AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viking Row FIFA: નોર્વેનો ‘વાઇકિંગ રો’ કેમ બન્યો FIFA વર્લ્ડ કપનો સૌથી મોટો વાયરલ ટ્રેન્ડ? જાણો તેની અનોખી કહાની

ફક્ત ગોલ જ નહીં, નોર્વેના ચાહકોની 'વાઇકિંગ રો' ઉજવણી પણ FIFA વર્લ્ડ કપ 2026માં સૌથી મોટી ચર્ચાનો વિષય બની છે. જાણો કેવી રીતે એક સામાન્ય વિચાર વૈશ્વિક ટ્રેન્ડમાં બદલાઈ ગયો.

Viking Row FIFA: નોર્વેનો 'વાઇકિંગ રો' કેમ બન્યો FIFA વર્લ્ડ કપનો સૌથી મોટો વાયરલ ટ્રેન્ડ? જાણો તેની અનોખી કહાની
Norway Viking Row FIFA Image Credit source: AI Generated
| Updated on: Jul 06, 2026 | 8:33 AM
Share

FIFA વર્લ્ડ કપ 2026માં નોર્વેની ટીમ પોતાના શાનદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં છે, પરંતુ ટીમ અને તેના ચાહકો દ્વારા કરવામાં આવતી ‘વાઇકિંગ રો’ ઉજવણી પણ એટલી જ લોકપ્રિય બની ગઈ છે.

FIFA વર્લ્ડ કપમાં છવાયો ‘વાઇકિંગ રો’ ફીવર

સોશિયલ મીડિયા હોય કે સ્ટેડિયમ, દરેક જગ્યાએ આ અનોખી ઉજવણીના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. નોર્વેના ફૂટબોલ ચાહકોએ પોતાના ઐતિહાસિક વારસાને આધુનિક રમત સાથે જોડીને એક એવી પરંપરા ઊભી કરી છે, જે આજે સમગ્ર વિશ્વમાં ઓળખ બની ગઈ છે.

‘વાઇકિંગ રો’ શું છે?

‘વાઇકિંગ રો’ માં હજારો ચાહકો એકસાથે બેસી કલ્પિત હલેસાં ચલાવવાની ક્રિયા કરે છે અને “રો” (Row) ના નાદ સાથે સમગ્ર સ્ટેડિયમ ગુંજી ઊઠે છે. આ દૃશ્ય નોર્વેના પ્રાચીન વાઇકિંગ યોદ્ધાઓ અને તેમની લાંબી નૌકાયાત્રાઓની યાદ અપાવે છે. આ ઉજવણીનો મૂળ ભાવ એકતા, સાહસ અને ટીમ માટેના અતૂટ સમર્થનને દર્શાવવાનો છે.

કેવી રીતે થઈ આની શરૂઆત?

આ અનોખા વિચારની શરૂઆત વર્ષ 2025ના અંતમાં ઓલે ફ્રોયસ્ટાડ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં થોડા ચાહકો સુધી મર્યાદિત રહેલો આ પ્રયાસ બાદમાં નોર્વેના સત્તાવાર સપોર્ટર્સ ગ્રુપે અપનાવ્યો અને સોશિયલ મીડિયા પર તેની સતત પ્રચાર સાથે તે ઝડપથી લોકપ્રિય બન્યો. બાદમાં ખાસ ગીત, તાલબદ્ધ ડ્રમ અને વાઇકિંગ હોર્ન જેવા તત્વો ઉમેરાતા સમગ્ર કાર્યક્રમ વધુ આકર્ષક બની ગયો.

શરૂઆતના દિવસોમાં કેટલાક લોકોને નોર્વે ટીમની આ ઉજવણી થોડી અલગ લાગી હતી, પરંતુ સ્વીડન સામેની મેચ બાદ જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે તેની લોકપ્રિયતા અનેકગણી વધી ગઈ. ત્યારબાદ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી લઈને બોસ્ટન અને નોર્વેની સંસદ સુધી લોકો ‘વાઇકિંગ રો’ કરતા જોવા મળ્યા.

હાલેન્ડનો વધતો ક્રેઝ

નોર્વેના કેપ્ટન માર્ટિન ઓડેગાર્ડ અને સ્ટાર ફોરવર્ડ એર્લિંગ હાલેન્ડ સહિતના ખેલાડીઓએ પણ દરેક જીત બાદ ચાહકો સાથે મેદાનમાં બેસીને આ ઉજવણી કરી હતી. ખેલાડીઓ અને ચાહકો વચ્ચે ઉભી થયેલા આ અનોખા કનેક્શને સમગ્ર વિશ્વના ફૂટબોલપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે.

Noraway Viking Row Haland

Haland

નોર્વે ફૂટબોલ ટીમ

નોર્વે લગભગ 28 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપમાં પરત ફર્યું છે અને આ વાપસી માત્ર રમત પૂરતી સીમિત રહી નથી. ‘વાઇકિંગ રો’ હવે નોર્વેની નવી રમતગમત સંસ્કૃતિનું પ્રતીક બની ગયું છે. અનેક દેશોના ચાહકો પણ આ ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે રમત માત્ર સ્પર્ધા નહીં પરંતુ સંસ્કૃતિઓને જોડવાનું એક શક્તિશાળી માધ્યમ પણ છે.

FIFA Noraway Viking Row

Viking Row

ફૂટબોલના મેદાનમાં ગોલ જેટલો જ ઉત્સાહ હવે સ્ટેન્ડમાં થતી આ સમૂહ ઉજવણીને લઈને પણ જોવા મળી રહ્યો છે. ‘વાઇકિંગ રો’એ સાબિત કરી દીધું છે કે સર્જનાત્મકતા, એકતા અને ચાહકોનો જુસ્સો કોઈપણ રમતને યાદગાર બનાવી શકે છે. આ કારણે જ નોર્વેની આ પરંપરા FIFA વર્લ્ડ કપ 2026ની સૌથી યાદગાર અને વાયરલ ક્ષણોમાં સામેલ થઈ ગઈ છે.

આ પણ વાંચો: નેમારે લીધો સંન્યાસ,FIFA World Cup 2026માંથી બ્રાઝિલની બહાર થયા બાદ નેમારે જાહેરાત કરી

Follow Us
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં ! Video
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં ! Video
નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video
કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
g clip-path="url(#clip0_868_265)">