IND vs SA Final : ટીમ ઈન્ડિયા ફાઈનલ માટે બારબાડોસ પહોંચી, જુઓ વીડિયો

|

Jun 28, 2024 | 11:56 AM

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ બારબાડોસમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા બારબાડોસમાં પહોંચી ગઈ છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સહિત તમામ ખેલાડીઓ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

IND vs SA Final : ટીમ ઈન્ડિયા ફાઈનલ માટે બારબાડોસ પહોંચી, જુઓ વીડિયો

Follow us on

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ બારબાડોસમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા બારબાડોસમાં પહોંચી ગઈ છે. શુક્રવારે ટીમ ઈન્ડિયાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સહિત તમામ ખેલાડીઓ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.ભારતીય ટીમે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હાર આપી હતી, હવે ફાઈનલ મેચ માટે તૈયાર છે.

ટીમ સપોર્ટ સ્ટાફ સાથે બારબાડોસ પહોંચી

એએનઆઈ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. ભારતીય ટીમના ખેલાડીઓ સહિત કોચ, સપોર્ટ સ્ટાફ બારબાડોસ પહોંચી ગયા છે. અહિ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ફાઈનલ મેચ રમવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાએ આ ટી20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે, મહત્વની વાત તો એ છે કે, ભારતીય ટીમને હજુ સુધી હાર મળી નથી.

શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ
બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે મહત્વની સલાહ

 

ઈંગ્લેન્ડની ટીમ 103 રનમાં સમેટાય ગઈ

તમને જણાવી દઈએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ ગુરુવારના રોજ રમાય હતી. આ મેચ ગયાનામાં રમાય હતી. ભારતીય ટીમે આ મેચ 68 રનથી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 7 વિકેટનું નુકસાન સાથે 171 રન બનાવ્યા છે. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 103 રનમાં સમેટાય ગઈ હતી. ભારતીય બોલરનું આ મેચમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ. પહેલા બેટિંગ અને ત્યારબાદ બોલિંગના કારણે ટીમને જીત મળી હતી.

 

 

એ પણ જાણી લો કો, ભારતીય ટીમે પોતાની તમામ ગ્રુપ મેચ જીતી લીધી છે. તેમણે 4 મેચ રમવાની હતી પરંતુ એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. ત્યારબાદ સુપર 8 મેચ રમી અને 3 મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો : ગુજરાતના આ ખેલાડીની બોલિંગ અને બેટિંગથી ઈંગ્લેન્ડના પગ ધ્રુજાવી દીધા, બોલ હાથમાં લઈને જ ટીમને ફાઇનલમાં એન્ટ્રી કરાવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 11:32 am, Fri, 28 June 24

Next Article