Cricket: વિશ્વકપ 2015માં આ સ્પિનર ચમક્યો હતો અને હવે નિવૃત્તિ બાદ સુથારી કામ કરી જીવન ગુજારવા મજબૂર

ઓસ્ટ્રેલીયાના પૂર્વ સ્પિનર જેવિયર ડોહર્ટી (Xavier Doherty) પૈસા માટે સુથારી કામ કરી રહ્યો છે. ડોહર્ટી ઓસ્ટ્રેલીયન ટીમ (Australian Team) માંથી 2015માં વર્લ્ડકપમાં ભાગ લઇ ચુક્યો છે.

Cricket: વિશ્વકપ 2015માં આ સ્પિનર ચમક્યો હતો અને હવે નિવૃત્તિ બાદ સુથારી કામ કરી જીવન ગુજારવા મજબૂર
Xavier Doherty
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 23, 2021 | 7:14 PM

આમ તો ક્રિકેટને વૈભવી સુખ અપાવતી અને ઝાકમઝોળ ભરેલી રમત તરીકે જોવામાં આવે છે. એકવાર ટીમમાં મોકો મળે એટલે વ્યક્તિનું જીવન ધોરણ બદલાઈ જતુ હોય છે. ક્યારેક એવા પણ ખેલાડીઓની સ્થિતી જોવા મળતી હોય છે કે તેઓએ આર્થિક મામલે સંઘર્ષપૂર્ણ રીતે બાકીનું જીવન વિતાવવુ પડે છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

ઓસ્ટ્રેલીયાના પૂર્વ સ્પિનર જેવિયર ડોહર્ટી (Xavier Doherty) પૈસા માટે સુથારી કામ કરી રહ્યો છે. ડોહર્ટી ઓસ્ટ્રેલીયન ટીમ (Australian Team)માંથી 2015માં વર્લ્ડકપમાં ભાગ લઈ ચુક્યો છે. ઓસ્ટ્રેલીયન ક્રિકેટર્સ એસોસિએશન (Australian Cricketers Association)એ ટ્વીટર પર એક વીડિયો શેયર કર્યો છે.

જે વીડિયોમાં ડોહર્ટી લાકડાથી જોડાયેલુ કામ કરી રહ્યો છે. 2017માં ડોહર્ટીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. સંન્યાસ લેવા પહેલા જોકે ડોહર્ટીને સતત પુરતા પ્રમણમાં ટીમમાં તક મળી નહોતી રહી. જોકે સંન્યાસ બાદ તેના જીવનમાં સંઘર્ષની સ્થિતી સર્જાઈ હતી. ઘર ચલાવવા માટે હવે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

આમ ઘર ચલાવવાની આર્થિક સ્થિતીને પહોંચી વળવા માટે પૂર્વ સ્પિનરે સુથારી કામ શીખવામાં રસ દાખવ્યો હતો. વીડિયો મુજબ તે સુથારી કામને શીખી રહ્યો છે. તેની આ નવા રોજગારને લઈને ડોહર્ટી જે કામ શીખી રહ્યો છે તેને લઈને વીડિયો પોતાની વાત પણ કહી હતી. તેણે કહ્યું હતુ કે જ્યારે ક્રિકેટ છોડ્યુ હતુ ત્યારે વિચાર્યુ નહોતુ કે, આગળ ચાલીને શું કરશે.

શરુઆતમાં તો જે કામ મળ્યુ એ કામ કરી જીવન ચલાવવા માટે પ્રયાસ કર્યો હોવાનું ડોહર્ટીએ કહ્યું હતુ. આમ જેમ તેમ એકાદ વર્ષ પસાર થયુ હતુ. તેણે ઓફિસમાં કામ કર્યુ હતુ. તેના સિવાય ક્રિકેટ સાથે જોડાયેલા કામ કર્યા હતા. ત્યારબાદ તેણે હવે સુથારી કામ કરવાનો નિર્ણય કર્યો હતો. ડોહર્ટીના આ પ્રયાસને ઓસ્ટ્રેલીયન ક્રિકેટર્સ એસોસીએશને ખૂબ વખાણ્યુ હતુ.

તેમણે આગળ કહ્યું, પ્લેયર ડેવલપમેન્ટ મેનેજર્સના હોવાથી તેમને સહાયતા મળે છે. મને પણ તેનાથી ઘણી રાહત મળે છે, મને આગળનો માર્ગ પણ સૂઝ્યો અને આર્થિક મદદ પણ મળી હતી. ડોહર્ટીએ 4 ટેસ્ટ મેચ, 40 વન ડે મેચ અને 11 ટી 20 મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 7, વન ડેમાં 55 અન T20 10 વિકેટ ઝડપી છે. તેણે શ્રીલંકા સામે 2010માં આંતરરાષ્ટ્રીય કરિયર શરુ કર્યુ હતુ, તેણે અંતિમ મેચ 2015માં રમી હતી. જ્યારે અંતિમ T20 મેચ ભારત સામે રમી હતી.

આ પણ વાંચો: WTC 2021: ફાઇનલ પહેલા ન્યુઝીલેન્ડથી આવી તુલના, ભારત સામે રમવુ એટલે તમારા બોસ સામે ગોલ્ફ રમવા સમાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">