AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahid afridiએ અફઘાનિસ્તાનમાં તાલિબાન વિશે શું કહ્યું ? સાંભળીને રાશિદ ખાન થશે ગુસ્સે ! VIDEO

જો રાશિદ ખાન અને મોહમ્મદ નબી જેવા અફઘાન ક્રિકેટરો શાહિદ આફ્રિદીનું નિવેદન સાંભળે તો તેઓ ગુસ્સાથી લાલ થઈ શકે છે.

Shahid afridiએ અફઘાનિસ્તાનમાં તાલિબાન વિશે શું કહ્યું ? સાંભળીને રાશિદ ખાન થશે ગુસ્સે ! VIDEO
taliban in afghanistan shahid afridi delivers a shocking statement rashid khan may angry video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 11:31 AM
Share

Shahid afridi : પાકિસ્તાનના (Pakistan)  પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર શાહીદ આફ્રિદી (Shahid Afridi) અને વિવાદ એક સિક્કાની બે બાજુ  છે.  શાહીદ આફ્રિદીની સાથે કોઈને કોઈ વિવાદ જોડાયેલો જ રહે છે. તાજેતરમાં જ આફ્રિદી ફરીથી વિવાદમાં સપડાયો છે. આ વખતે તેણે તાલિબાનના કબજો ધરાવતા અફઘાનિસ્તાન (Taliban in Afghanistan) અંગે નિવેદન કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.

વાસ્તવમાં, આ નિવેદન અફઘાનના હૃદયમાં પ્રહાર કરતું તીર નથી. પણ જો રાશિદ ખાન (Rashid Khan) અને મોહમ્મદ નબી જેવા અફઘાન ક્રિકેટરો શાહિદ આફ્રિદી(Shahid Afridi)નું આ નિવેદન સાંભળે તો તેઓ ગુસ્સાથી લાલ પણ થઈ શકે છે. શા માટે અમે આ કહી રહ્યા છીએ તે જાણવા માટે, શાહિદ આફ્રિદીએ શું કહ્યું છે તે જાણવું તમારા માટે મહત્વનું છે.

પાકિસ્તાન ક્રિકેટના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે વાસ્તવમાં તાલિબાનની પ્રશંસા કરી છે. અને આ ચક્કરમાં તે એટલું બોલ્યો કે તે વિવાદોમાં આવી ગયો. તેમણે કહ્યું છે કે, ‘તાલિબાન આ વખતે ખૂબ જ હકારાત્મક ફ્રેમ સાથે આવ્યા છે, તેણે ત્યાંની મહિલાઓને કામ કરવાની અને રાજકારણમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.

આ વસ્તુઓ પહેલા જોઈ નથી. ” આફ્રિદી (Shahid Afridi)ત્યાં અટક્યો નહીં. તેમણે આગળ કહ્યું, “તાલિબાન ક્રિકેટને ટેકો આપી રહ્યું છે, શ્રીલંકામાં પરિસ્થિતિને કારણે આ વખતે સીરિઝ ન થઈ પરંતુ તાલિબાન ક્રિકેટને સંપૂર્ણ ટેકો આપી રહ્યું છે.

રાશિદ અને નબીએ તાલિબાનનો વિરોધ કર્યો

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા પછી, રાશિદ અને નબી જેવા સ્ટાર ક્રિકેટરો (Star cricketers)એ સતત તેનો વિરોધ કર્યો અને વિશ્વના નેતાઓને સોશિયલ મીડિયા દ્વારા હસ્તક્ષેપ કરવાની અપીલ કરી.

તેમણે અફઘાનિસ્તાનમાં તાજેતરના ફેરફારોનો વિરોધ કર્યો. આવી સ્થિતિમાં, હવે જો શાહિદ આફ્રિદી (Shahid Afridi)તાલિબાનના સમર્થનમાં પોતાના મનની વાત કરી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે રાશિદ ખાનનું દિલ દુભાય.

માત્ર શાહિદ આફ્રિદી જ નહીં પરંતુ તેમનો દેશ પાકિસ્તાન (Pakistan)નો મોટો સમર્થક રહ્યો છે. બીજી બાજુ તાલિબાને પણ પાકિસ્તાનને પોતાનું બીજું ઘર ગણાવ્યું છે.

ભારતના અફઘાનિસ્તાનમાં સંસદથી રસ્તાના નિર્માણ સુધીના પ્રોજેક્ટમાં 22,000 કરોડ રૂપિયાથી વધુ દાવ ઉપર લાગ્યા છે. આટલુંજ નહિ ભારતનો સદીઓથી અફઘાનિસ્તાન સાથે વેપાર સંબંધ છે તેનું ભવિષ્ય શું થશે? તે પણ ચિંતા ઉભી થઇ છે.

આ પણ વાંચો : Tokyo Paralympics Schedule: મરિયપ્પન થંગાવેલુની નજર સતત બીજા ગોલ્ડ પર, આજે ભારતનું શેડ્યૂલ જાણો

આ પણ વાંચો : Ranji Trophy 2021: એક જ ગ્રુપમાં ફસાયેલા રોહિત શર્મા, કેએલ રાહુલ અને રિષભ પંતની ટીમ, 5 જાન્યુઆરીથી શરૂ થશે ટક્કર

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">