સર્વે: 59 ટકા લોકોએ માન્યું કે IPLની હરાજીમાં સૌથી મોંઘા વેચાયલા ક્રિસ મોરિસ ટીમ માટે સફળ સાબિત થશે

IPLની આગામી સિઝન માટે ચેન્નાઈમાં ગત ગુરુવારે ઓકશન (IPL Auction) યોજવામાં આવ્યુ હતુ. જેમાં દેશ અને વિદેશના ખેલાડીઓને અનેક ગણી કિંમતે ખરીદવામાં આવ્યા હતા તો અનેક ખેલાડીઓએ નિરાશા પણ મેળવવી પડી હતી.

સર્વે: 59 ટકા લોકોએ માન્યું કે IPLની હરાજીમાં સૌથી મોંઘા વેચાયલા ક્રિસ મોરિસ ટીમ માટે સફળ સાબિત થશે
Chris Morris (File Image)

IPLની આગામી સિઝન માટે ચેન્નાઈમાં ગત ગુરુવારે ઓકશન (IPL Auction) યોજવામાં આવ્યુ હતુ. જેમાં દેશ અને વિદેશના ખેલાડીઓને અનેક ગણી કિંમતે ખરીદવામાં આવ્યા હતા તો અનેક ખેલાડીઓએ નિરાશા પણ મેળવવી પડી હતી. આ દરમ્યાન ક્રિસ મોરિસ (Chris Morris)ની ખરીદીએ આઈપીએલના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. અત્યાર સુધી યુવરાજસિંહ (Yuvraj Singh) સૌથી વધુ કિંમતના મામલામાં ટોચ પર રહ્યો હતો. પરંતુ રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) ક્રિસ મોરિસને 16.25 કરોડના ખર્ચે ખરીદી લીધો હતો.

ક્રિસ મોરિસ પર રાજસ્થાને ભરોસો મુક્યો છે, તે કેટલો સફળ નિવડશે તે પણ એક સવાલ ઓકશનના દિવસથી જ ચર્ચાઈ રહ્યો છે. TV9 ડિજીટલ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં લોકોએ મોરિસને સફળતાને લઈને જવાબ હા માં આપ્યો છે. આમ તે રાજસ્થાન માટે આઈપીએલ માટે સફળ નિવડશે તેમ લોકોનું માનવુ છે. સૌથી મોંઘા વેચાયેલા ક્રિસ મોરિસને લઈને ક્રિકેટ પ્રેમીઓથી લઈને ક્રિકેટ એક્સપર્ટ સુધી આ વાતની ચર્ચા છે. ટાઈટલ મેળવવા માટે રાજસ્થાન રોયલ્સે અનેક સ્તરે રણનિતી ઘડી છે. પરંતુ તે મોરિસની ખરીદીની રણનીતીમાં રાજસ્થાન પાર ઉતરશે કે કેમ તે પણ સવાલ છે.

આ વાતને લઈને કરાયેલા સર્વેમાં ટીવી 9 ડિજીટલના જુદા જુદા પ્લેટફોર્મ પર લોકોએ પોતાના મત રજૂ કર્યા છે. જેમાં 59 ટકા લોકોએ પોતાનો મત હકારાત્મક આપ્યો છે. એટલે કે રાજસ્થાને ક્રિસ મોરિસ પર ખેલેલો મોંઘો દાવ સફળ નિવડી શકે. આમ ટીવી9 ડિજીટલના સર્વેમાં ક્રિસ મોરિસની રાજસ્થાનની ખરીદીને યોગ્ય ગણાવી છે. ઉલ્લેખનીય છે ગત સિઝનમાં 10 કરોડથી વધુના ખર્ચે ખરીદેલા ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) નિષ્ફળ નિવડ્યો હતો.

આ પણ વાંચો: IPL 2021: તમામ લીગ મેચ મુંબઇમાં રમાઇ શકે છે, BCCIનો આવો હશે પ્લાન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati