T-20: આજે આત્મવિશ્વાસ સાથે કલકત્તા અને બેંગ્લોર મેદાને ઉતરશે, જીતને જાળવી રાખવા બંને વચ્ચે જંગ

સતત બે મેચ જીતવાને લઇને હવે આત્મવિશ્વાસથી ભરપૂર કલકત્તા નાઇડ રાઇડર્સની ટીમ સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેદનામાં ઉતરશે. કલકત્તા આ મેચમાં પણ પોતાનુ પ્રદર્શન જારી રાખવા માટે પ્રયાસ કરશે. જોકે સુનિલ નરેનની શંકાસ્પદ બોલીંગ એકશનની ફરીયાદ અને હરફનમૌલા તેમજ આંદ્રે રસાલની ઇજાને લઇને ટીમની મુશ્કેલી વધી શકે છે. કેરેબીયન સ્પિનર સુનિલ નરેનની બોલીંગ એક્શનને […]

T-20: આજે આત્મવિશ્વાસ સાથે કલકત્તા અને બેંગ્લોર મેદાને ઉતરશે, જીતને જાળવી રાખવા બંને વચ્ચે જંગ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 12, 2020 | 7:25 AM

સતત બે મેચ જીતવાને લઇને હવે આત્મવિશ્વાસથી ભરપૂર કલકત્તા નાઇડ રાઇડર્સની ટીમ સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેદનામાં ઉતરશે. કલકત્તા આ મેચમાં પણ પોતાનુ પ્રદર્શન જારી રાખવા માટે પ્રયાસ કરશે. જોકે સુનિલ નરેનની શંકાસ્પદ બોલીંગ એકશનની ફરીયાદ અને હરફનમૌલા તેમજ આંદ્રે રસાલની ઇજાને લઇને ટીમની મુશ્કેલી વધી શકે છે. કેરેબીયન સ્પિનર સુનિલ નરેનની બોલીંગ એક્શનને લઇને પંજાબ સામેની મેચ દરમ્યાન રીપોર્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના એક વધુ મામલાને લઇને હવે ટી-20 લીગમાં તેની બોલીંગ ને પણ રોકી શકાય છે.

કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટીમને જીત અપવાવામાં મહત્વની ભુમીકા નિભાવી હતી, નરેને ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પણ મેચમાં પરત ફરવા અંગે મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. તે વિરાટ કોહલીની ટીમને પણ મજબુત પડકાર આપી શકે તેવી સ્થિતીમાં છે. નરેન માટે આ પહેલી ચેતવણી છે અને બીજી ચેતવણી પછી લીગમાં બોલીંગ કરવા પર પ્રતિબંધ લાગી શકે છે. આ વાતને લઇને કલકત્તાની છાવણીમાં ચિંતાનો માહોલ છવાઇ ચુક્યો છે. કેપ્ટન દિનેશ કાર્તિક માટે તે એક મહત્વનુ હથીયાર માનવામાં આવે છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

કલકત્તા અને આરસીબી બંને ને પોતાની બેટીંગ થી પરેશાની છે. આ બંને ટીમોના મુખ્ય બેટ્સમેન પોતાના ફોર્મને બરકરાર રાખવામાં નિષ્ફળ નિવડી રહ્યા છે. બંને ટીમોએ છ મેચમાંથી ચાર જીત મેળવી છે અ બંને પાસે આઠ આઠ પોઇન્ટ છે. જોકે સારી રન રેટને લઇને કલકત્તા પોઇન્ટ ટેબલના મામલામાં બેંગ્લોર કરતા એક સ્થાન ઉપર એટલે કે ત્રીજા ક્રમ પર છે. કલકત્તાએ હાલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબને પાછળની બે મેચોમાં અંતિમ ઓવરોમાં શાનદાર બોલીંગ કરીને મેચ ના પલટી જીત મેળવી હતી. જેના થી ટીમનુ મનોબળ પણ ખુબ વધી ચુક્યુ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પણ કલકત્તા તેની આ બોલીંગ લય જાળવી રાખવા માટે પ્રયાસ કરશે.

કેપ્ટન વિરાટ કોહલીની દમદાર બોલીંગને લઇને શનિવારે ચેન્નાઇ સુપર કિંગ્સને 37 રને હરાવી શકાયુ હતુ. આમ બેંગ્લોર પણ પોતાની આ જીત મેળવી આગળ વધવાનો ક્રમ બનાવાવ માટે પ્રયાસ કરશે. કલકત્તા માટે મોટા શોટ્સ લગાવવા વાળા આંદ્રે રસાલની હાજરીને લઇને પણ મોટી ચિંતા વર્તાઇ રહી હશે. તે શનિવારે પંજાબ સામેની મેચમાં કેચ ઝડપવાના પ્રયાસમાં ઇજાગ્રસ્ત બન્યો હતો. કેપ્ટન કાર્તિકે જોકે મેચ પછી તેની ઇજા બાબતે વધારે કંઇ જાણકારી નહોતી આપી. તેણે કહ્યુ હતુ કે જ્યારે પણ રસેલ ઇજા પામે છે ત્યારે ટીમની મુશ્કેલીઓ વધી જાય છે, તે ખુબ વિશેષ ખેલાડી છે. અમારે જોવુ પડશે અને તેનુ ધ્યાન પણ રાખવુ પડશે. કલકત્તા માટે કાર્તિકનુ લયમાં આવવુ શુભ સંકેત છે. તેણે પંજાબ સામે 29 બોલમાં 58 રનની ઇનીંગ્સ રમી હતી. ઓપનર શુભમન ગીલ પણ ફોર્મમાં છે.

સુનિલ નરેન ના સ્થાન પર ઓપનીંગ તરીકે રાહુલ ત્રિપાઠી એ ચેન્નાઇ સામે 81 રન બનાવ્યા હતા. જોકે પંજાબ સામે તેનુ બેટ ખાસ ચાલ્યુ નહોતુ. નિતિશ રાણાં અને ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગન સતત સારી બેટીંગ કરવામાં પણ સફળ રહી શક્યા નથી.  શરુઆતમાં નબળી બેટીંગ કરી રહેલા વિરાટ કોહલીના ફોર્મમાં આવવા થી બેંગ્લોરની પણ તાકાત વધી છે. કોહલી એ દિલ્હી કેપીટલ્સ સામે 43 અને ચેન્નાઇ સામે 90 રન ની રમત રમી હતી. ઓપનર દેવદત્ત પડીક્કલ ને છોડીને અન્ય બેટ્સમેન પ્રદર્શન ની બાબતે નિરંતર નથી રાખી રહ્યા. આરોન ફીંચ અને એબી ડીવીલયર્સ પોતાના ફોર્મને મેળવવા માટે ઝઝુમી રહ્યા હોય તેવી સ્થિતીમાં છે. બોલીંગમાં યુઝવેન્દ્ર ચહર ફોર્મમાં છે. દક્ષિણ આફ્રીકી ક્રીસ મોરીસના આવવા થી ટીમને પણ એક રાહત છે.

કલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક કેપ્ટન, શુભમન ગિલ, નીતિશ રાણા, સુનિલ નરેન, આંદ્રે રસાલ, ઇયોન મોર્ગન, નિખિલ નાઇક, કુલદીપ યાદવ, સંદિપ વોરીયર, કમલેશ નાગરકોટી, લોકી ફરગ્યુસ, પ્રસિધ્ધ કૃષ્ણાં, સુનિલ નારાયણ, પૈટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, ટોમ બેટન, રાહુલ ત્રિપાઠી,ક્રિસ ગ્રીન, એમ સિધ્ધાર્થ, અલી ખાન અને શિવમ માવી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કેપ્ટન વિરાટ કોહલી, આરોન ફિંચ, દેવદત્ત પડીક્કલ, પાર્થિવ પટેલ, એબી ડિવીલીયર્સ, ગુરુકીરત માન, શિવન દુબે, ક્રિસ મોરિસ, મૌશિંગ્ચન સુંદર, શાહબાજ અહમદ નવદિપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, ઇસુરુ ઉડાના, મોઇન અલી, જોશ ફીલીપ, પવન નેગી, પવન દેશ પાંડે, મોહમંદ સિરાજ અને ઉમેશ યાદવ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">