AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: આ ભારતીય બોલર મચાવશે ધૂમ, પાકિસ્તાન પહેલાથી જ છે ડરમાં !

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયાર છે. બુમરાહની વાપસીથી પાકિસ્તાની ટીમનું ટેન્શન વધવાનું છે. બુમરાહને લઈને પાકિસ્તાની બેટ્સમેનોમાં પહેલેથી જ ડર ફેલાઈ રહ્યો છે. પાકિસ્તાની બેટ્સમેન અબ્દુલ્લા શફીકને પણ બુમરાહ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

Asia Cup 2023: આ ભારતીય બોલર મચાવશે ધૂમ, પાકિસ્તાન પહેલાથી જ છે ડરમાં !
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 12:26 AM
Share

પાકિસ્તાન અને શ્રીલંકામાં 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી એશિયા કપ રમાશે. આ મેગા ટૂર્નામેન્ટમાં વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર રહેશે. 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના પલ્લેકેલેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બ્લોકબસ્ટર મેચ રમાવાની છે. આ પછી સુપર-ફોર તબક્કામાં પણ બંને ટીમો વચ્ચે મુકાબલો થઈ શકે છે.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ 2023 માટે ભારતીય ટીમમાં વાપસી કરે તેવી પૂરી સંભાવના છે. પીઠની ઈજાને કારણે બુમરાહ લાંબા સમયથી ક્રિકેટમાં નહોતો. હાલમાં બુમરાહને આયર્લેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે ટીમમાં પણ જગ્યા મળી છે, જ્યાં તે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. એશિયા કપ માટે બુમરાહની વાપસીથી જરુરુ થી પાકિસ્તાનની ટીમનું ક્રિકેટ મેચ જીતવાને લઈ ટેન્શન વધવા જઈ રહ્યું છે. બુમરાહને લઈને પાકિસ્તાની બેટ્સમેનોમાં પહેલેથી જ ડર ફેલાઈ રહ્યો છે.

પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન અબ્દુલ્લા શફીકને પણ બુમરાહ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ‘માઇન્ડગેમ’ રમતા શફીકે કહ્યું કે તે નેટ્સમાં શાહીન આફ્રિદી અને નસીમ શાહ જેવા બોલરોનો સામનો કરે છે, તેથી તે બુમરાહ સાથે પણ વ્યવહાર કરશે. શફીકે કહ્યું, ‘તમે પ્રેક્ટિસ સેશન દરમિયાન હંમેશા નેટમાં હરિસ, નસીમ, શાહીનનો સામનો કરો છો. આવી સ્થિતિમાં જ્યારે તમે વિપક્ષી બોલરોનો સામનો કરો છો ત્યારે તમને તે આસાન લાગે છે. ખાસ કરીને જો તમે ભારતની વાત કરીએ તો… એવું લાગે છે કે જસપ્રીત બુમરાહ પણ એશિયા કપ માટે વાપસી કરી રહ્યો છે.

શફીક કહે છે, ‘અમારી ટીમનું બોલિંગનું લેવલ ઘણું સારું છે, હકીકતમાં વિશ્વનું સર્વશ્રેષ્ઠ છે. અમે નેટમાં તેમનો (શાહીન, હરિસ, નસીમ) સામનો કરીએ છીએ. અમે તેના પડકારજનક સ્પેલ્સનો સામનો કરીએ છીએ જે તૈયારીમાં ઘણો આત્મવિશ્વાસ અને સરળતા આપે છે. જો અમે તેમની સામે સારું રમીશું તો દેખીતી રીતે જ હરીફ બોલરો સામે વધુ આત્મવિશ્વાસ ધરાવીશું.

20 ઓગસ્ટે થશે ભારતીય ટીમની જાહેરાત !

ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ, મોહમ્મદ વસીમ જુનિયર અને ફહીમ અશરફને એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમમાં જગ્યા મળી છે. જો જોવામાં આવે તો પાકિસ્તાનનું સ્પિન બોલિંગ યુનિટ પણ ઘણું મજબૂત છે, જેમાં ઉસ્મા મીર, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ સામેલ છે. પાકિસ્તાનની ટીમ એશિયા કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત 30 ઓગસ્ટે નેપાળ સામેની મેચથી કરશે. એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત 20 ઓગસ્ટે થઈ શકે છે.

આ પણ વાંચો : ભારત-આયર્લેન્ડ T20 મેચ માટે નથી મળી ટિકિટ ? ચિંતા કરવાની જરૂર નથી, આ રીતે મફતમાં જુઓ મેચ

એશિયા કપ માટેની પાકિસ્તાનની ટીમઃ અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (સી), સલમાન અલી આગા, ઈફ્તિખાર અહેમદ, તૈબ તાહિર, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન) , મોહમ્મદ નવાઝ, ઉસ્મા મીર, ફહીમ અશરફ, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદી.

એશિયા કપ શેડ્યૂલ:

  1. 30 ઓગસ્ટ: પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ – મુલ્તાન
  2. 31 ઓગસ્ટ: બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા – પલ્લેકલે
  3. 2 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન – પલ્લેકલે
  4. 3 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન – લાહોર
  5. 4 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ નેપાળ
  6. 5 સપ્ટેમ્બર: શ્રીલંકા વિ. અફઘાનિસ્તાન- લાહોર
  7. 6 સપ્ટેમ્બર: A1 Vs B2 – લાહોર
  8. 9 સપ્ટેમ્બર: B1 vs B2 – કોલંબો (શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ હોઈ શકે છે)
  9. 10 સપ્ટેમ્બર: A1 vs A2 – કોલંબો (ભારત વિરુદ્ધ પાકિસ્તાન હોઈ શકે છે)
  10. 12 સપ્ટેમ્બર: A2 vs B1 – કોલંબો
  11. 14 સપ્ટેમ્બર 15: A1 vs B1 – કોલંબો
  12. 15 સપ્ટેમ્બર : A2 vs B2 – કોલંબો
  13. 17 સપ્ટેમ્બર: ફાઈનલ – કોલંબો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">