હાર્દિક-અગસ્ત્ય હસતા હોવાની તસ્વીર થઈ વાયરલ, હાર્દિકે કહ્યુ આ વાત પર હસી પડ્યા બંને

હાર્દિક-અગસ્ત્ય હસતા હોવાની તસ્વીર થઈ વાયરલ, હાર્દિકે કહ્યુ આ વાત પર હસી પડ્યા બંને

ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘરમાં ટી20 સીરીઝમાં હરાવવાની મહત્વની ભૂમિકા હાર્દિક પંડ્યાએ નિભાવી હતી. ગત સપ્તાહે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારત પરત ફરી ચુક્યો છે. ભારત પરત ફર્યા બાદ હાર્દિક પંડ્યા મોટાભાગે પોતાના પુત્ર સાથે સમય પસાર કરી રહ્યો છે. પુત્ર અગસ્ત્યની સાથે વ્યસ્ત રહે છે અને તેનો સારી રીતે ખ્યાલ રાખી રહ્યો છે. હાર્દિક લગભગ ચારેક […]

Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Dec 15, 2020 | 10:51 PM

ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘરમાં ટી20 સીરીઝમાં હરાવવાની મહત્વની ભૂમિકા હાર્દિક પંડ્યાએ નિભાવી હતી. ગત સપ્તાહે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારત પરત ફરી ચુક્યો છે. ભારત પરત ફર્યા બાદ હાર્દિક પંડ્યા મોટાભાગે પોતાના પુત્ર સાથે સમય પસાર કરી રહ્યો છે. પુત્ર અગસ્ત્યની સાથે વ્યસ્ત રહે છે અને તેનો સારી રીતે ખ્યાલ રાખી રહ્યો છે. હાર્દિક લગભગ ચારેક મહિના બાદ પોતાના પરિવાર અને પુત્રને મળી રહ્યો છે.

https://twitter.com/hardikpandya7/status/1338482890321977344?s=20

પહેલા આઈપીએલ અને બાદમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને વ્યસ્ત હતો. હાર્દિક પંડ્યા પુત્ર અગસ્ત્ય સાથે એક મસ્તી કરતો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં પિતા પુત્રની જોડી હસતી નજરે આવી રહી છે. હાર્દિક પંડ્યાએ પુત્રની સાથે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. તેણે ફોટો સાથે કેપ્શન લખી હતી કે હસી રહેલા પિતા અને પુત્ર, 5 નાના વાંદરાની કવિતા. પ્રશંસકોને પણ આ બંને તસ્વીર ખૂબ પસંદ આવી રહી છે. જેની પર લોકોએ કોમેન્ટ અને લાઈક કરી રહ્યા છે.

આ પહેલા હાર્દિકની પત્નિ નતાશા સ્ટેનકોવિકે હાર્દિક અને અગસ્ત્યનો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં બાપ-બેટાની જોડી ખૂબ મસ્તી કરતા નજરે આવી રહ્યા હતા. વીડિયોમાં અગસ્ત્ય ખૂબ પ્યારથી ડેડી હાર્દિકના ખોળામાં રમી રહ્યો હતો. લોકો એ આ વીડિયો પર ખૂબ પ્યાર અને લાઇક-કોમેન્ટનો વરસાદ વરસાવ્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati