T-20 લીગ: સિઝનમાં આ 2 મોંઘાદાટ ખેલાડીઓ તેમની ટીમના માટે સફેદ હાથી સાબિત થઈ રહ્યા છે, કરોડો રુપિયા મેળવ્યા બાદ છે સુપર ફ્લોપ

ટી-20 લીગ હંમેશા માટે શાનદાર બેટીંગ કરવા માટે જાણીતી ટુર્નામેન્ટ છે, જ્યાં દુનિયાભરના મોટા મોટા બેટ્સમેનથી લઈને યુવા અને અજાણ્યા ચહેરા પણ પોતાના બેટથી આગ લગાવે છે. તેમાંથી કેટલાક વિદેશી ખેલાડી પણ હોય છે કે, જેઓએ આમ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની મોટી પ્રતિષ્ઠા ઉભી કરી છે. સાથે જ તેઓ પોતાની મોટી છબીને લઈને મોટી કિંમતે […]

T-20 લીગ: સિઝનમાં આ 2 મોંઘાદાટ ખેલાડીઓ તેમની ટીમના માટે સફેદ હાથી સાબિત થઈ રહ્યા છે, કરોડો રુપિયા મેળવ્યા બાદ છે સુપર ફ્લોપ
Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Oct 23, 2020 | 4:46 PM

ટી-20 લીગ હંમેશા માટે શાનદાર બેટીંગ કરવા માટે જાણીતી ટુર્નામેન્ટ છે, જ્યાં દુનિયાભરના મોટા મોટા બેટ્સમેનથી લઈને યુવા અને અજાણ્યા ચહેરા પણ પોતાના બેટથી આગ લગાવે છે. તેમાંથી કેટલાક વિદેશી ખેલાડી પણ હોય છે કે, જેઓએ આમ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની મોટી પ્રતિષ્ઠા ઉભી કરી છે. સાથે જ તેઓ પોતાની મોટી છબીને લઈને મોટી કિંમતે લીગમાં રમાવા માટે આવતા હોય છે. પરંતુ તેઓ પ્રતિષ્ઠા પ્રમાણે રમવાનું ચુકી જાય છે. કેટલાક લોકોની હાલત પણ ટી-20 લીગની 2020ની સિઝનમાં આવી જ છે, જેઓના નામ મોટા અને દર્શન ખોટા દેખાઈ રહ્યા છે. આવામાં બે મોટા નામ ઉભરી રહ્યા છે, એક તો ગ્લેન મેક્સવેલ અને બીજુ બેન સ્ટોક છે.

T20 league season ma aa 2 mongadat kheladio temni team mate safed hathi sabit thai rahya che crodo rupiya medvya bad che super flop

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબને કેટલીક મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને ટીમ હાલમાં પ્લે ઓફમાં સ્થાન જમાવવા માટે સંઘર્ષ કરી રહી છે. આ બંને ટીમોના હારના અનેક કારણો છે. જોકે તેમાં એક મહત્વનુ કારણ પણ એ જ છે કે, બંને ના મોટા વિદેશી ખેલાડી બેટીંગમાં ચાલી નથી રહ્યા. રાજસ્થાન રોયલ્સના ઈંગ્લીશ ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ યુએઈમાં ચાલી રહેલી ટી-20 લીગની શરુઆતી મેચોમાં જ રમી શક્યો નહોતો, ટીમનું પ્રદર્શન પણ કંઈક ખાસ રહ્યુ નહોતુ. રાજસ્થાનને આશાઓ હતી કે દુનિયાના સૌથી બહેતરીન ઓલરાઉન્ડરમાંથી એક બેન સ્ટોક્સના આવવાથી ટીમ મજબુત બનશે. જોકે હજુ સુધી સ્ટોક્સ બિલકુલ પણ પ્રભાવિત કરી શક્યા નથી.

ટી-20 લીગના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીઓમાં ગણાતા બેન સ્ટોક્સને રાજસ્થાને ગત વર્ષની હરાજી દરમ્યાન બરકરાર રાખ્યો હતો. સ્ટોક્સને રાજસ્થાન વતીથી 12.5 કરોડ રુપિયા ટી-20 લીગની સેલેરી મળી રહી છે. જોકે તેમણે આ સિઝનમાં તેની સેલેરીની પ્રમાણમાં તેમનું પ્રદર્શન નથી રહ્યુ. સ્ટોક્સ અત્યાર સુધીમાં પાંચ મેચમામાં પાંચ ઈનીંગ્સ રમીને પાંચ ઈનિંગમાં ફક્ત 110 રન બનાવ્યા છે. જેમાં તેની સરેરાશ 22 રન અને સ્ટ્રાઈક રેટ 106.79નો રહ્યો છે. જો કે ચોંકાવનારી બાબત પણ એ છે કે, 100થી વધુ બોલ રમી લેવા છતાં પણ તે એક પણ છગ્ગો લગાવી શક્યો નથી. તેનો સિઝનમાં શ્રેષ્ઠ સ્કોર 41 રન રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 league season ma aa 2 mongadat kheladio temni team mate safed hathi sabit thai rahya che crodo rupiya medvya bad che super flop

સ્ટોક્સની માફક જ આવા જ હાલ મેક્સવેલના છે. લીમીટેડ ઓવરના ફોર્મેટમાં સૌથી ખતરનાક ખેલાડીઓમાં ગણવામાં આવતા ઓસ્ટ્રેલીયાઈ બેટ્સમેન ગ્લેન મેક્સવેલ કિંગ્સ ઇલેવન પંજાબનો હિસ્સો છે. મેક્સવેલ આ પહેલા પણ પંજાબનો હિસ્સો હતા અને 2014ના વર્ષમાં તોફાની બેટીંગ કરીને ઓરેન્જ કેપ પણ મેળવી હતી. આ વખતની હરાજી દરમ્યાન તેને ફરીથી પંજાબે મોંઘી દાટ રકમ સાથે ખરીદ્યો  હતો. આ માટે 10.75 કરોડ રુપિયા તેની પાછળ ખર્ચ કરવામાં આવ્યા હતા. જોકે મેક્સવેલ હવે ટીમ પર ભારે પડી રહ્યો છે. અલગ અલગ મેચોમાં ટીમની સ્થિતીની ચિંતા કર્યા વિના જ મેક્સવેલ આસાનીથી વિકેટ ગુમાવતો રહ્યો છે. તેની 10 મેચ દરમ્યાન મેક્સવેલે ફક્ત 90 રન બનાવ્યા છે. જેમા તેની સરેરાશ 15 રન અને સ્ટ્રાઈક રેટ 103નો રહ્યો છે. સ્ટોક્સની જેમ જ મેક્સવેલે પણ કોઈ જ છગ્ગો 10 મેચ રમીને લગાવ્યો નથી. તે અત્યાર સુધી 87 બોલ જ રમી શક્યો છે. દિલ્હી કેપીટલ્સ સામે મેક્સવેલે છેલ્લે 32 રનની રમત રમી હતી. આશા છે કે તેની આવી જ રમત આગળ પણ જારી રાખશે તો પંજાબ માટે તે ફાયદાકારક બની રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati