T-20 લીગ: પ્રથમ મેચમાં જ હૈદરાબાદનો ‘સનરાઈઝ’ અસ્ત, ચહલના આક્રમણ સામે 153 રનમાં ટીમ સમેટાઈ જતાં 10 રને RCBની જીત

યુએઇમાં ટી20 લીગની ત્રીજી મેચ SRH અને RCB વચ્ચે રમાઈ.  સનરાઇઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવા માટેનો નિર્ણય લીધો હતો. જેમાં પહેલી પારીમાં આરસીબીએ 163 રનનો સ્કોર કર્યો હતો. જેનો પીછો કરતા બીજી ઈનીંગ્સમાં હૈદરાબાદ 153 રનમાં ઓલઆઉટ થઈ જતાં પહેલી જ મેચમાં હાર થઈ હતી. આરસીબી બોલર ચહલની આગેવાનીમાં બોલરોએ જાણે […]

T-20 લીગ: પ્રથમ મેચમાં જ હૈદરાબાદનો 'સનરાઈઝ' અસ્ત, ચહલના આક્રમણ સામે 153 રનમાં ટીમ સમેટાઈ જતાં 10 રને RCBની જીત
Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Sep 21, 2020 | 11:58 PM

યુએઇમાં ટી20 લીગની ત્રીજી મેચ SRH અને RCB વચ્ચે રમાઈ.  સનરાઇઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવા માટેનો નિર્ણય લીધો હતો. જેમાં પહેલી પારીમાં આરસીબીએ 163 રનનો સ્કોર કર્યો હતો. જેનો પીછો કરતા બીજી ઈનીંગ્સમાં હૈદરાબાદ 153 રનમાં ઓલઆઉટ થઈ જતાં પહેલી જ મેચમાં હાર થઈ હતી. આરસીબી બોલર ચહલની આગેવાનીમાં બોલરોએ જાણે કે હૈદરાબાદને ધરાશયી કરી દીધુ હતુ. આમ 10 રને આરસીબીનો વિજય થયો હતો

T-20 League pratham match ma j SRH no sunrise asat chahal na aakraman same 153 run ma team sametai jata 10 run e RCB ni jit

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બેંગ્લુરુની શરુઆત

બેંગ્લુરુએ પ્રથમ બેટીંગ કરતા ઓપનર એરોન ફીંચ અને દેવદત્ત પડિક્કલે તેની સારી શરુઆત કરી હતી. દેવદત્તે તેની ડેબ્યુ મેચમાં જ ફીફટી ફટકારી હતી. બંને ઓપનરોએ સારા તાલમેલ સાથે શરુઆતથી જ સ્કોર બોર્ડેને ફરતુ રાખ્યુ હતુ અને 90 રનની ભાગીદારી નોંધાવી હતી. આરસીબીએ પ્રથમ બેટીંગ કરવા દરમ્યાન સનરાઈઝર્સ સામે પાંચ વિકેટે 163 રનનો સ્કોર કર્યો હતો. તેના બંને ઓપનરોએ એક સમયે મોટુ લક્ષ્ય રાખશે એમ રમતને જોતા લાગતુ હતુ, ઓપનર પડિક્કલ અને ડીવીલીયર્સે અડધી સદી નોંધાવી હતી. ત્યારે મેચની શરુઆતે જ સનરાઈઝર્સનો ઝ઼ડપી બોલર મિશેલ માર્શ તેની પહેલી જ ઓવરમાં ઈજા થવાથી બહાર થઈ ગયો હતો. ફક્ત ચાર જ બોલ નાંખ્યા બાદ ઇજા થતા તેના બાકી બચેલા બે બોલ વિજય શંકરે નાંખ્યા હતા. જેમાં સતત બે નો બોલ નાંખતા ફ્રી હીટમાં સિક્સર સાથે 10 રન આપ્યા હતા.

