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબની કપ્તાન સંભાળી રહેલા ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલને વિરાટના અનુગામી તરીકે ઓળખાવ્યો હતો. આ વર્ષે કેએલ રાહુલને ટૂર્નામેન્ટમાં પંજાબની કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ તે આર અશ્વિનની કપ્તાની હેઠળ રમતો હતો. અશ્વિન હવે દિલ્હી કેપિટલ ટીમનો એક ભાગ છે. કેએલ રાહુલની કેપ્ટનશીપ વિશે વાત કરતા આકાશે કહ્યું કે, તે મેચમાં તેની વ્યૂહરચના કેવી છે તે જોવા માંગશે.

KL RAHUL

આકાશે ચાહકોના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે “મને ખાતરી છે કે તેની કેપ્ટનશીપ સારી રહેશે. ખરેખર આપણે તેની કેપ્ટનશીપ વિશે જાણીશું, તે મેચ કેવી રીતે ચલાવે છે અને તે કેવા સ્ટ્રેટેજીનો ઉપયોગ કરે છે. જો આપણે કોહલી અને રોહિતને જોઈએ તો તે બંને એક જ વયના છે અને થોડા સમય પછી તમને લાગશે કે હવે તે સુકાની જેવો નથી. ” ભારતીય ટીમમાં નિયમિત કપ્તાન ઉપરાંત આગળના કેપ્ટનને તૈયાર કરવાની પ્રથા, પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની દ્વારા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટનશિપ છોડતા પહેલા તેણે વિરાટ કોહલીને તૈયાર કર્યો હતો અને તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે.”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

KL RAHUL

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati