T20 World Cup: સરકારે BCCIની મુશ્કેલી વધારી, ભારતમાં ટુર્નામેન્ટના આયોજન પર સંકટ

ભારતમાં આ વર્ષે ટી20 વિશ્વકપ (T20 World Cup) રમનારો છે. જોકે તે પહેલા જ BCCI સામે એક મોટો પડકાર ઉભો થઇ ગયો છે. જેનુ સમાધાન નહી થવા પર વિશ્વકપનુ યજમાન પદ ભારત પાસેથી સરકી જઇ શકે છે. જો ભારત સરકારે (Central Government) ટેક્સમાં છુટછાટ નહી આપી તો, વિશ્વકપ માટે BCCIએ 906 કરોડ રુપીયા ટેક્સ ચુકવવો […]

T20 World Cup: સરકારે BCCIની મુશ્કેલી વધારી, ભારતમાં ટુર્નામેન્ટના આયોજન પર સંકટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 03, 2021 | 7:23 PM

ભારતમાં આ વર્ષે ટી20 વિશ્વકપ (T20 World Cup) રમનારો છે. જોકે તે પહેલા જ BCCI સામે એક મોટો પડકાર ઉભો થઇ ગયો છે. જેનુ સમાધાન નહી થવા પર વિશ્વકપનુ યજમાન પદ ભારત પાસેથી સરકી જઇ શકે છે. જો ભારત સરકારે (Central Government) ટેક્સમાં છુટછાટ નહી આપી તો, વિશ્વકપ માટે BCCIએ 906 કરોડ રુપીયા ટેક્સ ચુકવવો પડી શકે છે. જો સરકાર રાહત આપે તો પણ BCCI એ 227 કરોડ રુપીયા ટેક્સ તો ચુકવવો પડી શકે છે. વિશ્વકપ આડે માત્ર દશેક મહિના જ બાકી છે અને આસીસીએ યુએઇને (UAE) બેકઅપના રુપે તૈયાર રાખ્યુ છે.

BCCI એ પહેલા જ બે ડેડલાઇન 31, ડિસેમ્બર 2019 અને 31, ડિસેમ્બર 2020 મિસ કરી દીધી છે. હવે તેની પર આ અંગેનો નિર્ણય કરવા પર દબાણ વધી ચુક્યુ છે કે તે વિશ્વકપ યજમાન બનવા માંગે છે કે નહી. એક અધિકારીએ કહ્યુ હતુ કે, નવી ડેડલાઇન ફેબ્રુઆરી સુધીની છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય (Union Ministry of Finance) પાસે BCCIની ટી20 વિશ્વકપમાં ટેસ્કની છુટછાટ અંગેની અપીલ પડી રહી છે. સરકાર દ્રારા જોકે આ અંગે કોઇ જ નિર્ણય કર્યો નથી. BCCI રમત ગમત મંત્રાલય (Ministry of Sports) દ્રારા રાષ્ટ્રીય ખેલ મહાસંઘના રુપે માન્યતા પ્રાપ્ત પણ નથી.

બે ડેડલાઇનને મીસ કરવા બાદ આઇસીસી એ BCCI ને બે વિકલ્પ આપ્યા છે. જે આખરી માનવામાં આવી રહ્યા છે. પ્રથમ એ છે કે, ટી20 વિશ્વ કપને યુએઇમાં આયોજીત કરવામાં આવે. બીજી વાત એ છે કે ટેકસ રાહત નથી મળતી તો ટેક્સની જવાબદારી બીસીસીઆઇ એ ઉઠાવવી રહી. જોકે વર્ષ 2016માં ભારત એ ટી20 વિશ્વકપ નુ આયોજન કર્યુ હતુ ત્યારે પણ મોદી સરકારે 10 ટકા રાહત આપી હતી. જોકે તેને લઇને આઇસીસી એ BCCI ના શેરમં 173 કરોડ રુપીયા કાપી લીધા હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

BCCI ની એજીએમ માં પણ આ મામલે ચર્ચા થઇ હતી. જેમાં એક અધિકારી મુજબ બેઠકમાં બે મત રજૂ થયા હતા. જેમાં કેટલાકે સરકાર ટેક્સમાં રાહત નથી આપતી તો બીસીસીઆઇ દ્રારા ટેક્સ ચુકવવાની વાત કરી હતી. એક અધિકારીના હવાલાથી આઇએએનએસ એ લખ્યુ હતુ કે, 10-15 મીનીટની ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને અધિકારીઓએ જોવા પર કહ્યુ હતુ. જોકે બધા જ અધિકારીઓ આ વાત પર એકમત નહોતા. સવાલ એ પણ હતો કે, જો સરકાર પુરો ટેક્સ છુટ નથી આપતી તો આયોજન જતુ કરી દેવુ જોઇએ. તો કોઇએ આને ઇજ્જતનો સવાલ ગણાવ્યો હતો. જેથી ભારતે ટેક્સ ચુકવવો જોઇએ અને વિશ્વકપ નુ આયોજન કરવુ જોઇએ.

એજીએમ પહેલા બીસીસીઆઇના સભ્યોને બે પેજની નોટ આપવામાં આવી હતી. જેમાં આઇસીસી ના મામલાઓ પર અપડેટ અને ટી20 વિશ્વકપને લઇને અપડેટની વાત લખી હતી. જે અંગે પણ અધીકારીએ કહ્યુ હતુ કે, મને નથી લાગતુ કે, કોઇને પાસે તે નોટને વાંચવાનો સમય હતો. કારણ કે બધા જ ફ્રેન્ડલી ક્રિકેટ મેચ તરફ જ ધ્યાન આપી રહ્યા હતા.જે એજીએમ ના એક દિવસ પહેલા જ રમાઇ હતી.

જો સરકાર ના ભણી દે છે તો, બીસીસીઆઇ ને વન ડે વિશ્વકપ 2023 નુ આયોજન પણ ખતરામાં પડી શકે છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે, સરકાર ટી20 વિશ્વકપમાં છુટછાટ નથી આપતી તો 2023માં પોતાનો મત બદલે એવી સંભાવના ઓછી છે. જો સરકાર ક્રિકેટને છુટ આપે છે તો અન્ય રમતોને પણ છુટ આપવી પડી શકે છે. ટેક્સનો મુદ્દો પણ એટલા માટે ઉઠ્યો છે કે આઇસીસી મિડીયા રાઇટ્સ સ્ટાર ઇન્ડીયા પાસે છે. જે એક ભારતીય કંપની છે અને બ્રોડકાસ્ટર આઇસીસીને પૈસા આપે છે. જો ભારત સરકાર સ્ટાર ઇન્ડીયાને ટેક્સમાં રાહત નથી આપતી તો પ્રસારણ કર્તા આઇસીસીને નક્કિ કરેલ પુર્ણ રકમ નહી ચુકવે. જો સ્ટાર ઇન્ડીયા દ્રારા પુરી રકમ નહી મળે તો, આઇસીસી પણ સદસ્ય દેશોને ઓછા પૈસા આપશે.

આમ આસીસી જ્યારે સદસ્ય દેશને ટુર્નામેન્ટનુ આયોજન આપે છે ત્યારે બંને તરફથી એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે છે. જેના મુજબ આયોજનકર્તાએ પુરી છુટ ટેક્સમાં મેળવવી પડે છે. તો આઇસીસી પણ ટુર્નામેન્ટના આયોજન માટે આઇસીસી કેટલીક રકમ પણ આયોજનકર્તા દેશના બોર્ડને આપે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">