T-20 League pratham match ma j SRH no sunrise asat chahal na aakraman same 153 run ma team sametai jata 10 run e RCB ni jit

 

આરસીબીની પહેલી ઇનીંગ્સ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના દેવદત્ત પડિક્કલે અડધી સદી સાથે સારી શરુઆત કરાવી હતી, તેણે પોતાના વ્યક્તિગત 56 રન 42 બોલ પર બનાવ્યા હતા. દેવદત્તે આઠ ચોગ્ગા પણ ફટકાર્યા હતા.ઓપનીંગમાં આવેલા એરોન ફીંચે 27 બોલમાંબે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 29 રન કર્યા હતા કેપ્ટન વિરાટ કોહલી એ પણ તેના વ્યક્તિગત 14 રનના સ્કોર પર જ રાશિદ ખાનના હાથે નટરાજનની ઓવરમાં આઉટ થયો હતો. આમ શરુઆત સારી થયા બાદ, ટીમ મધ્યાંતરે જાણે કે ધીમી પડી ગઈ હતી. એક બાદ એક મજબુત ખેલાડીઓ જ પેવેલીયન પહોંચતા જાણે કે ટીમ પર દબાણ આવ્યુ હતુ. જોકે ડીવીલીયર્સ અને શિવમે અંતિમ ઓવરોમાં સ્કોર બોર્ડને વધારવા માટે પ્રયાસ કર્યો પણ સફળ ના થઇ શક્યા અને 163 રન પર પ્રથમ પારી અટકી ગઇ હતી.નટરાજન, અભીષેક શર્મા અને શંકર વિજયે એક- એક વિકેટ મેળવી હતી. ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે ચાર ઓવરમાં 25 રન આપ્યા હતા, બોલીંગ જો કે તેને વિકેટ મળી શકી નહોતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સનરાઇઝર્સ બીજી ઇનીંગ્સ

સનરાઇઝર્સે પણ તેની બેંટીંગની શરુઆતમાં કેપ્ટન વોર્નરની વિકેટ ઝડપથી ગુમાવવી પડી હતી, વોર્નર વ્યક્તિગત 06 રનના સ્કોર પર હતો ત્યારે જ તે ટીમના 18 રનના સ્કોરબોર્ડ પર ઉમેશ યાદવ દ્વારા રન આઉટ થયો હતો. જો કે ત્યારબાદ ટીમની ધીમી પણ પકડ જમાવતી બેંટીંગની જવાબદારી મનિષ પાંડે અને ઓપનર બેઅરીસ્ટોએ નિભાવી રાખી હતી. બંને એ સારી ભાગી દારી નોંધાવતા 89 રનના સ્કોર સુધી વિકેટ ટકાવી રાખી હતી, 89 ર પર મનિષ પાંડે ને યુઝવેન્દ્ર ચહલે સૈનીના હાથે ઝડપાવી દીધો હતો. જો કે બેઅરીસ્ટોએ ટીમને મેચમાં પકડી રાખવા સફળ પ્રયાસ કરી અડધી સદી સાથે ટીમને લક્ષ્યાંકનો પિછો કરાવ્યો હતો. પરંતુ તેને પણ ચહલે મેદાન બહારનો રસ્તો બોલ્ડ કરીને દેખાડી દીધો હતો.  તેણે 43 બોલ પર 61 રન ફટકાર્યા હતા.

આરસીબીના બોલર્સ

ટીમ દ્વારા માત્ર યુઝવેન્દ્ર ચહલ તારણહાર સમાન બોલર તરીકે ઉભર્યો હતો. તેણે શરુઆતી બેટીંગ આક્રમણને તેની બોંલીંગથી કકડભુસ કરાવી દીધુ હતુ. સનરાઇઝર્સ એક તરફ મેચનો પીછો સારી સ્થિતીમાં લઇ જવા મથતુ હતુ, એવા સમયે જ ચહલે દમદાર બોંલીંગ કરીને પહેલા મનિષ પાંડે બાદમાં બેઅરીસ્ટો કે જે પકડ જમાવતો અને શંકર વિજયને પેવેલીયન મોકવામાં સફળ રહ્યો. ચહલની બોલીંગે આરસીબીને મજબુત સ્થિતીમાં લાવી દેવામાં સફળ બન્યો હતો અને વિરાટ કોહલીની ચિંતાના વાદળોને દુર કર્યા હતા. નવદીપ સૈની અને દુબેએ પણ બે-બે વિકેટ ઝડપી હતી. આમ એક સમયે સારી શરુઆત કરનાર હૈદરાબાદ બોલરોના સામે ધરાશયી થઈ ગયુ હતુ અને 153 રને જ હૈદરાબાદ સમેટાઈ ગયુ હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati