T-20: આજે બેંગ્લોર અને મુંબઇ પ્લેઓફમાં સ્થાન નક્કિ કરવા રમશે, રોહિત શર્માને લઇને હજુ પણ અનિશ્વિતતા

રોહિત શર્માને ઇજા પહોંચવાને લઇને ત લગાતાર ત્રીજી મેચમાં પણ બહાર રહે તેમ લાગી રહ્યુ છે. મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંને વચ્ચે આજે યોજાનારી છે. બંનેને પ્લેઓફમાં દાવેદારી પહેલા નોંધાવી દેવાની ઉતાવળ સ્વાભાવિક જ વર્તાઇ રહી છે. મુંબઇને પાછળની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે આઠ વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઇ ચૌદ […]

T-20: આજે બેંગ્લોર અને મુંબઇ પ્લેઓફમાં સ્થાન નક્કિ કરવા રમશે, રોહિત શર્માને લઇને હજુ પણ અનિશ્વિતતા
Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Oct 28, 2020 | 2:09 PM

રોહિત શર્માને ઇજા પહોંચવાને લઇને ત લગાતાર ત્રીજી મેચમાં પણ બહાર રહે તેમ લાગી રહ્યુ છે. મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંને વચ્ચે આજે યોજાનારી છે. બંનેને પ્લેઓફમાં દાવેદારી પહેલા નોંધાવી દેવાની ઉતાવળ સ્વાભાવિક જ વર્તાઇ રહી છે. મુંબઇને પાછળની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે આઠ વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઇ ચૌદ અંક ધરાવે છે. વિરાટ કોહલીની આગેવાની ધરાવતી બેંગ્લોરની ટીમ પણ 14 પોઇન્ટ ધરાવે છે. તેણે પણ ગત રવિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હાર સહન કરવી પડી હતી. આજે બુધવારે જે પણ ટીમ જીત મળવશે તેનુ સ્થાન પ્લેઓફમાં પાક્કુ થઇ જશે.

રોહિત શર્માની ફિટનેશ આ મેચ પહેલા જ ચર્ચાનો વિષય બની ચુક્યો હતો. તે ઇજાને લઇને ગઇ બે મેચોમાં રમી શક્યો નહોતો. મુંબઇ ઇન્ડિયન્સ ના કેપ્ટન સોમવારે નેટ પ્રેકટીશ કરી હતી. સંયોગ થી તે જ દીવસે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી થઇ હતી, જેમાં તે પસંદ નહોતો કરાયો. મુંબઇ ઇન્ડિયન્સ અથવા બીસીસીઆઇ તરફ થી તેની ફીટનેશને લઇને કોઇ જ સ્પષ્ટ નિવેદન બહાર નથી પાડ્યુ. રોહિત ની ગેરહાજરીમાં મુંબઇએ સૌરભ તિવારી અને ઇસાન કિશન પર ભરોસો રાખવો પડશે.

ક્વિનન્ટન ડિકોક રાજસ્થાન સામે સફળ રહ્યો નહોતો અને તે પણ પોતોના પ્રભાવ દેખાડવા પ્રયાસ કરી શકે છે. કિશન અને સુર્યકુમાર યાદવ તે બંને ટીમના અન્ય મહત્વના બેટ્સમેન છે, જેઓએ પોતાનુ મહત્વનુ યોગદાન ટીમને આપ્યુ છે. હાર્દિક પંડ્યાએ પણ રાજસ્થાન સામે સાત છગ્ગા લગાવીને, મોટા અને લાંબા શોટ રમવાની પોતાની ક્ષમતાનુ ખુલીને પ્રદર્શન કર્યુ હતુ. હાર્દિક સિવાય કેપ્ટન કીરોન પોલાર્ડ અને કૃણાલ પંડ્યા ટીમમાં એવા ખેલાડી છે, જે લાંબા શોટ્સ રમવામાં માહિર છે. સાથે જ બંને ટીમોમાં અંતર પેદા કરી શકે છે.

ઓસ્ટ્રેલીયાઇ આરોન ફીંચ અને યુવા દેવદત્ત પડીક્કલ તેમજ એબી ડીવીલીયર્સ હજુ વધુ નિયમિત રમત દર્શાવવી જરુરી છે. જો બેંગ્લોરના ઉપરના ક્રમમાં બધા જ બેટ્સમેન યોગ્ય રીતે પ્રદર્શન કરે છે તો પછી વિરોધી ટીમને પરેશાની ઉભી થઇ શકે છે. ક્રિસ મોરીસ, મોઇન અલી અને ગુરુકીરત માન પણ નિચલા મધ્યમક્રમમાં મહત્વની ભુમીકા ભજવી શકે છે. જોકે આરસીબીની ટીમ નવદીપ સૈનીની ઇજાને લઇને બોલીંગ વિભાગ થી થોડી ચિંતીત જણાઇ રહી છે. સૈનીના મુંબઇ ની સામે મેચ રમવાને લઇને સ્થિતી સ્પષ્ટ નથી. જો તે નથી રમતા તો મોરીસ અને મહમંદ સિરાજ તેમજ ઇસુરુ ઉડાનાની જવાબદારી વધી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ કેપ્ટન વિરાટ કોહલી, આરોન ફિંચ, દેવદત્ત પડીક્કલ, પાર્થિવ પટેલ, એબી ડિવીલીયર્સ, ગુરુકીરત માન, શિવન દુબે, ક્રિસ મોરિસ, વોશિંગ્ટન સુંદર, શાહબાજ અહમદ નવદિપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, ઇસુરુ ઉડાના, મોઇન અલી, જોશ ફીલીપ, પવન નેગી, પવન દેશ પાંડે, મોહમંદ સિરાજ અને ઉમેશ યાદવ.

મુંબઇ ઇન્ડિયન્સઃ કેપ્ટન રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલ પ્રીત સિંહ અનુકુલ રોય, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ પૈટીસન્સ, જસપ્રિત બુમરાહ, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, મિશેલ મૈક્લીનાગન, મોહસિન ખાન, નાથન કુલ્ટર નાઇલ, પ્રિંસ બલવંત રાય, ક્વિંટોન ડિ કોક, રાહુલ ચાહર, સૌરભ તિવારી, શેરફેન રધરફોર્ડ, સુર્યકુમાર યાદવ અને ટ્રેન્ટ બોલ્ટ.

આ પણ વાંચોઃ31મી ઑક્ટોબરે ‘હંટર્સ બ્લૂ મૂન’, થશે બે ચાંદના દિદાર, માણી શકશો દુર્લભ નજારો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati