Suresh Raina :ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝી આગામી સપ્ટેમ્બરમાં 19 લી સપ્ટેમ્બરે સંયુક્ત આરબ અમીરાત ખાતે ટી 20 લીગ ફરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ભારતમાં વધતા કોવિડ -19 કેસોને કારણે લીગ રોકી દેવામાં આવી હતી. સુરેશ રૈના (Suresh Raina) ગત વર્ષ આઇપીએલ સિઝન (IPL 2021) થી દુર રહ્યો હતો. આ માટે તેણે વ્યક્તિગત કારણ આગળ ધર્યુ હતુ. IPL ની સિઝન 14 માં તે ફરી થી તેને ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે હિસ્સો લેનાર છે. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ટીમના સાથી કેએમ આસિફ (KM Asif)સાથે WWE ની કેટલીક રમત દર્શાવી હતી.રૈનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો પોસ્ટ કર્યો છે. સુરેશ રૈના તેની WWE રમત દર્શાવતો video જુઓ View this post on Instagram A post shared by Suresh Raina (@sureshraina3) સુરેશ રૈના (Suresh Raina) ગત વર્ષ આઇપીએલ સિઝન (IPL 2021) થી દુર રહ્યો હતો. આ માટે તેણે વ્યક્તિગત કારણ આગળ ધર્યુ હતુ. IPL ની સિઝન 14 માં તે ફરી થી તેને ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે હિસ્સો લેનાર છે. આ માટે તે ટીમ સાથે જોડાઇ ચુક્યો છે. રૈના એ લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે અને તે ક્યારેક ક્યારેક ઓફ સ્પિન બોલીંગ પણ કરી લે છે. સુરેશ રૈના ગુજરાત લાયન (Gujarat Lions) ટીમનો કેપ્ટન રહી ચુક્યો હતો. ત્યાર બાદે ચેન્નાઇ સુપર કિંગ્સનો વાઇસ કેપ્ટન બન્યો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે પ્રથમ આઇપીએલ સિઝન માટે રૈના જોડાયો ત્યારે 2.6 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો હતો. રૈનાએ ચેન્નાઇ માટે મૈથ્યુ હેડન, માઇકલ હસી અને જેકબ ઓરમ જેવા મોટા ખેલાડીઓની ગેરહાજરીમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.તના બાદ તે ચેન્નાઇની બેટીંગ લાઇન અપનો અભિન્ન અંગ બની ગયો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સ પર જ્યારે બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો ત્યારે, તે ગુજરાત લાયન્સનો હિસ્સો બન્યો હતો, ગુજરાતે તેને પોતાના કેપ્ટન તરીકે જવબાદારી પણ સોંપી હતી. ચેન્નાઇએ રૈનાને 11 કરોડના ખર્ચે રિટેઇન કરવામા આવ્યો હતો. રૈનાએ હાઇએસ્ટ સ્કોર આઇપીએલમાં અણનમ 100 રનનો નોંધાવ્યો છે. જે તેણે 2013માં નોંધાવ્યુ હતુ, 2013માં 150.13 ના સ્ટ્રાઇક રેટ સાથે 548 રન રૈનાએ કર્યા હતા. 2014માં સૌથી વધુ 5 અર્ધ શતક લગાવ્યા હતા. ત્રણ વાર તેણે અર્ધ શતક લગાવ્યા હતા. 493 રૈનાએ ચોગ્ગા લગાવ્યા છે જ્યારે 194 છગ્ગા લગાવ્યા છે. સુરેશ રૈનાએ 2010માં 22 સિક્સર ફટકારી હતી. તેણે 2014માં 25 બોલમાં જ 87 રનની રમત રમી હતી, જોકે તે 13 રન થી સદી ચુક્યો હતો. તે રન આઉટ થવાને લઇને સદી ચુક્યો હતો, જે મેચ તેણે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમી હતી. તે આ સાથે જ તે ક્રિકેટ ઇતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી શક્યો હોત, પરંતુ કમનસીબે તે રન આઉટ થયો હતો. આ પણ વાંચો : Shahid afridiએ અફઘાનિસ્તાનમાં તાલિબાન વિશે શું કહ્યું ? સાંભળીને રાશિદ ખાન થશે ગુસ્સે ! VIDEO આ પણ વાંચો : Virat kohli : 5 ઈનિંગમાં માત્ર 124 રન અને એક અર્ધસદી, વિરાટની આ સ્થિતિને યોગ્ય કરવાનો ઉપાય દિગ્ગજે જણાવ્યો