T-20 લીગઃ બેંગ્લોરે રાજસ્થાનને આઠ વિકેટે હાર આપી, વિરાટ કોહલી અને પડીક્કલે અર્ધશતક કર્યા

ટી-20 લીગની 15 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શનિવારે  મેચ રમાઇ હતી. યુએઇના અબુધાબી ના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે રમાઇ રહેલી સિઝનની 15 મી મેચ બપોરે 03.30 કલાકે શરુ થઇ હતી. પ્રથમ રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને મેદાનમાં બેટીંગ કરવા ઉતરતા 20 ઓવરના અંતમાં 06 વિકેટ ગુમાવીને રાજસ્થાન રોયલ્સે 154 રનનો સ્કોર […]

T-20 લીગઃ બેંગ્લોરે રાજસ્થાનને આઠ વિકેટે હાર આપી, વિરાટ કોહલી અને પડીક્કલે અર્ધશતક કર્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 03, 2020 | 7:41 PM

ટી-20 લીગની 15 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શનિવારે  મેચ રમાઇ હતી. યુએઇના અબુધાબી ના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે રમાઇ રહેલી સિઝનની 15 મી મેચ બપોરે 03.30 કલાકે શરુ થઇ હતી. પ્રથમ રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને મેદાનમાં બેટીંગ કરવા ઉતરતા 20 ઓવરના અંતમાં 06 વિકેટ ગુમાવીને રાજસ્થાન રોયલ્સે 154 રનનો સ્કોર ખડક્યા હતા. જેને આરસીબી એ 19.01 ઓવરમાં બે વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. વિરાટ કોહલીનુ લાંબા સમય બાદ બેટ ચાલ્યુ હતુ. તેણે અર્ધ શતક સાથે 72 રન કર્યા હતા.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરાટ અને પડીક્કલના અર્ધ શતક

કેપ્ટન વિરાટ કોહલી સતત ત્રણ મેચ સુધી સિઝનમાં નિષ્ફળ રહ્યા બાદ આજે ચાહકોને ઉત્સાહમાં લાવતી રમત દાખવી હતી.ે તેણે સિઝનનુ પહેલુ અર્ધશતક ફટકાર્યુ હતુ. સિઝનમાં તે ચોથી મેચમાં ક્રિઝ પર ટકી રહેવામાં સફળ થયો હતો. તેણે 53 બોલમાં 72 રન કર્યા હતા. જ્યારે ઓપનર દેવદત્ત ચારમાંથી ત્રણ મેચમાં સફળ ઓપનર આરસીબી માટે સાબિત થઇ રહ્યો છે. તેણે ત્રીજુ અર્ધ શતક ફટકાર્યુ હતુ. પડીક્કલે 45 બોલમાં 63 રન કર્યા હતા. જોફ્રા આર્ચરે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.

રોયલ ચેલેન્જર્સની બેટીંગ.

રોયલ ચેલેન્જર્સે 155 રન ના લક્ષ્યાંકને પાર કરવા માટે શરુઆત કરી હતી. વિરાટ કોહલી અને દેવદત્ત પડીક્કલ બંનેએ અર્ધ શતક કર્યા હતા. ઓપનર આરોન ફીંચ જોકે ત્રીજી ઓવરમાં 25 રન સ્કોર પર આઉટ થયો હતો. તેણે સાત બોલમાં 08 રન કર્યા હતા. ઓપનર પડીક્કલ ચાર પૈકી ની આ ત્રીજી મેચમાં સફળ દેખાવ કર્યો હતો અને સિઝનનુ તેનુ ત્રીજુ અર્ધ શતક ફટકાર્યુ હતુ. તેણે 63 રન કર્યા હતા. કોહલીએ  72 રન કરીને પારીમાં સૌથી વધુ રન કર્યા હતા.  લક્ષ્યાંક ને પાર પાડવા માટે એબી ડીવીલીયર્સ ક્રિઝ પર આવ્યો હતો અને કોહલીને સાથ પુરાવ્યો હતો. તેણે 12 રન કર્યા હતા.

રાજસ્થાનની બોલીંગ.

શ્રેયસ ગોપાલને એલબી ડબ્લુય આઉટ કરીને શરુઆતમાં વિકેટ ઝડપી હતી. જે વખતે સ્કોર 25 રનનો હતો પરંતુ દેવદત્ત અને વિરાટ કોહલીની જોડી જામતા તેને તોડવામાં બોલરો અસફળ લાગી રહ્યા હતા. જોકે જોફ્રા આર્ચરના બોલ પર દેવદત્ત ક્લીન બોલ્ડ થયો હતો. જોકે ત્યા સુધીમાં આરસીબી ના બેટ્સમેનો લક્ષ્યાંક ની નજીક પહોંચવામાં સફળ થઇ ચુક્યા હતા. જોફ્રા આચર્ચને ચાર આવરોમાં 18 રન આપીને એક વિકેટ ઝડપી હતી. શ્રેયષ ગોપાલે ચાર ઓવરમાં 27 રન આપી વિકેટ ઝડપી હતી. ટોમ કરન આરસીબી સામે ખર્ચાળ બોલર સાબીત થયો હતો અને તેણે ત્રણ ઓવરમાં જ 36 રન આપ્યા હતા. તેવટીયા એ ચાર ઓવરમાં 28 રન આપ્યા હતા પરંતુ એક પણ વિકેટ ઝડપી નહોતી.

રાજસ્થાન રોયલ્સની બેટીંગ

આમ તો રાજસ્થાનને એક મજબુત ટીમ તરીકે આ સિઝનમાં જોવામાં આવી રહી છે. શરુઆત થી જ તેણે દમદાર રમત દાખવી છે. પરંતુ આરસીબી સામેની મેચમાં તેના બેટ્સમેનો દમદાર રમત દાખવવા થી નાકામ રહ્યા હતા. મહિપાલ લોમરોર જે પ્લેયરને આજે અંતિમ ઇલેવનમાં અંકિત રાજપુતના સ્થાને સમાવાયો હતો. તેણે સૌથી વધુ 47 રન કરીને રાજસ્થાનના સ્કોર બોર્ડને  ઉપર લઇ જવામાં મહત્વની રમત દાખવી હતી. પ્રથમ વિકેટ કેપ્ટન સ્ટિવ સ્મિથ ની 27 રનના સ્કોર પર પડી હતી. બાદમાં  31 ના સ્કોર પર બટલર અને સંજુ સૈમસન બંને આઉટ થતા રાજસ્થાનની મુશ્કેલ ઘડીઓની શરુઆત થઇ હતી. જોકે મહિપાલે રમત સંભાળી ક્રિઝ પર ટકી રહેવા પ્રયાસ કર્યો હકો અને 47 રન કર્યા હતા. અંતમાં રાહુલ તેવટીયા અને જોફ્રા આર્ચરે પણ સ્કોર બોર્ડને વધારવા રુપ બેટીંગ દાખવવા પ્રયાસ કર્યો હતો. બંને એ ચાર છગ્ગા લગાવ્યા હતા અને સ્કોર 154 રન પર છ વિકેટે પહોંચાડ્યો હતો. તેવટીયાએ 12 બોલમાં 24 રન ફટકાર્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલીંગ

યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન સતત દબાણમાં રાખતી બોલીંગ કરી હતી. તેણે શરુઆત થી જ રન ને મામલે રાજસ્થાનને દબાણ વધાર્યુ હતુ, સાથે જ ત્રણ મહત્વની વિકેટ પણ ઝડપી દર્શાવી હતી. વોશિંગ્ટન સુંદરને આજે વિકેટ ઝડપવાની સફળતા નહોતી મળી પરંતુ તેણે રન ની બાબતમાં માત્ર 20 જ રન ચાર ઓરમાં આપ્યા હતા. ઇસુરુ ઉડાનાએ બે વિકેટ ઝડપી દર્શાવી હતી. જોકે ટીમ તરફ થી સૌથી વધુ રન તેણે આપ્યા હતા. જ્યારે નવદિપ સૈનીએ ચાર ઓવરમાં  37 રન આપી બે વિકેટ ઝડપી હતી. સૈનીએ એક ઓવર મેડન નાંખી દર્શાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">