T-20: આ ત્રણ ટીમો પર થશે ધન વર્ષા, પ્લેઓફ અને ફાઇનલ રમનારી ટીમોને કેટલા રુપિયા મળશે ઇનામ ? જાણો

ટી-20 ની સંયુક્ત આરબ અમીરાતમાં રમાઇ રહેલી ટુર્નામેન્ટ હવે આખરી પડાવ પર આવી પહોંચી છે. અત્યાર સુધીમાં ફાઇનલ રમનારી એક ટીમ  જાહેર થઇ ચુકી છે. પરંતુ આપ જાણો છો કે, વિજેતા ટીમને આ સિઝનમાં કેટલી રકમ મળશે. Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ' મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં […]

T-20: આ ત્રણ ટીમો પર થશે ધન વર્ષા, પ્લેઓફ અને ફાઇનલ રમનારી ટીમોને કેટલા રુપિયા મળશે ઇનામ ? જાણો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 06, 2020 | 9:05 PM

ટી-20 ની સંયુક્ત આરબ અમીરાતમાં રમાઇ રહેલી ટુર્નામેન્ટ હવે આખરી પડાવ પર આવી પહોંચી છે. અત્યાર સુધીમાં ફાઇનલ રમનારી એક ટીમ  જાહેર થઇ ચુકી છે. પરંતુ આપ જાણો છો કે, વિજેતા ટીમને આ સિઝનમાં કેટલી રકમ મળશે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

પાછલા વર્ષના પ્રમાણમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, એટલે કે બીસીસીઆઇએ આ વર્ષે ઇનામી રકમમાં ઘટાડો કર્યો છે. બીસીસીઆઇએ આ વર્ષે અડધી રકમ જ ઇનામી રકમ તરીકે ટીમોને આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. 2019 ની વિજેતા ટીમ મુંબઇ ઇન્ડિયન્સને  20 કરોડ રુપીયા મળ્યા હતા. જોકે આ વખતે આ રકમ અડધી થઇ છે.

ટી-20 સિઝનની વિજેતા ટીમને 10 કરોડ રુપીયા ઇનામના રુપે મળનારા છે. ટી-20 લીગની 13 મી સિઝન જીતવા વાળી ટીમને ટ્રોફી સાથે જ 10 કરોડ રુપીયાનો ચેક પણ આપવામાં આવશે. એક સમાચાર એજન્સીએ પણ માર્ચ 2020માં આ વાતની જાણકારી આપી હતી.

આ વર્ષે ઉપ વિજેતાને 12.50 કરોડ રુપીયાની રકમ નહી પરંતુ 6.25 કરોડ રુપીયા ઇનામના રુપે મળનારા છે. આટલુ જ નહી, પ્લેઓફમાં ત્રીજા અને ચૌથા નંબર પર રહેવા વાળી ટીમોને પણ આ વખતે અડધી રકમ મળનારી છે.

બીસીસીઆઇએ આ વાતની જાણકારી અગાઉ થી જ કરી દીધી હતી કે, આ વખતે ક્વોલીફાયર 02 ને હારનારી અને એલિમિનેટર મેચને હારનારી ટીમને 4.375-4.375 કરોડ રુપિયા મળશે. જોકે ટી-20 લીગ જેવી ટુર્નામેન્ટને જોતા આ ઇનામી રાશી કંઇક વધારે નથી લાગતી, કારણ કે અહી ખેલાડીઓને જ 15-17 કરોડના ખર્ચે ખરીદવામાં આવી રહ્યા હોય છે.

જોકે બોર્ડ અને ફેન્ચાઇઝીઓની કમાણી નો સૌથી મોટો આધાર ઇનામી રાશીનો નહી,, પરંતુ સ્પોન્સર શીપ છે. બીસીસીઆઇએ આ માટેનો સર્કયુલર માર્ચ માસની શરુઆતમાં જ ટી-20 લીગની તમામ આઠ ફેંન્ચાઇઝીઓને મોકલી આપવામાં આવ્યો હતો કે ઇનામી રાશીમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. તે સમયે સૌરવ ગાંગુલીની અધ્યક્ષતા વાળી સમિતિએ ઘણાં બીજા બદલાવ કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">