Breaking News : ક્રિકેટ જગતમાં ખળભળાટ, ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં EDએ સુરેશ રૈનાને સમન્સ પાઠવ્યું
ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાની મુસીબત વધી ગઈ છે. ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ સામે ચાલી રહેલી તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈના હવે ઈડીના નિશાના પર આવ્યા છે.ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ પર ચાલી રહેલી તપાસના સંદર્ભમાં તેમને બુધવાર, 13 ઓગસ્ટના રોજ દિલ્હી ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. ED સટ્ટાબાજી એપ 1xBet કેસમાં સુરેશ રૈનાનું નિવેદન નોંધશે.આ પહેલા મુંબઈની ઈડીની તપાસ ટીમે પરીમેચ નામની સટ્ટાબાજી એપ પાછળના રેકેટ વિશે જાણકારી મેળવવા માટે મુંબઈ,દિલ્હી-એનસીઆર,હૈદરાબાદ, જયપુર ,મદુરાય અને સુરતમાં 15 સ્થળો પર કાર્યવાહી હાથ ધરી હતી.મુંબઈની સાયબર પુલિસ સ્ટેશન દ્વારા 2024માં નોંધાયેલા એક કેસના આધાર પર આ તપાસ શરુ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો ?
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી સુરેશ રૈના એક મોટી મુશ્કેલીમાં ફસાતો જોવા મળી રહ્યો છે. તેને ઈડીએ સમન મોકલી રજુ થવાનું કહ્યું છે. રિપોર્ટ મુજબ તેના પર ગેરકાયદેસર સટ્ટાબાજી એપને પ્રમોટ કરવાનો આરોપ છે. ગત્ત વર્ષે ડિસેમ્બર મહિનામાં બેટિગ એપ 1xBetએ સુરેશ રૈનાને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. આ દરમિયાન તેમને કહ્યું હતુ કે, રૈનાની સાથે અમારી આ ભાગીદારી સ્પોર્ટસ બેટિંગના ચાહકોની જવાબદારી સાથે બેટિંગ માટે પ્રોત્સાહિત કરવાનો છે.
સટ્ટેબાજી એપથી કરોડોની કમાણી કરી
તપાસમાં જાણવા મળ્યું કે, આ પ્લેટફોર્મે અંદાજે 200 કરોડ રુપિયાની કમાણી કરી છે. રિપોર્ટ મુજબ આ પૈસા ક્રિપ્ટો વોલેટ, તમિલનાડુના એક વિસ્તારના એટીએમના માધ્યમમથી નાની-નાની રકમના રુપથી નીકાળવામાં આવી છે. હાલમાં એવા સમચાર હતા કે,ઈડીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુરૈશ રૈના, હરભજન સિંહ અને યુવરાજ સિંહને બેટિંગ એપ્સના પ્રમોશન માટે નોટિસ મોકલવાનો નિર્ણય લીધો હતો કારણ કે,આ ખેલાડી સોશિયલ મીડિયા પર એલગ અલગ એપના પ્રમોશન કરતા જોવા મળ્યા છે.
રૈનાનો જન્મ 27 નવેમ્બર 1986ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદનગરમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો.સુરેશ રૈનાએ વર્ષ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયરમાંથી સંન્યાસ લીધો હતો. રૈના 2011 વર્લ્ડકપ વિજેતા ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.સુરેશ રૈનાએ પોતાના કોચની જ દીકરી સાથે લગ્ન કર્યા છે. સુરેશ રૈનાના ક્રિકેટ કોચ તેજપાલ ચૌધરી હતા.
