T20 World Cup 2021: બ્રેટ લીએ કહ્યું કે, કોહલી-રોહિત નહીં પણ ટીમ ઇન્ડિયા માટે આ ખેલાડી શાનદાર પ્રદર્શન કરશે

TV9 GUJARATI

|

Updated on: Oct 14, 2021 | 3:46 PM

બ્રેટ લી માને છે કે, 2007 ની ચેમ્પિયન ભારતીય ટીમ ટાઇટલ માટે પ્રબળ દાવેદાર હશે. ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમવાની છે.

T20 World Cup 2021: બ્રેટ લીએ કહ્યું કે, કોહલી-રોહિત નહીં પણ ટીમ ઇન્ડિયા માટે આ ખેલાડી શાનદાર પ્રદર્શન કરશે
કેએલ રાહુલ અને વિરાટ કોહલી

T20 World Cup 2021:ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર બ્રેટ લી(Brett Lee)નું માનવું છે કે, ભારતે ટી 20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ઇન-ફોર્મ બેટ્સમેન કેએલ રાહુલ(KL Rahul)ને ઇનિંગનો આધાર બનાવવો જોઇએ,

લી માને છે કે 2007 ની ચેમ્પિયન ભારતીય ટીમ ટાઇટલ માટે પ્રબળ દાવેદાર હશે. ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમવાની છે. લીએ એક સમાચાર સંસ્થા કહ્યું,’ ઇંગ્લેન્ડની ટીમ હંમેશા તેમના અનુભવના આધારે મોટો ખતરો છે પરંતુ મારા મતે ભારત ટાઇટલ માટે મજબૂત દાવેદાર છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ને કારણે ભારત પાસે ઘણા યુવા ખેલાડીઓ છે. તેમની પાસે ઝડપી બોલરો પણ છે અને ભારતનો ટોપ ઓર્ડર ઉત્તમ છે. ભારત આ વખતે જીતનો પ્રબળ દાવેદાર હશે અને વર્લ્ડ કપ જીતી શકે છે.

લીએ કહ્યું કે, રાહુલ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે. ટી 20 ક્રિકેટમાં કેએલ રાહુલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે IPL 2021માં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે યુએઈમાં બીજા હાફની છ મેચમાં 295 રન બનાવ્યા હતા. બ્રેટ લીએ કહ્યું, ‘મને લાગે છે કે, રાહુલ સૌથી વધુ રન બનાવશે. આઈપીએલમાં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. ભારતે રાહુલને બેટિંગનો મુખ્ય ભાગ બનાવવો જોઈએ કારણ કે, તેનાથી કોહલી પર દબાણ ઘટશે. આ સાથે કોહલી પોતાની રમત બતાવી શકશે. કદાચ કેપ્ટન તરીકે કોહલી (Virat Kohli)ની આ છેલ્લી ટુર્નામેન્ટ છે, તેથી તે ચોક્કસપણે સારું કરવા ઈચ્છશે.

એવી સંભાવના છે કે, રોહિત શર્મા (Rohit Sharma) સાથે કેએલ રાહુલ ભારત માટે ઓપનિંગ કરી શકે છે. ટીમ તેને મિડલ ઓર્ડરમાં પણ અજમાવી શકે છે. તેણે વનડેમાં ભારત માટે ઓપનિંગ અને ફિનિશર બંને ભૂમિકા ભજવી છે. ટી 20 વર્લ્ડ કપમાં તે શું ભૂમિકા ભજવે છે તે જોવાનું રહ્યું.

તેમણે એમ પણ કહ્યું કે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ભારતના આગામી સ્ટાર સાબિત થશે. તેણે કહ્યું, ‘મને લાગે છે કે સૂર્યકુમાર યાદવ આગામી સ્ટાર હશે.’ લીએ એમ પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયા (Australia)એ શ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે અને તે ભારત માટે પડકારરૂપ બની શકે છે. ‘મને લાગે છે કે આ અમારી શ્રેષ્ઠ ટીમ છે. હું ખૂબ જ દેશભક્ત છું. હું ઈચ્છું છું કે ઓસ્ટ્રેલિયા જીતે અને મને લાગે છે કે તે થઈ શકે છે. પરંતુ ભારત ચોક્કસપણે ફાઇનલમાં રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા 20 ઓક્ટોબરે દુબઇમાં એક વોર્મ અપ મેચ રમશે.

આ પણ વાંચો : ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, ખાતર પરની સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય, ખેડૂતો પરનો આર્થિક બોજો ઘટશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati