Team India: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ માટે ECB એ આપ્યા રાહતના સમાચાર, ત્રણ દિવસ ક્વોરન્ટાઇન બાદ પ્રેકટીસની છુટ

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC 2021) અને ભારત ઇંગ્લેંડ (India vs New England) વચ્ચેની ટેસ્ટ શ્રેણીને લઇ ટીમ ઇન્ડીયા માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય ટીમ (Team India) ને લાંબો સમય આકરા ક્વોરન્ટાઇન હેઠળ ગુજારવાને બદલે ઇંગ્લેંડ પહોંચીને ત્રણ દિવસ બાદ પ્રેકટીસ કરી શકાશે.

Team India: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ માટે ECB એ આપ્યા રાહતના સમાચાર, ત્રણ દિવસ ક્વોરન્ટાઇન બાદ પ્રેકટીસની છુટ
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 23, 2021 | 7:27 PM

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC 2021) અને ભારત ઇંગ્લેંડ (India vs New England) વચ્ચેની ટેસ્ટ શ્રેણીને લઇ ટીમ ઇન્ડીયા માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય ટીમ (Team India) ને લાંબો સમય આકરા ક્વોરન્ટાઇન હેઠળ ગુજારવાને બદલે ઇંગ્લેંડ પહોંચીને ત્રણ દિવસ બાદ પ્રેકટીસ કરી શકાશે.

ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ હાલમાં મુંબઇની હોટલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. ત્યારબાદ તેઓ 2 જૂને ઇંગ્લેંડ માટે રવાના થનાર છે. ખેલાડીઓને ઇંગ્લેંડમાં 10 દિવસ ક્વોરન્ટાઇન હેઠળ ગુજારવાની ચિંતા હતી. પરંતુ ઇંગ્લેંડ તરફથી હવે ખેલાડીઓ માટે રાહત મળી છે.

BCCI દ્વારા ઇંગ્લેંડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ને ખેલાડીઓની માનસિક સ્વસ્થતાને ધ્યાને રાખીને વાતચીત કરવામાં આવી હતી. આ દરમ્યાન ખેલાડીઓને તાલીમ માટે સમય આપવાથી માનસીક રાહત મળી શકે છે. ઉપરાંત ખેલાડીઓ મહત્વની ફાઇનલ મેચ પહેલા ઇંગ્લેંડના વાતાવરણમાં અભ્યાસ કરીને તૈયારીઓ પણ કરી શકે છે. જેને લઇને ઇસીબીએ ખેલાડીઓને 10 દિવસ ક્વોરન્ટાઇન હેઠળ રાખવાને બદલે ત્રણ જ દિવસ રાખવામાં આવશે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

ભારતીય પુરુષ ટીમ અને મહિલા એમ બંને ટીમોને આ પ્રકારે રાહત મળી રહેશે. ભારતીય ટીમ આગામી 18 જૂનથી આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ સામે રમનાર છે. જે 18 જૂનથી 22 જૂન વચ્ચે સાઉથંપ્ટન (southampton stadium)માં રમાનાર છે. ત્યારબાદ ભારતીય ટીમ ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમનાર છે.

આગામી 2 જૂને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ બંને એક સાથે જ વિશેષ ચાર્ટર વિમાન દ્વારા ઇંગ્લેંડ પ્રવાસ માટે રવાના થનાર છે. ભારતીય ટીમ એજેસ બાઉલ ખાતે હોટલમાં રોકાણ સાથે ક્વોરન્ટાઇન પિરીયડ વિતાવશે. ટુંકા ક્વોરન્ટાઇન પિરીયડ દરમ્યાન ભારતીય ટીમ પ્રેકટીસ કરી શકશે. આ પહેલા વિદેશ પ્રવાસે જનારી ટીમોએ ઓછામાં ઓછા 10 દિવસ ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડતું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">