Breaking News : બાંગ્લાદેશની T20 લીગમાં એક વર્ષથી પગાર ન મળ્યો છતાં રમવા પહોંચ્યો પાકિસ્તાની ખેલાડી
12મી સીઝનમાં પહોંચેલી આ ટી20 લીગમાં હંમેશા ખેલાડીઓની પગાર ન મળવાની ફરિયાદો ચર્ચામાં રહી છે. ગત્ત સીઝનમાં તો એક ફ્રેન્ચાઈઝીએ ચૂકવણીમાં એટલો બધો વિલંબ કર્યો કે ખેલાડીઓએ ટ્રેનિંગ સેશનનો બહિષ્કાર કર્યો અને બાંગ્લાદેશની સરકારે પણ વચ્ચે પડવું પડ્યું છે.

દુનિયાભરમાં ટી20 લીગ ધુમ મચાવે છે. આઈપીએલને જોઈ અનેક દેશોએ ટી20 લીગ શરુ કરી છે. પરંતુ આઈપીએલ જેવી સફળતા તો દુર એટલી સફળ પણ રહી નથી. એક લીગ તો એવી છે કે, જે હંમેશા ખેલાડીઓને પગાર ન આપવાના કારણે ચર્ચામાં રહે છે. ફરી એક વખત આ મુદ્દો ઉઠ્યો છે. આ હાલમાં બાંગ્લાદેશની પ્રીમિયર લીગની છે. જ્યાં ગત્ત સીઝનમાં ખેલાડીઓને પૈસા ન ચૂકવવાનો મુદ્દો ઉઠ્યો હતો. હવે એક પાકિસ્તાની ખેલાડીએ ફરિયાદ કરી છે કે ગત્ત સીઝનના બાકી પૈસા હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી.
ફ્રેન્ચાઇઝીનો કબજો લીધો
બાંગ્લાદેશી ટી20 લીગ બીપીએલની નવી સીઝન 16 ડિસેમ્બર 2025થી શરુ થઈ હતી પરંતુ લીગની 12મી સીઝન શરુ થતાં પહેલા વિવાદ શરુ થયો હતો કારણ કે, ફ્રેન્ચાઈઝી ચટ્ટોગ્રામ રોયલ્સના માલિકો એક દિવસ પહેલા જ ટીમમાંથી ખસી ગયા હતા. પરિણામે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ફ્રેન્ચાઇઝીનો કબજો લીધો હતો. દરમિયાન, પાકિસ્તાની બેટ્સમેન હૈદર અલી, જે હાલમાં લીગમાં ભાગ લઈ રહ્યા છે, તેમણે પેન્ડિંગ પેમેન્ટનો મુદ્દો ઉઠાવીને ફરી એકવાર BPL ને શરમજનક બનાવ્યું છે.
હૈદર અલીના કેટલા પૈસા બાકી ?
BPLની ફ્રેન્ચાઈઝી નોઆખાલી એક્સપ્રેસ માટે રમી રહેલા હૈદર અલીએ લીગની વચ્ચે એક નિવેદન આપી ધમાલ મચાવી હતી. પાકિસ્તાની બેટ્સમેને કહ્યું કે, તેમણે ગત્ત સીઝનના તમામ પૈસા એક વર્ષ પછી પણ મળ્યા નથી. હૈદર અલીએ જણાવ્યું કે, બીપીએલ એક સારી ટૂર્નામેન્ટ છે પરંતુ જ્યારે ક્રિકેટરોને પગાર નહી મળે તો તે મુશ્કેલીમાં આવે છે. તેમને થાય છે કે, તેમણે આ લીગ રમવી જોઈએ નહી.”હું બીસીબીને મારા પૈસા ચૂકવવા વિનંતી કરીશ. હું ગત્ત સિઝનમાં ચિત્તાગોંગ માટે રમ્યો હતો અને મને હજુ સુધી પુરો પગાર મળ્યો નથી, જે લગભગ લગભગ રૂ. 36 લાખ છે.
ગત્ત સીઝનમાં સેલેરીને લઈ મચી હતી ધમાલ
ખાસ વાત એ છે કે, ગત્ત સીઝનના પૈસા મળ્યા ન છતાં હૈદર અલી આ સીઝનમાં રમી રહ્યો છે. પરંતુ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં લાંબા સમયથી ખેલાડીઓને પૈસા ન મળવાની ફરિયાદ આવતી રહી છે. ગત્ત સીઝનમાં તો આ હાલત ત્યાં સુધી પહોંચી હતી કે, ખેલાડીઓએ ટ્રેનિંગ સેશનનો બહિષ્કાર કર્યો હતો. સૌથી વધારે વિવાદ ગત્ત વર્ષ દરબાર રાજાશાહી ફ્રેન્ચાઈઝીને લઈ થયો હતો. જેમણે ખેલાડીઓને સમયસર પૈસાની ચૂકવણી કરી ન હતી. ખાસ કરીને વિદેશી ખેલાડીઓને ચૂકવણી ન થવાથી ભારે હોબાળો મચી ગયો, ખેલાડીઓએ ટ્રેનિંગ સેશનનો બહિષ્કાર કર્યો અને મેચો મોડી પાડી. બાંગ્લાદેશી સરકારે પણ વચ્ચે આવવું પડ્યું છે.
બાંગ્લાદેશ એ દક્ષિણ એશિયામાં આવેલ એક દેશ છે. બાગ્લાદેશની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ સરહદો ભારત સાથે અને દક્ષિણ પૂર્વ સરહદ મ્યાનમાર સાથે જોડાયેલી છે. અહી ક્લિક કરો
